________________
ઉ૪૦
પ્રતિમાશતક | શ્લોક : પવ ત્યાર પછી મુનિની ભગવાનની ભક્તિ પ્રધાન કઈ રીતે છે, તે બતાવ્યું. તેનો આશય એ છે કે, મુનિ ભગવાનના વચનાનુસાર ક્રિયામાં અપ્રમાદભાવવાળા હોય છે, ત્યારે તેમનામાં નિશ્ચય સમ્યક્ત વર્તતું હોય છે. આવા અપ્રમત્ત મુનિને વિશેષ કોટિના પ્રશમાદિ ભાવો હોય છે, તે જ ભગવાનની ભક્તિ છે. આથી જ અપ્રમત્ત મુનિ જ્યારે ભગવાનના વચનાનુસાર આજ્ઞાનું પાલન કરે છે, તે સર્વ ભગવાનની ભક્તિરૂપ છે, અને તેનાથી તેમનામાં વર્તતો સંજ્વલન કષાયનો ઉદય વિશેષ-વિશેષતર ઉપશમભાવને પામે છે, અને તે જ પ્રમાદિ ભાવોની અભિવ્યક્તિરૂપ ભગવાનની ભક્તિ, તપસ્વી એવા મુનિમાં પ્રધાનભાવે હોય છે; અને સમ્યગ્દષ્ટિમાં ભગવાનની ભક્તિ સમ્યક્તના અંગરૂપ હોય છે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
ટીકા :
अत्र दृष्टान्तमाह-यथा शैशवे बाल्ये, धी:-बुद्धिः, लीलाया प्रधानीभूतायाः क्रीडायाः, अङ्गतया उपसर्जनविधां गौणभावं, धत्ते । तारुण्ये च-यौवनकाले च, सा=बुद्धिः, व्यवसायसंभृततया बलपराक्रमसथ्रीचीनतया, मुख्यता=मुख्यभावम्, अञ्चति प्राप्नोति ।।५१।। ટીકાર્ય :
સત્ર.... મનોતિ પાછા અહીંયાં પૂર્વમાં કહ્યું કે, સમ્યગ્દષ્ટિને ભક્તિ ગૌણપણા વડે છે અને ચારિત્રીને આ ભક્તિ પ્રધાનભાવરૂપે છે એ કથનમાં, દષ્ટાંત કહે છે - જે પ્રમાણે શૈશવમાં બાલ્યકાળમાં, ધી=બુદ્ધિ, લીલાના=પ્રધાનભૂત એવી ક્રીડાતા, અંગપણા વડે ગૌણભાવને ધારણ કરે છે, અને યૌવનકાળમાં તે=બુદ્ધિ વ્યવસાયના સંભૂતપણા વડે=બલ-પરાક્રમ સહિતપણા વડે, મુખ્યતા મુખ્ય ભાવને, પ્રાપ્ત કરે છે. પલા વિશેષાર્થ:
બાલ્યકાળમાં ક્રીડાના અંગરૂપે બુદ્ધિ ગૌણ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ સમ્યક્તના અંગરૂપ હોવાથી ગૌણરૂપે છે. આનાથી એ કહેવું છે કે, બાલ્ય અવસ્થામાં બુદ્ધિનો ઉપયોગ માત્ર ક્રીડામાં વર્તતો હોય છે, પરંતુ અર્થોપાર્જનાદિ વ્યવસાયમાં બુદ્ધિનો ઉપયોગ થતો નથી; તેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ પણ ગુણોનો પક્ષપાત કરવામાં જ ચરિતાર્થ થતી હોય છે, પરંતુ ચારિત્રમોહનીયનો વિશેષ ક્ષય કરવામાં પ્રવર્તતી નથી.
યૌવનકાળમાં તે જ બુદ્ધિ અર્થોપાર્જનાદિમાં પોતાનું બળ અને પરાક્રમ ફોરવવામાં પ્રવર્તે છે, તેથી બુદ્ધિનું કાર્ય પોતાના ભાવિના હિતની વિચારણા કરવા રૂપ ત્યાં દેખાય છે. તેમ અપ્રમત્ત મુનિની ભગવાનની ભક્તિ પોતાના ક્ષમાદિ ગુણોને વિકસાવવામાં જ મુખ્યરૂપે પ્રવર્તે છે, તેથી પોતાની અંતરંગ ગુણસંપત્તિને પ્રધાન રૂપે તે વિકસાવે છે.પિપા.