________________
પ્રતિમાશતક | શ્લોક ૪૯,
ઉ૩૧ અહીં વિશેષ એ છે કે, પૂર્વમાં ચૈત્ય-શબ્દ-નિર્દેશ-પ્રયુક્ત સેંકડોથી અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી લુપાકને પાતકી કહ્યો, તેનો ભાવ એ છે કે શાસ્ત્રમાં ચૈત્ય શબ્દના નિર્દેશથી પ્રયુક્ત એવા અનેક ગુણો બતાવવામાં આવ્યા છે. ચૈત્યની પૂજા કરીને દ્રૌપદી આદિ અનેક જીવોએ પોતાના આત્મગુણોને ખીલવ્યા, એવા અનેક પ્રકારનાં શાસ્ત્રવચનો મળે છે, તે ચૈત્યશબ્દનિર્દેશપ્રયુક્ત ગુણો છે; અને તે સર્વ ગુણોનો લેપાક અપલાપ કરે છે, અને કહે છે કે, પ્રતિમાને નમસ્કાર કરવાથી તો જંઘાચારણ આદિને અતિચારની પ્રાપ્તિ થઈ, અને તે પ્રમાણે કહીને પ્રતિમાની પૂજા-ભક્તિ આદિથી થતા સર્વ ગુણોનું તે પ્રચ્છાદન કરે છે. તેથી શાસ્ત્રોના તાત્પર્યને છુપાવનાર હોવાથી તે પાતકી છે. ટીકા :
____ अत्र दग्धदिक्त्वेन पूर्वोत्तरपक्षद्वयाध्यवसानादतिशयोक्तिः ।।४९।। ટીકાર્ચ -
સત્ર .. મતિશયોક્તિ અહીં દગ્દદિક્ષપણાથી પૂર્વપક્ષ શ્લોક-૮થી વર્ણન કર્યું છે, અને ઉત્તરપક્ષ-શ્લોક-૪૮-૪૯માં વર્ણન કર્યું તે, બંનેનું અધ્યવસાન હોવાથી અતિશયોક્તિ છે. ૪૯ વિશેષાર્થ:
પ્રસ્તુત શ્લોકમાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંનેનું બળેલી દિશારૂપે અધ્યવસાન=કથન, કરેલ છે, તેથી અતિશયોક્તિ અલંકાર છે; કેમ કે અહીં દ્રવ્યથી આગળ કે પાછળ કોઈ દિશા બળેલી નથી. પરંતુ પૂર્વપક્ષી લંપાક તે બંને દિશાઓમાં વિચાર કરવા અસમર્થ છે, તેથી અતિશયોક્તિ કરીને ગ્રંથકાર કહે છે કે, લંપાકને બંને દિશાઓ બળેલી હોવાથી કઈ દિશામાં જવું એ પ્રમાણે તે વિહ્વળ થયેલો છે. કલા
: શ્લોક-૪ત્નો સંક્ષેપ સાર : પ્રથમ લુપાકે ચૈત્યપદનો જ્ઞાન અર્થ કર્યો, પરંતુ તેમ સ્વીકારવામાં પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રત્યક્ષથી તે ઘટતું નથી, તેમ બતાવીને પ્રત્યક્ષ બાધ બતાવ્યો. પછી લુપાકે બીજી રીતે અર્થ કર્યો અને કહ્યું કે, જ્ઞાનના અધિકારી મુનિ છે, તેથી ચૈત્યપદનો જ્ઞાન અર્થ કરીને મુનિમાં ઉપચાર કરીને ચૈત્યપદથી મુનિને ગ્રહણ કરીશું, તેથી વિશ્રામણાદિ વૈયાવચ્ચની સંગતિ થશે. તેનું ગ્રંથકારે પુનરુક્તિ દોષ બતાવીને નિરાકરણ કર્યું. તે પુનરુક્તિના નિવારણરૂપે પૂર્વપક્ષી કહે છે કે, ચૈત્યપદથી અમે બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરીશું, તેથી પુનરુક્તિ નહિ આવે. તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, ચૈત્યપદ જ્ઞાનાર્થ પ્રસિદ્ધ નથી, તેથી ઉપચાર કરીને ચૈત્યપદ દ્વારા મુનિને ગ્રહણ કરી શકાય નહિ. આમ છતાં ચૈત્યપદ દ્વારા મુનિને ગ્રહણ કરવા હોય તો અર્થાતરસંક્રમિત વાચ્યપણાથી મુનિને ગ્રહણ કરી શકાય, પરંતુ જ્ઞાન અર્થમાં ચૈત્યપદને ગ્રહણ કરીને ઉપચારથી મુનિને ગ્રહણ કરી શકાય નહિ. પરંતુ ગ્રંથકારને તે પણ માન્ય નથી, તેથી કહે છે કે, અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યાર્થ પદથી મુનિને ગ્રહણ કરીએ તો પણ પ્રશ્નવ્યાકરણના તે વચનોની સંગતિ બરાબર થાય નહિ. તેથી પ્રશ્નવ્યાકરણના કથનને સંગત કરવા માટે ચૈત્યપદથી જિનપ્રતિમાને ગ્રહણ કરવી ઉચિત છે.