________________
૬૨૧
પ્રતિમાશતક શ્લોક : ૪૮
. અને અહીં અત્યંત બાલાદિના યોગવિભાગને બતાવવા અર્થે જુદો સમાસ કરીને બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, અત્યંત બાલાદિથી માંડીને ઉપાધ્યાય સુધી સર્વમાં અન્નપાનાદિથી વૈયાવચ્ચ કરવાની છે, અને તપસ્વી આદિની ભક્તિ આદિ ઉચિત પ્રવૃત્તિ દ્વારા વૈયાવચ્ચ કરવાની છે. અને ઉપદેશ રહસ્ય ગાથા-૩૪ માં જણાવ્યા પ્રમાણે ચેત્યની વૈયાવચ્ચ દ્રવ્યસ્તવરૂપ હોવાથી ઉત્સર્ગથી સાધુ કરે નહિ, પરંતુ અનુમોદના કરે છે તે જ તેનું સંપાદન છે; અને તેથી સાધુને ચૈત્યભક્તિ કરનારની અનુમોદના કરીને ચૈત્યની વૈયાવચ્ચ કરવાનો અધિકાર છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવાના આશયવાળો સાધુ જ અનિશ્ચિતપણે આચાર્યાદિ દસવિધની વૈયાવચ્ચ કરી શકે, એ પ્રકારનો ભાવ અહીં ભાસે છે. વિશેષ અર્થ બહુશ્રુત જાણે. ટીકાઃ
ननु चैत्यानि-जिनप्रतिमा इत्यत्र वृत्तिकृतोक्तम्, परं विचार्यमाणं न युक्तम्, अशनादिसम्पादनस्यैव वैयावृत्त्यस्योक्तत्वेन प्रतिमासु तदर्थस्यायोग्यत्वात्, अत आह-एतद्-वैयावृत्त्यं, अशनादिनैव=अशनादिसम्पादनेनैव, स्यादिति न, किन्तु भजनाद्वारापि=भक्तिद्वारेणापि, प्रत्यनीकनिवारणरूपे भक्तिव्यापारेऽपि “जक्खा हु वेयावडियं करेंति, तम्हा उ एए निहया कुमारा” (उत्तरा. अ. १२ श्लो. ३२) इत्यादौ वैयावृत्त्यशब्दप्रयोगस्य सूत्रे दर्शनात्, न च आदिपदग्राह्यं पानादिकमेव किन्तु भक्त्यादिकमपि, अत एव तपस्व्यादीनां तपोयोगप्रभृतिकालेऽशनादिसम्पादनस्यायोगात् भक्त्याधुचितनित्यव्यापारसम्पादनसम्भवाभिप्रायेण योगविभागात्समासः । बालादीनां शैक्षसाधर्मिकयोश्च कथञ्चित्तुल्यतयेति भावनीयम् । एतदेवाह-अन्यथोक्तवैपरीत्ये सद्यादेस्तदुदीरणे-वैयावृत्त्योच्चारे, पर:=कुमतिः, कथं न व्याकुलो व्यग्रः, स्यात् । कुलगणसङ्घानां सर्वेण सर्वदा सामग्र्येणाशनादिसम्पादनस्य कर्तुमशक्यत्वात्, यावद्बाधं प्रामाण्यं तूभयत्र वक्तुं शक्यमिति दिक् ।।४८।। ટીકાર્ય :
નનુ વૈચાનિ ...... અયોધત્વત્તિ, પૂર્વપક્ષીની શંકારૂપે શ્લોકના ઉત્તરાર્ધનું “નનું થી ઉત્થાન કરે છે -
વૃત્તિકાર વડે આમાં પ્રશ્નવ્યાકરણના પાઠમાં, ચૈત્યો-જિનપ્રતિમા, એ પ્રમાણે કહ્યું, પરંતુ તે રીતે વિચારાતું તે યુક્ત નથી; કેમ કે, અશનાદિસંપાદનરૂપ વૈયાવચ્ચનું ઉક્તપણું હોવાથી પ્રતિમામાં તદર્થનું અશનાદિસંપાદનરૂપ અર્થતું, અયોગ્યપણું છે=અઘટનાનપણું છે.
અત Hદ - આથી કરીને પ્રશ્નવ્યાકરણના પાઠમાં વૃત્તિકારે ચૈત્યો=જિનપ્રતિમા, અર્થ કર્યો. પરંતુ તે રીતે વિચારાતું તે યુક્ત નથી. આથી કરીને, શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે -
તત્ .... માિરેછે, આ=વૈયાવચ્ચ, અશતાદિના સંપાદનથી થાય છે, એમ નથી; પરંતુ ભજના દ્વારા પણ ભક્તિ દ્વારા પણ થાય છે. તેમાં હેત કહે છે -