________________
પ્રતિમાશતક | શ્લોક : પ૧ કે, તેમ સ્વીકારવામાં અમને કોઈ હાનિ નથી. તેની સામે પૂર્વપક્ષી કહે કે, તેમ હોતે છતે, તેઓને=અવિરત સમ્યગ્દષ્ટિઓને, ચારિત્રલેશના સંભવમાં અવિરતપણાની અવિરતિની, અનુપપત્તિ જ બાધક છે એ કથનમાં ગ્રંથકારશ્રી કહે છે –
શ્લોક :
श्राद्धानां तपसः परं गुणतया सम्यक्त्वमुख्यत्वतः, सम्यक्त्वाङ्गमियं तपस्विनि मुनौ प्राधान्यमेषाऽश्नुते । धीर्लीलाङ्गतयोपसर्जनविधां धत्ते यथा शैशवे,
तारुण्ये व्यवसायसम्भृततया सा मुख्यतामञ्चति ।।५१।। શ્લોકાર્થ:
શ્રાવકોને દર્શનશ્રાવકોને, કેવલ સમ્યક્તનું મુખ્યપણું હોવાને કારણે તપનું ગૌણપણું છે, તેથી શ્રાવકની તપરૂપ આeભક્તિ, સમ્યત્ત્વનું અંગ છે, તપસ્વી એવા મુનિમાં આ=ભક્તિ, પ્રધાનપણાને પામે છે. જેમ બાલ્યકાળમાં બુદ્ધિ લીલાના અંગપણા વડે કરીને ગૌણભાવને ધારણ કરે છે અને યૌવનમાં તે બુદ્ધિ વ્યવસાય સંભૂતપણાથી મુખ્યપણાને પામે છે. પIL. ટીકા :
_ 'श्राद्धानामि' ति :- श्राद्धानां-दर्शनश्रावकानां, परं-केवलम्, तपसो गुणतया अमुख्यतया, इयं भक्तिः, सम्यक्त्वाग-सम्यक्त्वस्य प्रधानस्यागीभूता, सम्यक्त्वफलेनैव फलवतीत्यर्थः । 'फलवत् सत्रिधावफलं तदङ्गम्' इति न्यायात्, तथा च तावता नाविरतत्वहानिः । 'न हि कार्षापणमात्रधनेन धनवान्, एकगोमात्रेण गोमान्' इति पञ्चाशकवृत्तावभयदेवसूरयः । ટીકાર્ચ -
શ્રદ્ધાનાં ...તિ ચયાત્ શ્રાવકોને=દર્શનશ્રાવકોને, સમ્યક્તનું મુખ્યપણું હોવાથી તપનું ગૌણપણું હોવાને કારણે આ=ભક્તિ, સત્ત્વનું અંગ છે= પ્રધાન એવા સત્ત્વના અંગીભૂત છે= સખ્યત્ત્વના ફળ વડે જ ફળવાન છે, એ પ્રમાણે ભાવ છે. કેમ કે ફળવાતની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ પ્રકારનો થાય છે. વિશેષાર્થ:
દર્શનશ્રાવક એ સમ્યગ્દષ્ટિ છે, તેથી તેમનો મુખ્ય ગુણ સમ્યક્ત છે; કેમ કે સમ્યક્તને જ કારણે તેઓ દર્શનશ્રાવક કહેવાય છે. સમ્યક્તના અસ્તિત્વને કારણે તેઓમાં ભગવાનની ભક્તિરૂપ તપગુણ પ્રગટે