________________
કચ્છ
પ્રતિમાશતક | શ્લોક : ૪૮-૪૯ કોઈના પણ વડે કરવું શક્ય નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુતમાં બીજો અર્થ ગ્રહણ ક૨વાનો છે. તે રીતે ‘સર્વદા’ શબ્દના પણ બે અર્થ થાય છે. પ્રથમ અર્થ, સર્વદા કરવું અશક્ય છે, પરંતુ ક્યારેક ક૨વું શક્ય છે. અને બીજો અર્થ, સર્વદા કરવું અશક્ય છે, એટલે કે ક્યારે પણ કરવું શક્ય નથી. અહીં બીજો અર્થ ગ્રહણ ક૨વાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે, કુલ, ગણ અને સંઘનું સર્વ વડે, સર્વદા, સામગ્મથી=પરિપૂર્ણ રીતે, અશનાદિ સંપાદન કરવું અશક્ય છે; કેમ કે કુલ, ગણ અને સંઘમાં અનેક વ્યક્તિ આવે છે. જેમ કુળમાં ચાંદ્રકુળ આદિ સમસ્ત કુળ ગૃહીત થાય છે, ગણથી અનેક કુળના સમુદાયરૂપ કોટિકાદિ ગણનું ગ્રહણ થાય છે અને સંઘથી ચતુર્વિધ સંઘનું ગ્રહણ થાય છે. અને તે સર્વની આહારાદિના સંપાદન દ્વારા પરિપૂર્ણ રીતે કોઈપણ વ્યક્તિ ક્યારે પણ વૈયાવચ્ચ કરી શકે નહિ. તેથી કુલ, ગણ, સંઘમાં પ્રત્યેનીકના નિવારણ રૂપે કે અન્ય ભક્તિ આદિ રૂપે તેઓમાં પ્રવૃત્તિ કરવી શક્ય છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, કુલ, ગણ અને સંઘાદિમાં અશનાદિના સંપાદન દ્વારા વૈયાવચ્ચનો બાધ આવતો હોવાથી પ્રત્યનીક આદિના નિવારણથી વૈયાવચ્ચ થાય છે એમ સ્વીકારી શકાય, પરંતુ અન્ય સ્થાનોમાં એમ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે -
ટીકાર્થ ઃ
यावद्बाधं. • કૃતિ વિ∞ ।। વળી થાવન્દ્વાધને પ્રમાણભૂત માનશો તો ઉભયત્ર કહેવું શક્ય છે. એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૪૮।।
વિશેષાર્થ :
જેમ કુલ-ગણ-સંઘાદિમાં આહારાદિ દ્વારા વૈયાવચ્ચનો બાધ આવવાને કારણે કુલ-ગણ-સંઘાદિનો ઉપષ્ટભક એવો અન્ય વ્યાપાર વૈયાવચ્ચ તરીકે ગ્રહણ ક૨વામાં પ્રામાણ્ય છે, તેની જેમ જિનપ્રતિમામાં પણ આહારાદિ દ્વારા વૈયાવચ્ચનો બાધ આવતો હોવાથી પ્રત્યેનીકના નિવારણ દ્વારા પ્રતિમાનું રક્ષણ કરવા રૂપે જિનપ્રતિમાના વૈયાવચ્ચને ગ્રહણ કરવામાં પણ પ્રામાણ્ય છે. તેથી કુલ, ગણ, સંઘાદિની જેમ જિનપ્રતિમામાં પણ આહારાદિથી અન્ય રીતે વૈયાવચ્ચના પ્રામાણ્યને સ્વીકારવું ઉચિત છે. II૪૮॥
અવતરણિકા :
अर्थान्तरवादमधिकृत्याह
-
અવતરણિકાર્ય :
અર્થાતરવાદને આશ્રયીને કહે છે=ચૈત્ય શબ્દનો પૂર્વપક્ષી જે અર્થાંતર કરે છે તે કથનને આશ્રયીને ગ્રંથકાર કહે છે
—