________________
૧૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ ટીકાર્ય :
વા=અથવા ઋત્તિ મારા “વા=અથવા અથવા વૈયાવચ્ચપણું હોવાને કારણે સ્વ-સ્વ અધિકારના ઔચિત્યથી કરાયેલ કૃત-કારિત-અનુમતિરૂપ સર્વ પણ ભગવાનની ભક્તિ તપ જ છે, અને તે રીતે=સર્વ પણ ભગવાનની ભક્તિ વૈયાવચ્ચ હોવાને કારણે તારૂપ છે તે રીતે, સોમિલ પ્રશ્નના ઉત્તરમાં તપપદથી યાત્રાનો સાક્ષાત્ ઉપદેશ જ છે, એ પ્રમાણે ભાવ છે. (તેથી સાધુની પ્રતિમાનતિ કપરૂપ સિદ્ધ હોવાથી સોમિલના પ્રશ્નના ઉત્તરમાં સાક્ષાત્ યાત્રાપદથી કથનરૂપે પ્રાપ્ત થાય છે.) ઉત્થાન
વૈયા .. સાદ – અહીં પ્રશ્ન થાય કે, આનું=પ્રતિમાનતિનું, વૈયાવચ્ચપણું કઈ રીતે માની શકાય ? તેથી કહે છે - ટીકાર્ચ -
દિકનિશ્ચિતમ્ ... 3 હિતમ્ ા પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં ચૈત્યાર્થે વૈયાવચ્ચ સ્પષ્ટ લિશ્ચિત કહેલ છે.
છે “વૈયાવૃતિયા” ત્તિ આ પદ શ્લોકના પ્રતિકરૂપ છે.
૦ શ્લોકમાં ‘વ’ શબ્દ “અથવા અર્થમાં છે, તે પૂર્વ શ્લોકની સાથે વિકલ્પાંતર બતાવવા માટે છે. પૂર્વશ્લોકમાં સોમિલના પ્રશ્નના ઉત્તરમાં પ્રતિમાનતિ ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું. હવે ‘અથવા’ કહીને બીજી રીતે સાક્ષાત્ આદેશથી પ્રાપ્તિ પણ આ શ્લોકમાં કહે છે.
| ‘સ્વાધિકારવિત્યેન' પદ પછી ‘વૈયાવૃજ્યતિયા' એ પદ હોવાની સંભાવના છે. વિશેષાર્થ :
સાધુ-શ્રાવકને પોતપોતાની ભૂમિકા પ્રમાણે તે તે પ્રકારની ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જેમ શ્રાવકને દ્રવ્યસ્તવનો અધિકાર પ્રાપ્ત થયો છે અને ભગવાનની ચૈત્યવંદના કરવારૂપ ભાવસ્તવનો પણ અધિકાર પ્રાપ્ત થયો છે, અને તે પ્રમાણે શ્રાવક ભગવાનની ભક્તિ કરે તો તે તપરૂપ બને છે. અને સાધુવેશને ગ્રહણ કર્યા પછી સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવારૂપ અધિકાર સાધુને પ્રાપ્ત થયો નથી, તેથી દ્રવ્યસ્તવનો અનધિકારી સાધુ ભગવાનની પુષ્પાદિથી ભક્તિ કરે, તો તે દ્રવ્યસ્તવ ભગવાનની ભક્તિરૂપ બને નહિ. પરંતુ તેવા કોઈ સંયોગમાં શાસનપ્રભાવનાદિનો વિશિષ્ટ લાભ દેખાતો હોય તો તેવી ભક્તિ કરવાનો અધિકાર સાધુને પ્રાપ્ત થતો હોય, અને તે અધિકાર પ્રમાણે સાધુ દ્રવ્યસ્તવ કરે તો તે તપરૂપ બની શકે. જેમ વજસ્વામીએ પુષ્ટ આલંબને પુષ્પોથી જિનભક્તિ કરીને શાસનપ્રભાવના કરેલ.
આ રીતે પોતાના અધિકારના ઔચિત્યથી કરાયેલ ભગવાનની ભક્તિ તપરૂપ છે, અને સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને તપ-સંયમરૂપ યાત્રા કહેલ છે, તેથી તપપદ દ્વારા ભગવાનની ભક્તિ પણ