________________
પ્રતિમાશતક | શ્લોક : પ૧
ઉ૩૯ શાસ્ત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા તે જ મુનિ કરી શકે જે સહેજ પણ પ્રમાદ વગર અપ્રમાદભાવથી સર્વ ક્રિયા કરતો હોય, અને તે જ નિશ્ચય સમ્યત્વ છે. અને તે નિશ્ચય સમ્યક્ત અપ્રમત્ત મુનિને હોય છે, અને તેઓને આશ્રયીને સમ્યક્તનાં પ્રશમાદિ પાંચ લિંગોનો નિયોગ વાચ્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, નિશ્ચયનયને સંમત એવું સમ્યક્ત જે મુનિમાં છે, તે મુનિમાં જ પ્રશમાદિ પાંચે લિંગો છે, અન્યમાં નહિ, અને તે જ પ્રધાનભૂત ઉપશમ આદિ છે. તેથી અપ્રમત્ત ચારિત્રીમાં જ પ્રધાનભૂત ઉપશમ આદિ ગુણો હોય છે. ટીકાર્ય :
પતર્ .....પ્રાનોતિ | આને જ અભિપ્રેત્ય કરીને કહે છે–પૂર્વમાં કહ્યું કે પ્રધાનભૂત ઉપશમ આદિ ચારિત્રીને જ ઘટે છે એને જ અભિપ્રાયરૂપે કરીને મૂળ શ્લોકમાં કહે છે -
તપસ્વી=પ્રધાન તપોયુક્ત, મુનિમાં=ચારિત્રીમાં, આ ભક્તિ પ્રાધાન્ય=પ્રધાન ભાવને, પામે છે. વિશેષાર્થ :
સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધીના ક્ષયોપશમાદિની અપેક્ષાએ પ્રશમાદિ પાંચે લિગો હોય છે તેથી તે આપેક્ષિક પ્રશમાદિ લિંગો છે, જ્યારે મુનિને તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પેદા થયેલા પ્રશમાદિ પાંચે લિંગો છે. તેથી પ્રશમાદિ લિંગોનાં જે લક્ષણો કહ્યાં, તેવા લક્ષણવાળા પ્રશમાદિ ભાવો અપ્રમત્ત મુનિને હોય છે. તેથી તપસ્વી મુનિને પ્રધાનભૂત ઉપશમાદિ ગુણો હોય છે.
શ્રદ્ધાનાં ..... પ્રધાનમાવં પ્રાનોતિ સુધીના કથનનો સંક્ષિપ્ત સાર પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં પ્રથમ કહ્યું કે, દર્શનશ્રાવકોને સમ્યક્ત મુખ્ય હોય છે, ભગવાનની ભક્તિ ગૌણ હોય છે અને ભક્તિ તે તપરૂપ છે. તેમાં સાક્ષીરૂપે વિશિકાની ગાથા-૯/૧૦ આપેલ છે. ત્યાર પછી મૂળ શ્લોકમાં કહ્યું કે, તપસ્વી એવા મુનિને આ ભગવાનની ભક્તિ પ્રધાન હોય છે, તેમાં સાક્ષીરૂપે વિશિકાની ગાથા-૯/૧૭ આપેલ છે. અહીં પ્રથમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ સમ્યત્ત્વનું અંગ કઈ રીતે છે, તે બતાવીને પછી તેમાં સાક્ષીરૂપે વિંશિકા-૯/૧૭ ગાથા આપી અને મુનિને પ્રધાન ઉપશમાદિ હોય છે, તેમાં સાક્ષી રૂપે વિંશિકા-૭/૧૭ ગાથા આપી અને તે જ અભિપ્રાયને સામે રાખીને મૂળ શ્લોકમાં તપસ્વી એવા મુનિને આ ભક્તિ પ્રધાન હોય છે, તેમ સ્થાપન કર્યું.
આ સર્વ કથનથી એ ફલિત થાય છે કે, સમ્યગ્દષ્ટિ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે પુષ્પાદિ સર્વ ક્રિયાકલાપ બાહ્ય ઉપચારાત્મક ભક્તિ છે, અને ભગવાનની ભક્તિથી સમ્યગ્દષ્ટિમાં વર્તતા પ્રશમાદિ ભાવો ધીરે ધીરે ક્ષયોપશમભાવની વૃદ્ધિને પામે છે, તે અંતરંગ પરિણામરૂપ ભક્તિ છે. સમ્યગ્દષ્ટિ જેમ જેમ ભગવાનની ભક્તિ કરે છે, તેમ તેમ ભગવાનના ગુણો પ્રત્યેનું આકર્ષણ વધે છે અને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત દઢ અને સ્થિર થતો જાય છે. તેથી સમ્યગ્દષ્ટિના પ્રશમાદિ ગુણો સમ્યત્વના અંગરૂપ છે અને એને સામે રાખીને વિંશિકા-૯/૧૬માં કહેલ છે કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધીના અનુદયની=ણયોપશમની, અપેક્ષાએ પ્રશમાદિ ગુણો છે.