________________
પ્રતિમાશતક, શ્લોક : ૪૬
પ૮૯ ૦ સુઝુલાવંડા મુદ્રિત પુસ્તકમાં પાઠ છે, ત્યાં પ્રત્યંતરમાં ઉરછામવંડા પાઠ છે, અને પુર શબ્દ સુધા અર્થમાં વપરાયેલો છે.
અને ત્યાં ઘણા મદ્યપાનકોને મધના પ્યાલાઓને એકઠા કરે છે અને આખો દિવસ તે મદ્યપાનકોને સાફ કરે છે. અન્યદા તે ઉચ્છિષ્ટને સાફ કરતી તેણીએ મધને પીતા લોકોને અને પુદ્ગલને=માંસને ખાતા લોકોને જોઈને ત્યારે તેણીને મધ-માંસ ઉપર દોહલો ઉત્પન્ન થયો. યાવત્ તે બહુ મદ્યપાનકોને તથા નડ, નટ્ટ, ચારણ, ભાટ, ઉડુ, ચેટ, તસ્કર આ બધા રૂપ અસદશ જાતિથી ત્યાગ કરાયેલ ખુર, શીર્ષ, પૂંછ, કાન અને અસ્થિગત ઉચ્છિષ્ટ તે વિલૂરખંડને અર્થાત્ તે માંસના ખંડને ખાવા માટે પ્રવૃત્ત થઈ. ત્યારે તે જ ઉચ્છિષ્ટ કોડિયામાં રહેલા જે કાંઈ નાભિના મધ્યમાં વિપક્વ માંસ તેને જ આસ્વાદન કરવા માટે પ્રવૃત્ત થઈ. ત્યારે જે ઉચ્છિષ્ટ કોડિયામાં રહેલા જે કાંઈ નાભિના મધ્યમાં વિપક્વ માંસ તેને જ આસ્વાદન કરવા માટે પ્રવૃત્ત થઈ.
૦ નડ, નટ્ટ અલગ અલગ નટ જાતિવિશેષ છે. વિતૂરફંડ નો માંસના ટુકડા અર્થ ભાસે છે.
છે દી માં નો અર્થ નાભિના મધ્યમાં અર્થાત્ ઉચ્છિષ્ટ કોડિયાના મધ્યભાગમાં રહેલ એવો અર્થ ભાસે છે.
અને આ પ્રમાણે કેટલાક દિવસો અતિક્રમ થવાથી મઘ-માંસના ઉપર તેણીને દઢ ગૃદ્ધિ ઉત્પન્ન થઈ, ત્યારે તે જ રસવણિકના ઘરથી કાંઈ પણ કાંસાના પાત્ર, દૂષ્ય (વસ્ત્ર), ધનના સમૂહને ચોરીને અન્યત્ર વેચીને મધ-માંસને ખાય છે, તે પ્રમાણે તે રસવણિકે જાણ્યું અને રાજાને કહ્યું. રાજાએ પણ વધ્યા તરીકે (વધ માટે) આદિષ્ટ કરી અને તે રાજકુળમાં હે ગૌતમ ! આ કુળધર્મ છે, જે આ પ્રમાણે -
જે કોઈ ગર્ભવતી નારી અપરાધદોષથી તે યાવત્ પ્રસૂતિ ન પામે ત્યાં સુધી વ્યાપાદન કરાવી ન જોઈએ, અને તે વિનિયુક્ત ગણિ માતંગો વડે પોતાના ઘરમાં લઈ જઈને યાવત્ પ્રસૂતિ સમય સુધી નિયંત્રિત રક્ષણ કરાવી જોઈએ.
હવે અન્યદા તે હરિકેશ જાતિવાળા હિસક વડે લઈ જવાઈ. અને કાળક્રમથી તે સાવદ્યાચાર્યના જીવને તેણીએ પુત્રરૂપે જન્મ આપ્યો. ત્યાર પછી પ્રસૂતિમાત્રથી જ મરણભયથી આકુળ એવી તે, હે ગૌતમ ! તે બાળકને છોડીને એક દિશામાં જઈને ભાગી ગઈ અને તે પાપીઓ વડે જણાયું કે તે પાપિણી નાસી ગઈ છે, અને ચાંડાલાધિપતિએ રાજાને કહ્યું, જે આ પ્રમાણે -
હે દેવ ! કદલીગર્ભની ઉપમાવાળા બાળકને છોડીને તે દુરાચારિણી ભાગી ગઈ છે. રાજાએ પ્રત્યુત્તર આપ્યો, ભલે તે ગઈ તો જવા દો, તે બાળકની સારસંભાળ કરજો. સર્વથા તે પ્રમાણે કરવું જેમ તે બાળક મૃત્યુ ન પામે, અને આ પાંચ હજાર દ્રવ્યના સમૂહને ગ્રહણ કરો. ત્યાર પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાનો પુત્ર પાલન કરાયો.
અન્યદા કાળક્રમ વડે તે પાપકર્મી ચાંડાલાધિપતિ મૃત્યુ પામ્યો ત્યારે રાજાએ તે બાળકને વારસદાર બનાવ્યો, (વરસાર નો અર્થ ઘરનો વારસદાર સમજવો.) અને પાંચસો ચાંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં ચાંડાલોના અધિપતિપદે રહેલો છતો તે તેવા પ્રકારનાં ન કરવા યોગ્ય કાર્યો કરીને, હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવ સાતમી નારકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. આ પ્રમાણે તે સાવધાચાર્યનો જીવ ત્યાં અર્થાત્ સાતમી નરકમાં ઘોર, પ્રચંડ, રુદ્ર, સુદારુણ દુઃખને તેત્રીસ સાગરોપમ સુધી મહાક્લેશ વડે અનુભવીને અહીં આવેલો છતો