________________
ઉપર
પ્રતિમાશતક | શ્લોક ૪૯-૫૦ ચેત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને મુનિના વાગ્યરૂપે ગ્રહણ આ રીતે પ્રાપ્ત થાય-ચૈત્યના પ્રયોજનને મુનિઓ તપ-સંયમ દ્વારા પ્રાપ્ત કરે છે. તેથી મુનિ, ચૈત્યપદથી વાચ્ય બને છે અને તે સ્વીકારવાથી ચૈત્યની પૂજ્યતાની સિદ્ધિ થાય છે, કેમ કે ચૈત્ય=જિનપ્રતિમા, તેની ભક્તિનું પ્રયોજન મુનિ તપ-સંયમ દ્વારા કરે છે. તેથી ચૈત્ય શબ્દથી જિનપ્રતિમા પૂજ્ય છે, તે સિદ્ધ થાય છે, અને પ્રશ્નવ્યાકરણમાં અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યાર્થ પદથી મુનિને ગ્રહણ કરી શકાય, પરંતુ તેમ સ્વીકારવાથી પણ લુપાકના પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. અવતરણિકા:
निश्चितार्थेऽनुपपत्तिमाशङ्क्य निराकरोति - અવતરણિતાર્થ - .
નિશ્ચિત અર્થમાં અનુપપતિની આશંકા કરીને નિરાકરણ કરે છે – વિશેષાર્થ:
શ્લોક-૪૮માં સ્થાપન કર્યું કે, બધી પણ ભગવાનની ભક્તિ વૈયાવચ્ચરૂપ હોવાને કારણે તપ છે, એ રૂપ નિશ્ચિત અર્થમાં અનુપપત્તિની આશંકા કરીને ગ્રંથકારશ્રી અહીં તેનું નિરાકરણ કરે છે. અહીં અનુપપત્તિ એ છે કે, સમ્યગ્દષ્ટિને ભગવદ્ભક્તિ અવશ્ય હોય છે, અને તેમને અવિરતિનો ઉદય હોવાથી વિરતિરૂપ તપ હોતો નથી. તેથી અવિરત સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિમાં વૈયાવચ્ચરૂપ તપની અનુપપત્તિની આશંકા કરીને તેનું નિરાકરણ કરે છે – શ્લોક :
वैयावृत्त्यमथैवमापतति वस्तुर्ये गुणस्थानके, यस्माद्भक्तिरभङ्गुरा भगवतां तत्रापि पूजाविधौ । सत्यं दर्शनलक्षणेऽत्र विदितेऽनन्तानुबन्धिव्ययान्,
नो हानि त्वयि निर्मलां धियमिव प्रेक्षामहे कामपि ।।५०।। શ્લોકાર્ય :
આ રીતે શ્લોક-૪૮માં કહ્યું એ રીતે, તમને શ્વેતાંબરને, ચોથા ગુણસ્થાનકમાં વૈયાવચ્ચનો પ્રસંગ આવશે; જે કારણથી ત્યાં પણ ચોથા ગુણસ્થાનકમાં પણ, ભગવાનની પૂજાવિધિમાં અભંગુર=અભંગ, ભક્તિ વર્તે છે.
ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે - તારી વાત સાચી છે. અનંતાનુબંધીના વ્યયથી= ક્ષયોપશમથી, અહીં ચોથા ગુણસ્થાનકમાં, દર્શનના લક્ષણભૂત (વૈયાવચ્ચ) વિદિત પ્રસિદ્ધ, હોતે છતે, તારામાં નિર્મળ બુદ્ધિની (હાનિની) જેમ અમને કોઈપણ હાનિ દેખાતી નથી. પ૦