________________
પ૨
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ જાણીને ભવવિરહને ઈચ્છનાર, હે ગૌતમ ! સારી રીતે જાણ્યો છે. શાસ્ત્રનો સાર જેણે એવા, ગચ્છાધિપતિ વડે સર્વથા સર્વ પ્રકારે સર્વ પરાક્રમમાં અત્યંત અપ્રમત્તપણાથી રહેવું જોઈએ, આ પ્રમાણે હું કહું છું. આ પ્રમાણે ઉપરોક્ત કથન ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે હું કહું છું. /રલી વિશેષાર્થ :
(૨૧) “નવલે નોTIણુવત્તી” - અહીં ભાગ્યના વશથી અને લોકની અનુવૃત્તિથી તીર્થકરની વંદના નિમિત્તે ગયો એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, અત્યાર સુધી ઉસૂત્રના ભાષણથી જે એનું પાપકર્મ વિદ્યમાન હતું, તે પૂરું થવાથી હવે તેનું સારું ભાગ્ય પ્રગટ થયું છે, અને તેના કારણે જ જેમ બીજા લોકો ભગવાનને વંદન કરવા જતા હતા, એ પ્રમાણે તેઓને જોઈને તેઓની અનુવૃત્તિથી એ પણ વંદન કરવા માટે ગયો. જ્યારે કોઈક જીવનું દુર્ભાગ્ય વર્તતું હોય અને લોક અનુવૃત્તિથી જ્યારે તીર્થંકર પાસે જાય ત્યારે તીર્થકરના વચનોનું શ્રવણ કરીને પણ તેમના પ્રત્યે પ્રષિ કે અનાદરાદિ ભાવ જ તેને થાય છે. પરંતુ સાવઘાચાર્યને તે દુર્ભાગ્ય કર્મ પૂરું થયેલું હોવાને કારણે તીર્થંકરનાં વચનો તેને પરિણામ પામે છે.
(૨૨) “સTIવવા વેવ ..... રિસિદ્ધતિ ”
અહીં વિશેષ એ છે કે, જિનશાસન સર્વત્ર અનેકાંત કહે છે, અને તે રીતે અપકાય-તેઉકાય અને મૈથુન એ ત્રણમાં પણ કોઈ સ્થાનવિશેષને આશ્રયીને અનેકાંત પણ છે. જેમ નદીમાંથી સાધુ ઊતરે છે ત્યારે અપકાયની વિરાધના થાય છે, વળી અપવાદિક આધાકર્માદિ ગોચરી ગ્રહણ કરે છે ત્યારે તેઉકાયની વિરાધના થાય છે, અને કોઈ સાધ્વીજી નદી ઊતરતાં હોય અને તે વખતે અચાનક પાણીમાં પડી જવાથી પૂર આવે તો તણાઈ જવાની સ્થિતિ પેદા થાય તે વખતે, તે સાધ્વીજીને નદીમાંથી બહાર કાઢી શકે તેવો અન્ય કોઈ ઉપાય વિદ્યમાન ન હોય, અને સાધુ ત્યાં હોય અને તે સાધ્વીજીને બચાવી શકે તેમ હોય, તો નદીમાં પડીને સાધ્વીજીને સ્પર્શ કરીને પણ બહાર કાઢે. આવા સ્થાનવિશેષમાં આ ત્રણમાં અપવાદ છે, તો પણ પાણી, અગ્નિ અને સ્ત્રીનો સંગ ગૃહસ્થજીવનનાં આ ત્રણ અંગો છે, અને તેથી ગૃહસ્થભાવના અત્યંત પરિહાર માટે સાધુએ આ ત્રણનો અત્યંત પરિહાર કરવો જોઈએ, એ બતાવવા માટે આ ત્રણને એકાંત વર્જનીય બતાવેલ છે. અને જે સ્થાનમાં અનેકાંત પ્રાપ્ત નથી તેવા સ્થાનમાં, પોતાની માનહાનિના રક્ષણ માટે સાવદ્યાચાર્યે જિનશાસન અનેકાંતમય છે એમ કહીને, તે સાધ્વીજીએ તેમને વંદન કરતી વખતે કરેલા સ્પર્શને નિર્દોષ સ્થાપન કરવા યત્ન કર્યો, તેથી તેમનું તે વચન ઉસૂત્રરૂપ બન્યું.
(૨૩) અત્યં ૨ કુત્તાફને .. ગામનો મviતસંસારી |
આનાથી એ ફલિત થાય છે કે, ભગવાનના વચનથી વિપરીત પ્રરૂપણા કરવાથી કે ભગવાનની આજ્ઞાથી વિપરીત નિઃશૂકતાથી પ્રવૃત્તિ કરવાથી પણ સંક્લેશની તરતમતાથી યાવતું અનંત સંસારની વૃદ્ધિ થઈ શકે છે; અને તે વખતે ભગવાનના વચન પ્રત્યેની જે ઉપેક્ષા વર્તે છે, તેના કારણે તત્ત્વના વિષયમાં મૂઢતા પેદા થાય તેવા પ્રકારનું દઢ દર્શનમોહનીયકર્મ બંધાય છે, જે અનુબંધ શક્તિથી યાવતુ અનંત સંસાર જીવને પરિભ્રમણ કરાવે છે. જોકે દર્શનમોહનીયકર્મ ઉત્કૃષ્ટ ૭૦ કોડા કોડી સાગરોપમથી અધિક બંધાતું નથી,