________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
GOG સારસંભાળ કરનાર કોઈ નથી, તેથી ચૈત્યનો નાશ ન થાય, આથી અમારે અસંયમનો સ્વીકાર કરવો પડે છે, એ પ્રકાસ્ની અપુષ્ટ આલંબનરૂપ અવ્યવચ્છિત્તિ છે. આ રીતે અપુષ્ટ આલંબન લઈને તેઓ ચૈત્યભક્તિ ઈત્યાદિ કરે છે, તે અકૃત્યનું સેવન કરે છે; કેમ કે સાધુઓને પુષ્ટાલંબન વિના દ્રવ્યસ્તવનો નિષેધ છે. વિશેષાર્થ:- *
વજાચાર્યના દૃષ્ટાંતમાં તીર્થયાત્રાનો નિષેધ કરેલ છે અને આવશ્યક સૂત્રની ગાથામાં ચૈત્યભક્તિનો નિષેધ કરેલ છે, છતાં એ બેનું યોજન ‘સતાવ” થી કરેલ છે. તેનો ભાવ એ છે કે, વજાચાર્યના દૃષ્ટાંતમાં શિષ્યો અસંયમપૂર્વક તીર્થયાત્રા કરવા જાય છે, એ અસંયમરૂપ હોવાથી નિષેધ કરેલ છે. તે જ રીતે પુષ્ટ આલંબનને છોડીને સાધુને ચૈત્યભક્તિ અસંયમરૂપ હોવાથી આવશ્યકમાં તેનો નિષેધ કરેલ છે. તેથી જેમ વજાચાર્યના દૃષ્ટાંતમાં અસંયમરૂપ તીર્થયાત્રાનો નિષેધ છે, એ જ કારણે આવશ્યકમાં પણ ચૈત્યવાસીઓની અસંયમરૂપ ચૈત્યભક્તિનો નિષેધ કરેલ છે. ટીકા -
तस्मादावश्यकमहानिशीथायेकवाक्यतया साधुलिङ्गस्यैव चैत्यभक्तिर्निषिद्धा, श्राद्धानां तु शतशो विहितैवेति श्रद्धेयम् ।। ४६।। ટીકાર્ય :
તસ્માત્ ..... શ્રદ્ધેયમ્ ૪દ્દા તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે, વાચાર્યના દષ્ટાંતમાં અસંયમપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ ફલિત થાય છે, અને તેની પુષ્ટિ માટે મહાનિશીથની સાક્ષી બતાવીને કહ્યું કે, ચૈત્યવાસીઓની કદાલંબડીભૂત ચૈત્યભક્તિનો જ આવશ્યકમાં નિષેધ કરેલ છે તે કારણથી, આવશ્યક અને મહાનિશીથાદિ શાસ્ત્રોની એકવાક્યતા હોવાને કારણે સાધુલિંગવાળાની જ ચૈત્યભક્તિ નિષિદ્ધ છે, વળી શ્રાવકોને સેંકડો વાર (ચત્યભક્તિ) વિહિત જ છે, એ પ્રકારે શ્રદ્ધેય છે. I૪૬ વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, આવશ્યક નિર્યુક્તિમાં પણ કદાલંબનીભૂત ચૈત્યભક્તિનો નિષેધ છે, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં પણ અસંયમપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ છે, તેથી આવશ્યક અને મહાનિશીથાદિ શાસ્ત્રની એકવાક્યતા પ્રાપ્ત થાય છે. તેનાથી એ નક્કી થાય છે કે, સાધુલિંગવાળાની જ ચૈત્યભક્તિનો નિષેધ છે, શ્રાવકોને તો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે ચૈત્યભક્તિ કરવાનાં વિધાનો પ્રાપ્ત થાય છે. માટે જેઓ આગમને પ્રમાણરૂપ માનતા હોય તેઓને ભગવાનની ભક્તિ કરવી તે શ્રાવકનું કર્તવ્ય છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ. IIકા