________________
GOG
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ટીકાર્ચ -
યુવનય વિમાવવE Iકુવલયપ્રભ અને વજમુનીશના આ ચરિત્રયુગ્મને સાંભળીને યુક્તિવાળું એવું અમારું જે ઉક્ત કથન, તેના વિભાવકો એવા તમે, કુમતિ વડે જનિત એવા મતિવિભ્રમને છોડો. વિશેષાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સાવઘાચાર્યના કથનમાં કહ્યું કે, “પિ નિના7યે તથાપિ સાવઝ્મવુિં એ પ્રકારનો પ્રયોગ જ બતાવે છે કે, સર્વ ચૈત્ય સાવદ્ય નથી, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં પણ અવિધિથી તીર્થયાત્રાનો નિષેધ છે, એમ પોતે કહ્યું, તે સર્વ કથન યુક્તિવાળું છે. તેવા યુક્તિવાળા ઉક્ત=કહેવાયેલા અમારા કથનને વિચારનારાઓ, જેઓ લુપાકના વચનને સાંભળીને દ્રવ્યસ્તવ અકરણીય છે, એવા મતિવિભ્રમને ધારણ કરે છે, આમ છતાં તત્ત્વની જિજ્ઞાસાથી સન્મુખ થયેલા છે, તેઓને ઉદ્દેશીને ગ્રંથકાર કહે છે કે, લુપાકોની આ કુમતિ છે, તેનાથી જ તમને આ વિભ્રમ થયેલો છે, તેથી આ મતિવિભ્રમને તમે દૂર કરો. ઉત્થાન :
પૂર્વમાં સાવદ્યાચાર્ય અને વજાચાર્ય બંને દૃષ્ટાંતનું જે તાત્પર્ય હતું તેને સ્પષ્ટ કરેલ છે, તો પણ પ્રસ્તુત કથનને સાંભળીને કોઈકને જિજ્ઞાસા થાય કે, બંને દૃષ્ટાંતોમાં શેના નિષેધનું તાત્પર્ય છે ? તેથી સંક્ષેપથી તે બતાવે છે - ટીકા :___प्रथमे ह्यनधिकारिकर्तृकत्वविशिष्टचैत्यप्रवृत्त्यननुमोदने तात्पर्यम् । द्वितीये चाविधियात्रानिषेध इति न च यात्रायामेवासंयमाभिधानात् तन्मात्रनिषेधः, स्वस्थानावधिकतीर्थप्राप्तिफलकव्यापाररूपायास्तस्या निषेधे संयतसार्थेन तनिषेधापत्त्या असंयतसार्थेन तनिषेधस्य फलितत्वात् । ટીકાર્ચ -
પ્રથમે .... વિથિયાત્રા નિવેધ તિ પ્રથમમાં કુવલયપ્રભાચાર્યના દાંતમાં, અનધિકારિકકત્વથી વિશિષ્ટ રીત્યપ્રવૃત્તિના અનુમોદનમાં તાત્પર્ય છે, અને બીજામાં વાચાર્યના દષ્ટાંતમાં, અવિધિપાત્રાના નિષેધમાં તાત્પર્ય છે. “તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
કુવલયપ્રભાચાર્ય અને વજાચાર્યના દષ્ટાંતનું તાત્પર્ય શું છે, તે સંક્ષેપથી કહે છે - કુવલયપ્રભાચાર્યના દૃષ્ટાંતમાં ચૈત્યવાસી અનધિકારી કર્યા છે, અને અનધિકારી કર્તા છે જેને એવી અનધિકારિકર્તક ચૈત્યપ્રવૃત્તિ છે, અને અનધિકારિકર્તુત્વ ચૈત્યપ્રવૃત્તિમાં છે. તેથી અનધિકારિકર્તુત્વથી વિશિષ્ટ ચૈત્યપ્રવૃત્તિ થઈ, તેના અનનુમોદનમાં=અનુમોદનાના નિષેધમાં, નિષેધનું તાત્પર્ય છે.