________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૯
उपसंहरति-इति=एवं, परः - कुमति:, परः शतानां गुणानां चैत्यशब्दनिर्देशप्रयुक्तानां प्रच्छादनाद् निह्नवात् पातकी= दुरितवान्, कान्दिशीको = भयद्रुतः सन् पृष्ठतः पुरतश्च दग्धां कां कां दिशं गच्छतु ? मिथ्याभिशङ्की न कुत्रापि गन्तुं समर्थ इति भावः ।
ટીકાર્ય :
930
ટીકા
‘૩પસંદરતિ’ ઉપસંહાર કરે છે=શ્લોક-૮માં ચૈત્યપદનો અર્થ પૂર્વપક્ષી જ્ઞાન કરે છે, તેનું નિરાકરણ કર્યું. ત્યાર પછી અનેક શાસ્ત્રોની યુક્તિઓથી પ્રતિમા શાસ્ત્રસંમત છે તેનું સ્થાપન કર્યું, અને તેના સમર્થનમાં શ્લોક-૪૮માં પ્રશ્વવ્યાકરણનો પાઠ આપ્યો. તેની પોતાની માન્યતાને અનુકૂળ એવી સંગતિ કરવા માટે ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કરીને પૂર્વપક્ષીએ યત્ન કર્યો, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ કર્યું. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરે છે
=
કૃતિ=i .... ભાવઃ । આ રીતે ચૈત્ય શબ્દના નિર્દેશથી પ્રયુક્ત સેંકડોથી પણ અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી પાતકી=દુરિતવાળો, કાંદિશીક=ભયથી દ્રુત=વિહ્વળ, થયો છતો, પર= કુમતિ=લુંપાક, આગળથી=શ્લોક-૮થી કહેલ કથનથી અને પાછળથી શ્લોક-૪૮-૪૯માં કહેલ કથનથી દગ્ધ થયેલી એવી કઈ દિશામાં જાય ? મિથ્યા અભિશંકાવાળો એવો તે ક્યાંય જવા માટે સમર્થ નથી, એ પ્રમાણે ભાવ છે.
∞ મૂળ શ્લોકમાં ‘કૃતિ’ શબ્દ છે, તે ‘Ë’ અર્થક છે. તેથી ટીકામાં કૃતિ=છ્યું, આ રીતે લેવું. ‘વં’નો અન્વય ‘પાતળી’ અને ‘હ્રાંતિશી' સાથે છે. અર્થાત્ આ રીતે લુંપાક પાતકી અને ભયભીત થયેલો કઈ કઈ દિશામાં જાય ? એમ અર્થ છે.
વિશેષાર્થ :
ચૈત્યશબ્દના નિર્દેશથી યુક્ત સેંકડોથી પણ અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી લુંપાક દુરિતવાળો છે, અને ઉ૫૨માં કહ્યું એ રીતે ગ્રંથકારે તેનું નિરાકરણ કર્યું તેથી ભયભીત થયેલા તેને પુરતઃ=પહેલાં શ્લોક૮માં ગ્રંથકારે પૂર્વપક્ષીના ચૈત્ય શબ્દના જ્ઞાન અર્થનું નિરાકરણ કર્યું એ રૂપ દિશા, અને પૃષ્ઠતા=પાછળથી નવી યુક્તિઓને સ્થાપન ક૨વાની શ્લોક-૪૯માં કહેલી દિશા, એ બંને દિશાઓ બળેલી પ્રાપ્ત થાય છે, તેથી કઈ દિશામાં જાય ? =મિથ્યા અભિશંકાવાળો એવો લુંપાક ક્યાંય જવા સમર્થ બનતો નથી. શાસ્ત્રમાં જો તેને મિથ્યા અભિશંકા ન હોત, પરંતુ સત્ય જાણવાની ઈચ્છા તેને હોત તો આટલા કથનથી તે અવશ્ય ચૈત્ય શબ્દથી જિનપ્રતિમાને સ્વીકારી લેત, પરંતુ તેને મિથ્યા શંકા હોવાને કારણેચૈત્ય શબ્દથી જિનપ્રતિમાને ગ્રહણ કરીએ તો જિનપ્રતિમાની પૂજામાં જે આરંભ-સમારંભ આદિની ક્રિયાઓ કરાય છે તે ધર્મરૂપ માની શકાય નહિ, આવી ખોટી શંકા હોવાને કારણે, તે ક્યાંય જવા માટે સમર્થ બનતો નથી=પૂર્વમાં બતાવેલ સઘળી યુક્તિઓને સ્વીકારવામાં અને નિરાક૨ણ ક૨વામાં સમર્થ બની શકતો નથી, અને કોઈ નવી યુક્તિઓ દ્વારા જિનપ્રતિમા વંદનીય નથી તે સ્થાપન કરવામાં પણ સમર્થ બની શકતો નથી, એ પ્રકારનો ભાવ છે.