________________
૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૮ પ્રત્યેની ... ફના, યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેથી આ કુમારો અત્યંત તાડન કરાયા.
ઈત્યાદિમાં પ્રત્યેનીકના શત્રુના, નિવારણરૂપ ભક્તિવ્યાપારમાં પણ વૈયાવચ્ચ શબ્દપ્રયોગનું સૂત્રમાં દર્શન છે.
૦ મૂળ શ્લોકમાં નૈતન્યાશનાર્નિવ મનના કારણે વિતુ આ પ્રમાણે કહેલ છે. તેમાં ચાતુ પછી ‘તિ’ અધ્યાહાર છે, તેથી ટીકામાં ‘શાંતિ’ એ પ્રમાણે કહેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, વૈયાવચ્ચ અશનાદિથી જ થાય છે એમ નથી, પરંતુ ભક્તિ દ્વારા પણ થાય છે, અને તેની પુષ્ટિ ઉત્તરાધ્યયનના પાઠથી કરતાં બતાવ્યું કે, પ્રત્યનીકના નિવારણરૂપ ભક્તિવ્યાપારમાં પણ વૈયાવચ્ચ શબ્દનો પ્રયોગ દેખાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, અશનાદિ સંપાદનનું જ વૈયાવચ્ચપણું શાસ્ત્રમાં કહ્યું છે, ત્યાં અશનાદિમાં “આદિ' પદથી પાનકાદિની પ્રાપ્તિ થઈ શકે, પણ ભક્તિ આદિની થઈ ન શકે; કેમ કે “આદિ' પદ તત્સદશનું જ ગ્રહણ કરી શકે. તેના નિવારણ અર્થે કહે છે - ટીકાર્ય :
૧૨ ..... વિમાન્સિબાસા અશનાદિમાં ‘આદિ' પદથી ગ્રાહ્ય પાનકાદિ જ છે, એવું નથી, પરંતુ ભક્તિ આદિ પણ છે. આથી કરીને જતપસ્વીઓના તપોયોગ આદિ કાળમાં અશનાદિ સંપાદનનો અયોગ હોવાને કારણે ભક્તિ આદિને ઉચિત વિત્યવ્યાપારસંપાદનની સંભાવનાના અભિપ્રાયથી યોગવિભાગથી સમાસ છે. વિશેષાર્થ:
પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કેવો પુરુષ ત્રીજા વ્રતને આરાધે છે, એ પ્રકારના પાઠમાં યોગવિભાગથી સમાસ કરેલ છે.
આશય એ છે કે, પૂર્વમાં અત્યંત બાલ-દુર્બલ આદિનો એક સમાસ કર્યો, ત્યાં આહારાદિથી વૈયાવચ્ચે કરવાની છે. ત્યારપછી તપસ્વી-કુલ-ગણ-સંઘ અને ચૈત્યનો અલગ સમાસ કર્યો. તેનું કારણ એ છે કે તપસ્વી આદિના જ્યારે તપોયોગ આદિ ચાલતા હોય ત્યારે અશનાદિથી તેમની વૈયાવચ્ચ થઈ ન શકે; પરંતુ તપસ્વીઓની ભક્તિ આદિને ઉચિત નિત્યવ્યાપારના સંપાદનથી તેમની પડિલેહણાદિ, સેવા-સુશ્રુષા-વિશ્રામણા આદિથી, વૈયાવચ્ચનો સંભવ છે. તે અભિપ્રાયથી તવસ્સી આદિનો જુદો સમાસ કરેલ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી શૈક્ષ અને સાધર્મિકનો અત્યંત બાલાદિ કે તપસ્વી આદિ એ બંને પ્રકારના વિભાગમાંથી કોઈ એકમાં સમાવેશ ન કરતાં, સ્વતંત્ર વિભાગ કેમ કર્યો ? જો યોગવિભાગથી સમાસ કરેલ હોય તો જ્યાં આહારાદિથી વૈયાવચ્ચ થાય છે તેનો એક સમાસ કર્યો, અને જ્યાં અન્ય યોગસંપાદન દ્વારા