________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯
चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए अ । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेणं ।। (आ. नि. १९०१)
इत्यादिना तपःसंयमयोः चैत्यप्रयोजनप्रयोजकत्वस्य सिद्धान्तसिद्धत्वात्, बालादिपदैकवाक्यतया चैत्यपदस्यैककार्यत्वसङ्गत्यैव ग्रहणौचित्यात् । ટીકાર્ચ -
ચૈત્યપન ..... માત્, ચૈત્યપદ વડે ઉક્ત અતિરિક્ત મુનિનું ગ્રહણ હોવાથી=પ્રશ્નવ્યાકરણમાં પ્રથમ કહેવાયેલ જે બાલાદિ મુનિ તેનાથી અતિરિક્ત મુનિનું ચૈત્યપદ વડે ગ્રહણ હોવાથી, અનુપપત્તિ તથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ચૈત્યપદની શાનાર્થતાનું અપ્રસિદ્ધપણું હોવાને કારણે ઉપચારનો પણ અયોગ છે.
“ચૈત્યનોતિરિ#મુનિદ્રદાત્રીનુપરિતિ વે? ન” આ કથનમાં ચૈત્યવી ..... પ્રદwવત્યા સુધી એક હેતુ છે, પરંતુ અનેક હેતુઓ નથી. પહેલાં ચૈત્યપન ..... નાનુપત્તિઃ એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ચૈત્યપદ જ્ઞાનાર્થ અપ્રસિદ્ધ છે, માટે મુનિમાં ઉપચાર ઘટે નહિ, એટલો જ હેતુ કહ્યો. પરંતુ ગ્રંથકારની બુદ્ધિમાં શાબ્દબોધની મર્યાદા ઉપસ્થિત થવાથી યાદ આવ્યું કે અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય પદથી મુનિને ગ્રહણ કરી શકાય. પરંતુ તે પણ યુક્ત નથી, તે સ્પષ્ટ કરવા માટે પહેલાં બતાવ્યું કે, જો તમારે મુનિને ગ્રહણ કરવા હોય તો અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ થઈ શકે, પરંતુ એ રીતે અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય પદથી મુનિને ગ્રહણ કરવામાં આવે તો બાલાદિ પદની સાથે ચૈત્યપદની એકવાતા થવાને કારણે પ્રશ્નવ્યાકરણમાં ચૈત્યપદનો બાલાદિ સાથે સમાસ હોવો જોઈએ. પરંતુ પ્રશ્નવ્યાકરણમાં તે પ્રકારે સમાસ કરેલ નથી. તેથી પ્રશ્નવ્યાકરણમાંથી તેવો અર્થ નીકળી શકે નહિ. તેથી ચૈત્યપદથી જિનપ્રતિમાને ગ્રહણ કરવી ઉચિત છે, પણ મુનિનું ગ્રહણ થાય નહિ. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, બાલ, ગ્લાન, વૃદ્ધ આદિ મુનિઓને તે તે શબ્દથી ગ્રહણ કર્યા, અને તે સિવાયના જે મુનિઓ છે, તેને ચૈત્ય શબ્દથી ગ્રહણ કરેલ છે. જોકે બધા મુનિઓ જ્ઞાનના આશ્રય છે; કેમ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, તેથી જ્યાં વિરતિ હોય ત્યાં તેનું કારણ જ્ઞાન અવશ્ય હોય, તો પણ બાલાદિને ગ્રહણ કર્યા પછી જે મુનિઓ તે તે શબ્દથી ગ્રહણ ન થયા હોય તેવા અવશિષ્ટ મુનિઓને ચૈત્ય શબ્દથી ગ્રહણ કરવા છે. અને તે પ્રમાણે ગ્રહણ કરીને વૈયાવચ્ચની સંગતિ કરીએ તો ચૈત્યપદનો જ્ઞાન અર્થ કરીને પણ વૈયાવચ્ચની સંગતિ થઈ શકે છે, આ પ્રકારનું પૂર્વપક્ષીએ સમાધાન કર્યું. તેના નિરાકરણ રૂપે ગ્રંથકાર કહે છે કે, ચૈત્યપદ જ્ઞાન અર્થમાં પ્રસિદ્ધ નથી. તેથી જ્ઞાનના અધિકરણ એવા મુનિમાં જ્ઞાનરૂપ ધર્મનો ઉપચાર કરીને ચૈત્યપદથી મુનિને ગ્રહણ કરી શકાય નહિ, પરંતુ ચૈત્ય શબ્દ જે અર્થમાં પ્રસિદ્ધ હોય તે અર્થ ગ્રહણ કરવો ઉચિત છે. ઉત્થાન :- .
પૂર્વમાં કહ્યું કે, ચૈત્યપદનો જ્ઞાન અર્થ પ્રસિદ્ધ નથી, તેથી ચૈત્યપદથી ઉપચાર દ્વારા પણ મુનિનું ગ્રહણ