________________
go3
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬
(૯) પણ પુ ..... વાયબ્બે | આ પ્રકારે વળી તીર્થંકરનો આદેશ છે, તે આ પ્રમાણે -
આત્મહિત કરવું જોઈએ, જો શક્ય હોય તો પરહિત પણ કરવું જોઈએ, આત્મહિત અને પરહિતમાં આત્મહિત જ કરવું જોઈએ.
આશય એ છે કે તીર્થકરોનો આદેશ આત્મહિત કરવું જોઈએ એ નિશ્ચય-વ્યવહાર ઉભયને સંમત છે, અને જો શક્ય હોય તો પરહિત પણ કરવું જોઈએ, તે વ્યવહાપ્રધાન વચન છે. વળી, આત્મહિત અને પરહિત એ બેમાંથી કોઈ એકની જ નિષ્પત્તિ થતી હોય તો આત્મહિત જ કરવું જોઈએ ? એ વ્યવહારપ્રધાન વચન છે. એ પ્રમાણે વિચારીને તે આચાર્ય શિષ્યોની ઉપેક્ષા કરીને પોતાનું અંતરંગ વીર્ય સંયમમાં ઉસ્થિત થાય તેના માટે ભગવાનની આજ્ઞાનું સમાલોચન કરે છે. તથા શિષ્યોના વિષયમાં પોતાને મળેલી નિષ્ફળતાને કારણે પોતાને ઉદ્વેગ આદિ ન થાય, તેને જ દઢ કરવા માટે નિશ્ચયથી બીજી વિચારણા કરે છે, તે આ પ્રમાણે -
(૧૦) પત્તે ..... હવેગ્ગી | આ શિષ્યો તપ-સંયમની ક્રિયા કરશે તો એમનું જ શ્રેય થશે, અને જો નહિ કરે તો એમનું જ અનુત્તર દુર્ગતિગમન થશે. આ રીતે નિશ્ચયની વિચારણા કર્યા પછી પોતાને ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી ઉચિત વ્યવહારને અવલંબીને વિચારે છે –
વરં ..... માનિ ! કેવલ તો પણ મને ગ૭ સોંપવામાં આવ્યો છે, અને હું ગચ્છાધિપતિ કહેવાઉં છું. આ પ્રકારની વિચારણાથી એ ફલિત થાય છે કે, ખરેખર જીવે પોતાના આત્મહિત માટે જ સુદઢ યત્ન કરવો જોઈએ, તો પણ પોતાને જ્યારે ગચ્છ સમર્પિત કરાયો છે અને પોતે ગચ્છાધિપતિ છે, તેથી પોતાના ગચ્છમાં રહેલા શિષ્યોના હિતની ઉપેક્ષા કરવી પણ ઉચિત નથી. આમ છતાં, સ્વપરિણામમાં ક્લેશ ન થાય તેની અત્યંત જાગૃતિપૂર્વક શિષ્યોના હિતમાં પ્રયત્ન કરવો જોઈએ, તેના માટે જ પ્રસ્તુત શાસ્ત્રનું સ્મરણ શ્રી વજાચાર્ય કરે છે.
× ૨ – ‘ને તિલ્થ રેટિં માવંતઢિ છત્તીસ મારિયાને અને બીજી વિચારણા કરે છે, જેમાં પોતે આચાર્યના પરિપૂર્ણ ગુણથી યુક્ત છે તે વિચારે છે, અને તે લોકના પ્રદર્શનરૂપે નથી, અને પરંતુ પદાર્થના સમ્યગું સમાલોચનરૂપે કરે છે. પોતે પૂર્ણ ગુણયુક્ત હોવા છતાં તેમનું કહેલું શિષ્યો ન કરે તો શું કરવું જોઈએ, તે વિચારવા અર્થે આચાર્ય વિચારે છે –
(૧૧) તા રિત ... ઉદાર | તે કારણથી આવા પ્રકારના ગુણયુક્તનું પણ=પૂર્વમાં વર્ણન કરાયેલા એવા ગુણયુક્ત આચાર્યનું પણ, કહેલું તેઓ કરતા નથી, તો હું એમને પૂર્વમાં જે વેશ આપેલો છે, તે પાછો લઈ લઉં.
અહીં વિશેષ એ ભાસે છે કે, જ્યારે પાંચસો શિષ્યમાં એક શિષ્યનો વેશ ગુરુએ ગ્રહણ કર્યો, ત્યારે અન્ય શિષ્યો વેશ આપવાની વૃત્તિવાળા ન હતા, તેમ જ પોતાની પ્રવૃત્તિને છોડવાની વૃત્તિવાળા પણ ન હતા, તે જ તેમનો અસંયમમાં પ્રવર્તન કરવાનો પરિણામ દુરંત સંસારનું કારણ બન્યો. પરંતુ તે બધાએ ભેગા