________________
પ૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ અંતરદ્વીપમાં એક ઉરગજાતિ તરીકે ઉત્પન્ન થયો.
(વઢવિ વિનેસેf નો અર્થ મહાદ્દેશ વડે એવો ભાવ છે.)
ત્યાંથી મૃત્યુ પામીને તિર્યંચયોનિમાં પાડારૂપે ઉત્પન્ન થયો. ત્યાં પણ નરકનાં દુઃખ હોય તેના સરખાં નામવાળાં દુઃખોને છવીસ વર્ષ સુધી અનુભવીને, ત્યાર પછી તે ગૌતમ ! મૃત્યુ પામીને તે મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી તે સાવઘાચાર્યનો જીવ વાસુદેવપણામાં ગયો. ત્યાં પણ યથાઆયુષ્ય પરિપાલન કરીને અનેક સંગ્રામ, આરંભ અને પરિગ્રહના દોષથી મરીને સાતમી નરકમાં ગયો. ત્યાંથી પણ નીકળીને ઘણા લાંબા કાળે ગજકર્ણ નામે મનુષ્યજાતિવાળો થયો. ત્યાં પણ માંસાહારના દોષથી ક્રૂર અધ્યવસાય-મતિવાળો મરીને ફરી પણ સાતમી નરકમાં તે જ અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચમાં મહિષપણાથી ઉત્પન્ન થયો. ત્યાં પણ નરકની ઉપમાવાળાં દુઃખોને અનુભવીને મૃત્યુ પામ્યો છતો બાલવિધવા, કુલટા બ્રાહ્મણની પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. હવે અન્યદા નિષ્પન્ન અર્થાત્ તૈયાર થયેલા ગુપ્ત ગર્ભને નાશ કરવા અને પાડી નાંખવા માટે ક્ષાર ચૂર્ણ પ્રયોગના યોગના દોષને કારણે થયેલ અનેક વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, હલસ્વલંત (દુષ્ટ) કુષ્ટ વ્યાધિથી નીતરતો (પરૂ ઝરતો), સલસલ કરતા કૃમિના સમૂહથી ખવાતો, નરકની ઉપમાવાળા ઘોર દુઃખના નિવાસરૂપ ગર્ભાવાસથી, હે ગૌતમ ! તે સાવઘાચાર્યનો જીવ નીકળ્યો.
ત્યાર પછી સર્વ લોકો વડે નિદાતો, ગહ કરાતો, દુર્ગછા કરાતો, ખિસા કરાતો, સર્વલોકથી પરાભવ પામેલો, પાન-બાન-ભોગોપભોગથી રહિત, ગર્ભાવાસથી માંડીને જ વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી સંતપ્ત, સાતસો વર્ષ, બે મહિના, ચાર દિવસ સુધી યાવત્ જીવીને મૃત્યુ પામેલો છતો વાણવ્યંતરમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ફરી પણ ચાંડાલાધિપતિપણા વડે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ તે કર્મના દોષથી સાતમી નરકમાં ગયો. ત્યાંથી પણ નીકળીને તિર્યંચમાં કુંભારના ઘરમાં બળદપણામાં ઉત્પન્ન થયો. ત્યાં પણ ચક્ર, ગાડાં, હળમાં આવર્તન વડે રાતદિવસ ધોંસરીના ધારણ વડે પાકી જવાને કારણે ખાંધ કોહવાઈ ગઈ, અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા. ધોંસરી ધારણ કરવા માટે અસમર્થ ખાંધ જાણીને તે કુંભાર વડે પીઠથી ભાર વહન કરાવવા માટે આરંભ કરાયો. હવે અન્યદા કાળક્રમથી જેમ ખાંધ તેમ પીઠ પણ પાકી જવાથી કોહવાઈ ગઈ. તેમાં પણ કૃમિ ઉત્પન્ન થયા અને પીઠનું ચામડું સડીને નીકળી ગયું. તેથી અકિંચિકર નિપ્રયોજન છે, એ પ્રમાણે જાણીને, હે ગૌતમ ! તે કુંભાર વડે, સલસલતા કીડાઓથી ખવાતો બળદરૂપી સાવઘાચાર્યનો જીવ, છૂટો મૂકી દેવાયો. ત્યાર પછી છૂટો મુકાયેલો છતો પરિશટિત પૃષ્ઠચર્મવાળો ઘણા કાગડા, કૂતરા અને કૃમિઓના સમુદાયથી બહારથી અને અંદરથી વિનાશ કરાતો (બહારથી કાગડાકૂતરાં કોચી રહ્યાં છે, અંદરથી કૃમિઓ ખાય છે) ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરેલ છો અનેક વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યમાં મહાધન શ્રેષ્ઠિના ઘરમાં ઉત્પન્ન થયો, અને ત્યાં પણ વમન, વિરેચન, ખારાં, કડવાં, તીખાં, કષાયેલાં, ત્રિફલા, ગુગ્ગલના કાઢારૂપ ઔષધથી પીડા પામતો એવો, સિરાવેધાદિથી પ્રાપ્ત કરેલ નિત્ય કષ્ટવાળો, નિત્ય વિશોષણારૂપ અસાધ્ય અને અનુપશમ એવા ઘોર દારુણ દુઃખો વડે બળાતો એવો તેનો મનુષ્યજન્મ નિષ્ફળ ગયો.
૦ ળિવ્યવિસર્ટિ - અસાધ્ય અને અનુપશમ એવા વ્યાધિનાં ઘોર, દારુણ દુઃખો છે, અને તે શરીરને શોષનારાં છે અર્થાત્ શરીરને ધીરે ધીરે ક્ષીણ કરનારાં છે.
એ પ્રમાણે છે ગૌતમ ! તે સાવઘાચાર્યનો જીવ ચૌદ રાજલોકમાં જન્મ-મરણ વડે નિરંતર સુદીર્ઘ