________________
ઉ૦૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્યવાસીઓ ચૈત્યદ્રવ્યનો સીધો ઉપભોગ કરતા હતા તેવું ન હતું, પરંતુ તેઓ સાધુવેશમાં હતા તેથી ચૈત્યપ્રવૃત્તિ કરવાના અનધિકારી છે. તેઓ સાધુવેશમાં હતા તેથી જ સાવઘાચાર્યે તેમને આગમની વાચના આપેલ. તેથી તેઓ સાધુના વેશમાં હોવાથી ચૈત્યપ્રવૃત્તિ કરવાના અધિકારી નથી. તેથી અનધિકારીકર્તક ચૈત્યપ્રવૃત્તિની અનુમોદના કરવામાં આવે તો તે પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાથી અનુચિત પ્રવૃત્તિની અનુમોદનાનું પાપ અનુમોદના કરનારને લાગે.
વળી બીજા વજાચાર્યના દષ્ટાંતમાં તીર્થયાત્રાનો નિષેધ નથી, પરંતુ ગીતાર્થની નિશ્રા વગર ચારસો નવાણું શિષ્યો તીર્થયાત્રા કરવા નીકળ્યા અને અસંયમમાં પડે છે, તે અવિધિયુક્ત તીર્થયાત્રાનો નિષેધ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, બીજા વજાચાર્યના દૃષ્ટાંતમાં અવિધિપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ છે, ત્યાં કોઈને શંકા થાય કે, વજાચાર્યે તો શિષ્યોને કહેલ કે યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે. તેથી તેમના વચનથી તો તીર્થયાત્રા અસંયમરૂપ છે, માટે પ્રતિમાને વંદન કરવું એ પાપનું કારણ છે, એવો અર્થ ફલિત થાય છે. તેના નિરાકરણરૂપે કહે છે –
ટીકાર્ય :
ન ગ ..... નિતાત્ ! અને યાત્રામાં જ અસંયમનું અભિધાન હોવાથી તમાત્રનો નિષેધ યાત્રામાત્રનો નિષેધ છે, એમ ન કહેવું. કેમ કે સ્વસ્થાનઅવધિક તીર્થપ્રાપ્તિફલક વ્યાપારરૂપ તેનાર તીર્થયાત્રાના, નિષેધમાં સંયતના સાર્થની સાથે તેના વિષેધનીeતીર્થયાત્રાના નિષેધની, આપત્તિ આવતી હોવાથી, અસંયત સાર્થની સાથે તેના વિષેધનું તીર્થયાત્રાના નિષેધનું, ફલિતપણું છે. વિશેષાર્થ :
પૂર્વમાં વજાચાર્યના દૃષ્ટાંતથી કહ્યું કે, “યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે' - એ કથનથી યાત્રામાં અસંયમનું અભિધાન છે, તેથી યાત્રામાત્રનો નિષેધ છે એમ ન કહેવું; કેમ કે તીર્થયાત્રા એ સ્વસ્થાનથી માંડીને તીર્થપ્રાપ્તિના ફળના વ્યાપારરૂપ છે, અને તેનો નિષેધ કરાયે છતે, જે સંયમીઓ સંયમના પાલનપૂર્વક પોતાના સ્થાનથી માંડીને તીર્થની પ્રાપ્તિ સુધી જાય છે, તે તીર્થયાત્રાના નિષેધની પ્રાપ્તિ થાય. પરંતુ તે ઈષ્ટ નથી; કેમ કે સંયમીઓ સંયમના પાલનપૂર્વક તીર્થયાત્રામાં જાય, એવું કથન શાસ્ત્રમાં અનેક સ્થાનોમાં ઉપલબ્ધ છે. આથી અસંયતના સાર્થની સાથે યાત્રાનિષેધનું ફલિતપણું છે. વજાચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તે તેઓ બધા અગીતાર્થ હતા તેથી ગીતાર્થ ગુરુને છોડીને તીર્થયાત્રાએ જાય તો અસંયતના સમુદાય સાથે તે યાત્રા થાય, અને તેનો નિષેધ જ તેમને કરવો હતો, તે ભાવ ફલિત થાય છે.