________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૬૦૧
अत्तहियपरहियाणं, अत्तहियं चेव कायव्वं ।। १२२ ।। अन्नं च जइ - एते "तवसंजमकिरियं अणुपालिहिंति, तओ एएसिं चेव सेयं होही जइ ण करेहिंति तओ एएसिं चेव दिग्गइगमणमुत्तरं हवेज्जा । णवरं तहावि मम गच्छो समप्पिओ । गच्छाहिवई अहयं भणामि । अन्नं च- 'जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसआयरियगुणे समाइट्ठे, तेसिं तु अहयं एक्कमविणाइक्कमामि, जइवि पाणोवरमं हविज्जा जं चागमे इहपरलोगविरुद्धं तं णाचरामिण कारयामि, ण कज्माणं समणुजाणामि । "ता एरिसगुणजुत्तस्सवि जइ भणियं न करेंति ताऽहमिमेसिं वेसग्गहणं उद्दालेमि एवं च समए पन्नतीतं जहा- 'जे केइ साहु वा साहुणी वा वायामित्तेणवि असंजममणुचिट्ठेज्जा, `से णं सारेज्जा, वारेज्जा, चोएज्जा, पडिचोएज्जा । से णं सारेज्जंते वा वारेज्जंते वा चोएज्जंते वा पडिचोइज्जंते वा, जे णं तं वयणमवमन्निय अलसायमाणेइ वा अभिनिविट्ठेइ वा ण तहत्ति पडिवज्झइ, इत्थं पउंज्जित्ताणं तत्थ णो पडिक्कमेज्जा से णं तस्स वेसग्गहणं उद्दालेज्जा ।'
ટીકાર્ય :
તાદે ગોયમા ! ..... વાયવ્યું ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય વડે જણાયું, જે આ પ્રમાણે - નિશ્ચયથી=નક્કી, ઉન્માર્ગમાં પ્રસ્થિત=રહેલા, સર્વ પ્રકારે જ આ પાપમતિવાળા દુષ્ટ શિષ્યો છે, તેથી શા માટે હું આમની પાછળ મીઠા વચનને કરતો અને જતો, સૂકી જળ વગરની નદીમાં ઉદ્યમ કરું ? ‘આ લોકો દશ દિશારૂપ દશ દ્વાર વડે જાઓ, હું તો વળી આત્મહિતને જ આચરી લઉં. શું મારું બીજાથી કરાયેલા સુમહંત=મોટા, પણ પુણ્યભારથી=પુણ્યના સમુદાયથી, થોડું પણ કાંઈ પરિત્રાણ=રક્ષણ, થશે ? સ્વપરાક્રમથી જ આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે મારે ભવોદધિ તરવો જોઈએ. વળી આ તીર્થંકરનો આદેશ છે, જે આ પ્રમાણે -
આત્મહિત કરવું, જો શક્ય હોય તો પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આત્મહિત જ કરવું. अन्नं च जइ ઉદ્દાત્તેમ્ના | અને બીજું જો ૧°આ શિષ્યો તપ-સંયમક્રિયાને આચરશે તો એમનું જ શ્રેય: થશે, જો નહિ આચરે તો એમનું જ અનુત્તર દુર્ગતિગમન થશે. પરંતુ તો પણ મને ગચ્છ સમર્પિત થયેલો છે, હું ગચ્છાધિપતિ કહેવાઉં છું અને બીજું જે તીર્થંકર ભગવંત વડે આચાર્યના છત્રીશ ગુણો કહેવાયા છે, જોકે પ્રાણનાશ થાય તો પણ તેમાંના એક પણ ગુણને હું ઉલ્લંઘતો નથી. અને આગમમાં જે ઈહલોક-પરલોક વિરુદ્ધ છે, તેને હું આચરતો નથી, આચરણ કરાવતો નથી અને આચરણ કરતાની અનુમોદના પણ કરતો નથી. તેથી આવા પ્રકારના ગુણયુક્તનું પણ જો ભણિત=કહેવાયેલ, તેઓ કરતા નથી, તો હું આમના વેશગ્રહણને=સાધુવેશ સ્વીકાર્યો છે તેને, ઉતારી લઉં. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેવાયેલ છે, જે આ પ્રમાણે -
.....
જે કોઈ સાધુ અથવા સાધ્વી વચનમાત્રથી પણ અસંયમને આચરે તેની સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરવી જોઈએ. અને તે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરતાં જેઓ તે વચનની અવજ્ઞા કરીને આળસ કરતા અને આગ્રહી થતા તહત્તિથી સ્વીકાર ન કરે, અને આ પ્રકારે પ્રવૃત્તિ કરતાં ત્યાં પ્રતિક્રમણ=પાપનું પ્રાયશ્ચિત્ત, ન કરે તો તેના ગ્રહણ કરેલા વેશને ઉતારી લેવો જોઈએ.
૧૦, ૧૧ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૬૦૩
૧૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૬૦૪