________________
S૪
પ્રતિમાશતક/બ્લોક: ૧૦-૧૧ “સુલૂસ... મથTIકો’ || પંચાશક-૧/૪ની સાક્ષી આપી, તેનો અર્થ આ પ્રમાણે છે -
શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચમાં નિયમ છે, અને વ્રતના સ્વીકારમાં ભજના છે=સમ્યક્ત હોતે છતે વ્રતો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય, પરંતુ શુશ્રષા, ધર્મરાગ અને ગુરુ-દેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચ નક્કી હોય.
‘શામ દાનિં પ્રેક્ષામદે’ | એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, પૂર્વપક્ષીએ શ્વેતાંબર સંપ્રદાયને જે આપત્તિ આપી તેમાં કાંઈપણ હાનિ અમે જોતા નથી અર્થાત્ ઈષ્ટાપત્તિ છે એમ ગ્રંથકાર કહે છે. વિશેષાર્થ:
ગ્લૅક-૪૮માં સ્થાપન કર્યું એ રીતે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે, એ પ્રકારનો દોષ પૂર્વપક્ષી શ્લોકના પૂર્વાર્ધમાં આપે છે, અને તેમાં મુક્તિ આપે છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાન પ્રત્યે અભંગ ભક્તિ હોય છે, તેઓને અવિરતિ હોવાથી વૈયાવચ્ચ સંભવે નહિ; આમ છતાં શ્વેતાંબર મત પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે.
તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે=અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની જે તું આપત્તિ આપે છે, તે તારી વાત સાચી છે, પરંતુ અનંતાનુબંધીના ક્ષયોપશમથી અવિરત સમ્યગ્દષ્ટિમાં વૈયાવચ્ચરૂપ તપ સ્વીકારવામાં અમને કોઈ બાધ દેખાતો નથી; કેમ કે “સુસૂસ ...' ઈત્યાદિ પંચાશક-૧ ૪ની ગાથા મુજબ અવિરત સમ્યગ્દષ્ટિને પોતાની સમાધિ પ્રમાણે વૈયાવચ્ચ સ્વીકારેલી છે. આમ કહીને ગ્રંથકાર પૂર્વપક્ષી-લુપાક પ્રત્યે કટાક્ષ કરતાં કહે છે કે, અમને તારામાં નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેમ અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવામાં હાનિ દેખાતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, લુપાકમાં શાસ્ત્રીય પદાર્થને જોવા માટેની નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેથી શાસ્ત્રવચનોને તે યથાસ્થાને જોડતો નથી. તે આ રીતે -
શાસ્ત્રમાં અનંતાનુબંધીને ચારિત્રમોહનીયની પ્રકૃતિ કહી છે, અને સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ ગુણ પણ કહ્યો છે. તેથી જો પૂર્વપક્ષીની નિર્મળ બુદ્ધિ હોય તો શાસ્ત્રવચનોને યથાસ્થાને જોડવા પ્રયત્ન કરે. પરંતુ નિર્મળબુદ્ધિ નહિ હોવાને કારણે જ પોતાના પક્ષ પ્રત્યે પક્ષપાતથી જુએ છે, તેથી જ ભગવાનની પૂજામાં તેને આરંભ-સમારંભ માત્ર દેખાય છે, પરંતુ ભગવાનની પૂજાથી થતા લાભને જોતો નથી અને શાસ્ત્રવચનોને પણ સમ્ય જોવા પ્રયત્ન કરતો નથી. પણ અવતરણિકા:
'तथा सति तेषां चारित्रलेशसम्भवेऽविरतत्वानुपपत्तिरेव बाधिका' इत्यत्राह - અવતરણિયાર્થ:
તેમ હોતે છતે પૂર્વશ્લોક-૫૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવાનની ભક્તિ વૈયાવચ્ચ હોવાથી તપ માનશો તો ચોથા ગુણસ્થાનકે વૈયાવચ્ચ માનવાનો પ્રસંગ આવશે. તેના સમાધાનરૂપે સિદ્ધાંતકારે કહ્યું