________________
પ૯૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ અનેષણાત્રદોષિત ગોચરી, કરે છે, કોઈ ઠેકાણે લીલી વનસ્પતિનો સંઘટ્ટ કરે છે, કોઈ ઠેકાણે બીજને ચાંપે છે, કોઈ ઠેકાણે કીડી આદિ ત્રસ જીવોના સંઘટ્ટન, પરિતાપન, ઉપમઈનાદિનો સંભવ છે, કોઈ વાર બેઠા પ્રતિક્રમણ કરે છે, કોઈ વાર ચાર કાળનો સ્વાધ્યાય કરતા નથી જ. કોઈ વાર માત્રક, પાત્ર, ઉપકરણનું વિધિ વડે ઉભયકાળ પ્રક્ષણ, પ્રમાર્જન, પડિલેહણ, પ્રસ્ફોટન સમ્યફ કરતા નથી. ઘણું કહેવાથી શું ? હે ગૌતમ ! કેટલું કહેવું ?
દ્વાદશાંગી મહાશ્રુતસ્કંધના બહુ સેંકડો ભંગના સંઘટ્ટનથી જ્યાં=જે સંયમમાં, અઢાર હજાર શીલાંગોનું, સત્તર પ્રકારના સંયમોનું, બાર પ્રકારના બાહ્ય અને અત્યંતર તપનું, યાવત્ સમાદિ-અહિંસાદિ લક્ષણ એવા દશવિધ અણગારધર્મનું એક એક પદ જ સુબહુ પણ કાળ વડે સ્થિર પરિચિત કરવા દ્વારા, દુઃખે કરીને નિરતિચાર પરિપાલન કરીને, જે આ સર્વ યથાભણિત છે તે નિરતિચાર અનુષ્ઠાન કરવું જોઈએ. એ પ્રકારે સંસ્મરણ કરીને તે ગચ્છાધિપતિ વડે વિચારાયું, જે આ પ્રમાણે –
વિપ્રમુક્ત=છૂટા મુકાયેલા, તે દુષ્ટ શિષ્યો મારા અનાભોગનિમિત્તક સુબહુ અસંયમને કરશે, અને તે સર્વત્ર અસંયમ મારા સંબંધી થશે, જે કારણથી હું તેમનો ગુરુ છું. તેથી હું તેઓની પાછળ જઈને પ્રતિજાગરણ કરું, જેથી હું આ સ્થાનમાં=પોતાના શિષ્યો અસંયમથી તીર્થયાત્રામાં જાય છે એ સ્થાનમાં, પ્રાયશ્ચિત્ત વડે સંબંધ ન પામું. આ પ્રમાણે વિકલ્પ કરીને તે આચાર્ય તેઓની પાછળ ગયા, યાવતું તેમના વડે આચાર્ય વડે, અસંયમથી જતા શિષ્યો જોવાયા.
૦ યુદ્ધમાં યંગ રિ - ક્રોધિત થયેલા કૃતાંતથી પ્રેરાયેલા એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, તે શિષ્યો ઉપર કૃતાંત ક્રોધિત થયેલ છે, તેથી જ તેનાથી પ્રેરાઈને વિનાશના કારણભૂત તીર્થયાત્રાએ તેઓ ગયા.
વિશેષાર્થ :
(૯) વિં વહુOTI? જો ! વિત્તિયં મદિઃ ?'
આ જે દોષો બતાવ્યા તે બધી ઉત્તર ગુણોની વિરાધના છે, તો પણ ગુણિયલ ગુરુની ઉપેક્ષા કરીને તીર્થયાત્રાના આશયથી ઉત્તર ગુણોની વિરાધના કરવી તે તેઓની પ્રવૃત્તિ અજ્ઞાનમૂલક અને અવિચારકમૂલક હોવાને કારણે મિથ્યાત્વનું પણ કારણ બને છે, અને તેથી જ દીર્ઘ સંસારનું તે કારણ બને છે. જ્યારે સંવિજ્ઞપાક્ષિક ઉત્તર ગુણની વિરાધના કરે છે, ત્યારે પણ તે વિરાધનાને વિરાધનારૂપે જાણે છે, અને પોતાની તે પ્રમાદકૃત પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિરૂપે જાણતો નથી, અને આથી જ બીજાઓને તે પ્રવૃત્તિનું ભ્રમ ન થાય તે રીતે તેઓ પ્રરૂપણા પણ સમ્યગુ કરે છે. જ્યારે આ શિષ્યોને તે અસંયમની પ્રવૃત્તિનું અજ્ઞાન હોવાને કારણે, પોતે તીર્થયાત્રા માટે જાય છે અને તે ઉચિત પ્રવૃત્તિ છે તેવો ભ્રમ વર્તે છે, તેથી મિથ્યાત્વપોષક જ તે પરિણામ છે.
(७) 'ताहं तेसिं पिट्ठीए गंतूणं पडिजागरामि'
પૂર્વમાં જ્યારે શિષ્યોએ તીર્થયાત્રાએ જવા માટે અનુજ્ઞા માંગી ત્યારે ગુરુએ કહ્યું કે, મહાસંઘયાત્રાનો ઉત્સવ પૂરો થશે પછી હું તમને તીર્થયાત્રા કરાવીશ. હવે જ્યારે શિષ્યો આજ્ઞાનિરપેક્ષ તીર્થયાત્રા માટે જવા