________________
૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૯ થઈ શકે નહિ. તેથી જો હવે પ્રશ્નવ્યાકરણ ગ્રંથના સ્થાનમાં બાલ-વૃદ્ધાદિ મુનિ ગ્રહણ કર્યા, તેનાથી અતિરિક્ત મુનિનું પૂર્વપક્ષીને ચૈત્યપદથી વૈયાવચ્ચની સંગતિ માટે ગ્રહણ કરવું હોય, તો કઈ રીતે ગ્રહણ થઈ શકે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :
પૂર્વ સતિ ... યુક્વા આ પ્રમાણે હોતે છતે-ચૈત્યપદની જ્ઞાનાર્થતાની અપ્રસિદ્ધિ હોવાથી ઉપચારનો પણ અયોગ છે આ પ્રમાણે હોતે છતે, ચૈત્યાર્થ પદનું, ચૈત્ય છે પ્રયોજન જેને એવા મુનિમાં અર્થાતરસંક્રમિત વાચ્યપણાનું જ યુક્તપણું છે. તેમાં હેતુ કહે છે -
વૈદ્યકૃત્તાસંઘે .... સિદ્ધાન્તસિત્યાન્, ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત આ સર્વેમાં પણ તેણે પ્રયત્ન કર્યો છે. જે તપ-સંયમમાં ઉઘમવાળો છે. ઈત્યાદિ આવશ્યક નિર્યુક્તિ ગાથા-૧૧૦૧ના કથનથી તપ-સંયમનું ચૈત્યપ્રયોજનના પ્રયોજકપણાનું સિદ્ધાંત સિદ્ધપણું છે. વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ચૈત્યપદ જ્ઞાનાર્થ પ્રસિદ્ધ નથી, તેથી ચૈત્યપદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ શબ્દને અર્થાતર સંક્રમિત કરીને કથન કરવું યુક્ત છે. તેમ સ્વીકારીએ તો ચૈત્યની=જિનપ્રતિમાની, ભક્તિના પ્રયોજનવાળા મુનિ છે તેમ પ્રાપ્ત થાય.
તેથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્ય શબ્દનો અર્થ તો જિનપ્રતિમા સ્વીકારવો પડે. અને જિનપ્રતિમાની વૈયાવચ્ચના પ્રયોજનવાળા મુનિ છે, તેથી તેવા મુનિમાં ચૈત્યાર્થ પદનો અર્થ સંક્રમિત કરીને તેવા મુનિને ચૈત્યપદથી ગ્રહણ કરવામાં આવે તો, લંપાકને વિશ્રામણાદિરૂપ વૈયાવચ્ચની સંગતિ કરવી છે, તે મુનિમાં થઈ શકે. પરંતુ તેમ કરવાથી ચૈત્યપદથી તો જિનપ્રતિમા વાટ્યરૂપે સિદ્ધ થાય, અને મુનિ જિનપ્રતિમાની વૈયાવચ્ચના પ્રયોજનવાળા છે, એવો અર્થ સ્થાપન થાય. તેથી પ્રશ્નવ્યાકરણના સ્થાનમાં ચૈત્યપદથી પ્રસિદ્ધ એવી જિનપ્રતિમાનો લોપ લંપાક કરવા ઈચ્છે છે, તે થઈ શકે નહિ.
ચૈત્યાર્થ પદનું ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતર સંક્રમિત થઈને કથન યુક્ત કેમ છે? તેમાં ગ્રંથકાર યુક્તિ આપે છે કે, આવશ્યક નિર્યુક્તિ આદિ ગ્રંથમાં કહ્યું છે કે, જેણે તપ-સંયમમાં ઉદ્યમ કર્યો છે તેણે ચૈત્ય, કુલ, ગણ, સંઘ આદિ સર્વનાં કૃત્યો કર્યા છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્યના કૃત્યમાં સાક્ષાત્ ઉદ્યમ નહિ કરનાર હોવા છતાં તપ-સંયમના ઉદ્યમ દ્વારા ચૈત્યના કૃત્યમાં પણ મુનિ ઉદ્યમવાળા છે.
આનાથી એ ફલિત થાય છે કે, ચૈત્યના પ્રયોજનનું પ્રયોજક તપ-સંયમ છે; કેમ કે તપ-સંયમમાં ઉદ્યમ કર્યો તો ચૈત્યનું કૃત્ય પણ થઈ ગયું. તેથી આવશ્યકનિયુક્તિના કથનથી એ સિદ્ધ થયું કે, તપ-સંયમમાં ઉદ્યમ કરનારા મુનિ ચૈત્યના પ્રયોજનવાળા છે. માટે ચૈત્યપદના પ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ શબ્દનો અર્થ સંક્રમિત કરીને ચૈત્યપદથી મુનિનું ગ્રહણ થઈ શકે, પરંતુ ચૈત્યપદ જ્ઞાન અર્થમાં પ્રસિદ્ધ નહિ હોવાથી જ્ઞાનના આધાર એવા મુનિનું ચૈત્યપદથી ગ્રહણ થઈ શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.