________________
પ૯૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ લાગ્યા, ત્યારે તે ઉત્સવને મૂકીને ગુરુ સ્વયં તેમની પાછળ જઈને પ્રતિજાગરણ કરવા તૈયાર થયા. આનું તાત્પર્ય એ છે કે પૂર્વમાં શિષ્યોએ જ્યારે તીર્થયાત્રા માટે જવાની અનુજ્ઞા માંગી, ત્યારે તીર્થયાત્રા માટે ઉત્સવ મૂકીને જવું ગુરુને ઉચિત ન લાગ્યું, તેથી કહ્યું કે આ ઉત્સવ પૂરો થશે પછી હું તમને યાત્રા કરાવીશ. પરંતુ શિષ્યોને શીધ્ર તીર્થયાત્રા જવાનો તીવ્ર પરિણામ હોવાને કારણે આજ્ઞાનિરપેક્ષપણે જ્યારે તેઓ ગયા, ત્યારે, શિષ્યોને અસંયમમાંથી બચાવવા તે પ્રસ્તુત ઉત્સવ પ્રસંગ કરતાં અધિક મહત્ત્વનું આચાર્યને લાગવાથી, તે શિષ્યોની પાછળ સારણા-વારણાદિ રૂપે પ્રતિજાગરણ કરવા અર્થે તેઓ જાય છે.
અહીં વિશેષ એ છે કે, જ્યાં સુધી શિષ્ય ગીતાર્થ ન થાય ત્યાં સુધી, ગીતાર્થની આજ્ઞાપાલનમાત્રની ઈચ્છા અગીતાર્થને હોઈ શકે, તે સિવાય તેમને કોઈ અન્ય ઈચ્છા હોય નહિ. આમ છતાં, આ શિષ્યોએ ઈચ્છાકારથી જ્યારે પોતાની તીર્થયાત્રા માટે જવાની ઈચ્છા અભિવ્યક્ત કરી, તે તેમની ક્ષતિ છે. આથી જ ગુણિયલ એવી તે સાધ્વીઓએ કોઈ ઈચ્છા અભિવ્યક્ત કરી નથી. ટીકા -
ताहे गो० ! सुमहुरमंजुलालावेणं भणिय तेणं गच्छाहिवइणा जहा - 'भो भो ! उत्तमकुलनिम्मलवंसविभूसणा ! अमुगअमुगाइमहासत्ता ! साहुपहपडिवन्नाणं पंचमहव्वयाहिट्ठियतणूणं महाभागाणं साहुसाहुणीणं चउवीसं सहस्साई थंडिलाणं सव्वदंसीहिं पन्नत्ताइं । ते य सुउवउत्तेहिं विसोहिज्जति ण उणं अन्नोवउत्तेहिं । ता किमेयं सुन्नासुन्नीए अणुवउत्तेहिं गम्मइ इच्छायारेहिं णं उवओगं देह अन्नं च इणमो-सुत्तत्थं किं तुम्हाणं विसुमरियं जं सारं सव्वपरमतत्ताणंजहा -'एगिदिबेइंदिए पाणी एगं सयमेव हत्थेण पाएण वा अनयरेण वा सलागाइअहिगरणभूओवगरणजाएणं जे णं केइ संघट्टेज्जा वा संघट्टावेज्जा वा एवं संघट्टियं वा परेहिं समणुजाणेज्जा से णं तं कम्मं जया उदिन्नं भवेज्जा तया जहा उच्छुखंडाइं जंते तहा निप्पीलिज्जमाणा छम्मासेणं खवेज्जा । एवं गाढे दुवालसेहिं संवच्छरेहि तं कम्मं वेदेज्जा । एवं अगाढपरियावणे वाससहस्सं गाढपरियावणे दसवाससहस्से । एवं अगाढकिलामणे वासलक्खं । गाढ किलामणे दसवासलक्खाइं । उद्दवणे वासकोडी, एवं तेइंदियाइसुपि णेयं । ता एवं च वियाणमाणा मा तुम्हे मुज्झहत्ति ।' एवं च गो० ! सुत्ताणुसारेणं सारयंतस्सवि तस्सायरियस्स ते महापावकम्मे गमगमहल्लफलेणं हल्लोहल्लीभूएणं तं आयरियाणं वयणं असेसपावकम्मट्ठदुक्खविमोयगं णो बहुं मन्नंत्ति ।। ટીકાર્ય :
તાદે જો !.... મન્ન તિ | ત્યારે તે ગૌતમ ! સુમધુર મંજુલ આલાપથી તે ગચ્છાધિપતિ વડે કહેવાયું, જે આ પ્રમાણે - ભો ! ભો ! ઉત્તમ કુળ અને નિર્મળ વંશના વિભૂષણ, અમુક અમુક નામથી મહાસત્ત્વવાળા, સાધુપંથ સ્વીકાર કરનારા, પાંચ મહાવ્રતથી અધિષ્ઠિત શરીરવાળા, મહાભાગ એવા સાધુ-સાધ્વીજી ભગવંતોને થંડિલના ૧૦૨૪ સ્થાનો સર્વદર્શી વડે કહેવાયાં છે, અને તે શ્રતમાં ઉપયુક્ત વડે વિશુદ્ધ કરાય છે, પરંતુ અન્યમાં ઉપયુક્ત વડે નહિ. તે કારણથી શૂન્ય-અશૂન્યપણાથી અનુપયુક્ત એવા તમારા વડે ઈચ્છાચારથી કેમ આમ જવાય છે ? તમે ઉપયોગ આપો. અને બીજું આ પ્રમાણે – જે સર્વ પરમતત્વના સારરૂપ છે, તે સૂત્રાર્થ શું તમારા વડે વિસ્મરણ થયો? જે આ પ્રમાણે -