________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૭–૪૮
૧૫
એ કથન એવંભૂત નયનો અર્થ છે; કેમ કે એવંભૂત નય માને છે કે કાર્યકાળમાં કારણ હોય જ છે. તેથી ભગવાનમાં તપ-સંયમનું કાર્ય છે, તેથી તપ-સંયમ છે. તપ-સંયમનું કાર્ય વીતરાગતા છે અને વીતરાગતા ભગવાનમાં છે, માટે તપ-સંયમ ભગવાનમાં છે જ. જ્યાં કાર્ય નથી ત્યાં કારણ પણ નથી જ, પ્રમાણે એવંભૂત નય માને છે; કેમ કે જે કા૨ણ કાર્યને કરતું ન હોય તે કા૨ણ એવંભૂત નયના મતે કારણ નથી. તેથી વીતરાગ સિવાય અન્યમાં એવંભૂત નય યાત્રા માને નહિ.
અહીં પ્રશ્ન થાય કે તો પછી જેટલી સામગ્રીથી યતના થાય છે તેટલી યાત્રા છે, એમ કહ્યું, ત્યાં, યતિઆશ્રમને ઉચિત સર્વયોગવિષયક યતનામાં યાત્રાપદનો પ્રયોગ કેમ થયો ? તેથી કહે છે –
પહેલાં કહેવાયેલ અર્થ, શબ્દ અને સમભિરૂઢ નયને માન્ય છે; કારણ કે, શબ્દ અને સમભિરૂઢ નય યાત્રાશબ્દની વ્યુત્પત્તિથી પ્રાપ્ત અર્થ જ્યાં ઉપલબ્ધ થતો હોય ત્યાં યાત્રાપદનો પ્રયોગ કરે છે. તેથી સર્વ સંયમ યતનામાં તે યાત્રા કહે છે, એ પ્રમાણે વિવેચકો કહે છે.
અહીં વિશેષ એ છે કે, પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજય મહારાજાએ સામાચારી પ્રકરણમાં સામાચારીનો અર્થ કરતાં કહ્યું કે, એવંભૂત નય કર્મબંધરૂપ સાવઘનો જ્યાં અભાવ હોય ત્યાં સામાચારી સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જ્યાં સામાચા૨ીનું કાર્ય હોય ત્યાં જ તે સામાચારી સ્વીકારે છે, અને તેના કારણ તરીકે કુર્વદ્પત્વને જ તે સ્વીકારે છે. તે રીતે પ્રસ્તુતમાં તપ-સંયમનું કાર્ય વીતરાગતા આદિ છે, તેથી એવંભૂત નય ભગવાનમાં તપ-સંયમનું પણ કેવલજ્ઞાન અવસ્થામાં કુર્વપત્વ સ્વીકારે છે.
વળી સામાચા૨ી પ્રકરણમાં સમભિરૂઢ નય અપ્રમત્તમુનિને સામાચારી સ્વીકારે છે, જ્યારે શબ્દનય પ્રમત્ત સંયતને પણ સામાચારી સ્વીકારે છે, એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રમત્ત સંયત પણ સામાચારી આચરે છે. તેથી શબ્દનયના મતમાં પ્રમત્ત સંયતને સામાચારી છે, જ્યારે પ્રમત્ત સંયતમાં પ્રમત્તતારૂપ અતિચાર હોવાને કારણે સમભિરૂઢ નય સામાચારી સ્વીકારતો નથી, સમભિરૂઢ નય અપ્રમત્ત સંયતની સમ્યગ્ આચરણાને સામાચારી રૂપે સ્વીકારે છે. આમ, પ્રમત્ત-અપ્રમત્ત બંનેમાં કર્મના અસંબંધની પ્રાપ્તિરૂપ સામાચારીનું ફળ નથી, છતાં શબ્દ અને સમભિરૂઢ નય સામાચારી સ્વીકારે છે; તે રીતે પ્રસ્તુતમાં શબ્દનયના મતે પ્રમત્ત સંયત તપ-સંયમની જે આચરણાઓ કરે છે તે યાત્રાપદાર્થ છે, અને અપ્રમત્તસંયત તપ-સંયમમાં જે યત્ન કરે છે તે સમભિરૂઢ નયના મતે યાત્રાપદાર્થ છે. આમ પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયતમાં યાત્રાનું કાર્ય જે વીતરાગતા આદિ ફળ છે, તે નથી, તો પણ શબ્દ અને સમભિરૂઢ નય ત્યાં યાત્રા સ્વીકારે છે, એ પ્રકારનો ભાવ સામાચા૨ી પ્રકરણના કથનના બળથી અહીં ભાસે છે. તત્ત્વ બહુશ્રુત વિચારે. II૪૭ના
અવતરણિકા :
साक्षादादेशगतिमप्याह -
અવતરણિકાર્ય :
સાક્ષાત્ આદેશગતિને પણ
કહે છે
.