________________
ઉ૧૨
પ્રતિમાશતક/ બ્લોકઃ ૪૭ આશય એ છે કે, શુકપરિવ્રાજકના પ્રશ્નમાં થાવચ્ચપુત્ર અને સોમિલના પ્રશ્નમાં ભગવાને જે ઉત્તર આપ્યો, તે સર્વ સાધુને માટે મુખ્યાર્થરૂપ યાત્રા પદાર્થ છે અને તે પ્રશ્નોના ઉત્તરમાં થાવગ્ગાપુત્ર અને ભગવાને તપ-સંયમરૂપ જ યાત્રા પદાર્થ કહેલ છે. તેથી મુખ્યાર્થ વડે પ્રસિદ્ધ એવો વ્યવહાર કહેવાયેલાથી બાકીના ગુણોને બતાવે છે, તે નિયમ પ્રમાણે, સાક્ષાત્ શબ્દોથી મુખ્યાર્થ રૂપે ભગવાને તપ-સંયમરૂપ યાત્રા પદાર્થ કહેલ હોવા છતાં તપ-સંયમની વૃદ્ધિના કારણભૂત એવા બિંબને નમસ્કાર પણ અર્થથી ત્યાં પ્રાપ્ત થાય છે; કેમ કે, મુખ્યાર્થ શબ્દપ્રયોગથી જે કથન કર્યું હોય તેનાથી ઉક્ત અવશિષ્ટ ગુણોનો પણ=કહેવાયેલાથી બાકીના ગુણોનો પણ, બોધ થાય છે. માટે તપ-સંયમ જેમ રત્નત્રયીની વૃદ્ધિનાં કારણ છે, તેમ પ્રતિમાને નમસ્કાર પણ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ હોવાથી અર્થથી તેનું પણ કથન થઈ જાય છે. માટે પૂર્વપક્ષી કહે છે કે, શુકપરિવ્રાજકના પ્રશ્નમાં થાવગ્સાપુત્રે સાક્ષાત્ પ્રતિમાનતિ કહેલ નથી, માટે સાધુ પ્રતિમાને નમસ્કાર કરે તે ઉચિત નથી, તે વચન તેમના મોહનો આવેશ છે; કેમ કે, જેટલી સમગ્રપણાથી યતના થાય તેટલા સમગ્રપણાથી યાત્રા પદાર્થ છે.
આશય એ છે કે, સંયમને અનુકૂળ એવી યાતના જે જે પ્રવૃત્તિથી થઈ શકે છે, તે સર્વ યાત્રા પદાર્થ છે. તેથી જેમ તપ-સંયમમાં યત્નથી સંયમની વૃદ્ધિ થાય છે, તેમ પ્રતિમાને નમસ્કાર કરવાથી પણ સાધુના તપસંયમની યતના થાય છે. માટે “યાત્રા” શબ્દથી જેમ તપ-સંયમનું ગ્રહણ થાય છે, તેમ અર્થથી સંયમની વૃદ્ધિને અનુકૂળ એવી પ્રતિમાનતિ પણ ગ્રહણ થઈ જાય છે.
ત' ધાતુમાંથી યાત્રા શબ્દ બનેલ છે, સાધુની જેટલી આચરણારૂપ સામગ્રીથી આત્મામાં યતનાનો પરિણામ પેદા થાય છે=આત્મભાવના રક્ષણને અનુકૂળ યત્નરૂપ યતનાનો પરિણામ પેદા થાય છે, તેટલી સંયમીને માટે યાત્રા છે. તેથી સંયમીને જે જે ઉચિત આચરણા છે, તે સર્વ યાત્રાપદથી વાચ્ય છે.
પૂર્વમાં સિદ્ધ કરેલ કે, ચારણમુનિઓ નંદીશ્વર આદિ દ્વીપમાં પ્રતિમાને નમસ્કાર માટે જાય છે અને ગૌતમસ્વામી પણ અષ્ટાપદ ઉપર તીર્થનતિ માટે ગયેલ છે, તેથી પ્રતિમાનતિ-તીર્થનતિ એ સાધુને ઉચિત આચરણારૂપ છે, તેથી તે યાત્રાપદથી વાચ્ય છે. માટે પ્રતિમાનતિ એ સાધુને યાત્રા નથી, એમ કહેવું તે મોહનો પ્રલાપ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, જેટલી સામગ્રીની યતના થાય છે તેટલી યાત્રા મૃત છે, તેને જ દઢ કરવા માટે સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે જવાબ આપ્યો છે, તેમાં યાત્રા પદાર્થ ક્યાં પર્યવસિત થાય છે, તે બતાવતાં કહે છે – ટીકાઃ
तथा च - "किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तव-णियम-संजम-सज्झाय-ज्झाणावस्सयमाईसु जोएसु जयणा" (से तं जत्ता) इत्यत्रादिपदस्वरसात् यत्याश्रमोचितयोगमात्रयतनायां यात्राफ्दार्थः पर्यवसितो लभ्यते, यथा परेषां 'यज्ञेन' इत्यादि सूत्रं शतपथविहितकर्मवृन्दोपलक्षकम् ।