________________
પ૯૧
પ્રતિમાશતક | શ્લોક: ૪૬ અનંતકાળથી ભ્રમણ કરીને અપર વિદેહમાં મનુષ્યપણામાં ઉત્પન્ન થયો.
૦ ફુટીદાગંતવાનાગો અનંતકાળ પરિભ્રમણનો નાનો-મોટો હોય છે. અહીં સુદીર્ઘ એટલે મોટો અનંતકાળ પરિભ્રમણનો લેવાનો છે.
અને ત્યાં ભાગ્યના વશથી લોકની અનુવૃત્તિથી તીર્થકર ભગવંતને વંદન કરવા માટે ગયો, અને પ્રતિબોધ પામી પ્રવ્રજિત થયો, અને અહીં પાર્શ્વ નામના તેવીસમાં તીર્થંકરના કાળમાં સિદ્ધ થયો.
આ પ્રમાણે છે ગૌતમ ! સાવઘાચાર્યના જીવે તે પ્રાપ્ત કર્યું અર્થાત્ પૂર્વમાં વર્ણન કરાયું, એ પ્રમાણે, તે સાવઘાચાર્યના જીવ વડે તે અર્થાત્ દુઃખ પ્રાપ્ત કરાયું.
હે ભગવંત ! કયા નિમિત્તક તે સાવઘાચાર્ય વડે આવા પ્રકારના દુઃસહ, ઘોર, દારુણ, મહાદુઃખના સંનિપાતના સંઘટ્ટને આટલા કાળ સુધી અનુભવાયો ? અર્થાત્ દુઃખના આવી પડવારૂપ સંઘટ્ટ આટલા કાળ સુધી અનુભવાયો ?
ત્તિ પ્રશ્નના કથનની સમાપ્તિસૂચક છે. હે ગૌતમ ! તે કાળસમયે જે કહેવાયું, જે આ પ્રમાણે -
ઉત્સર્ગ અને અપવાદ વડે આગમ સ્થિત છે, એકાંત મિથ્યાત્વ છે, જિનેશ્વરની આજ્ઞા અનેકાંતમય છે. એ પ્રમાણે આ વચનનિમિત્તક દુઃખ અનુભવાયું.
હે ભગવંત ! શું ઉત્સર્ગ અને અપવાદ વડે આગમ સ્થિત નથી ? અને એકાંત પ્રજ્ઞાપનીય છે ?
હે ગૌતમ ! ઉત્સર્ગ અને અપવાદ વડે જ પ્રવચન સ્થિત છે, અને અનેકાંત પ્રજ્ઞાપનીય છે, એકાંત નહિ. પરંતુ અમુકાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ અને મૈથુનનું આસેવન - આ ત્રણે સ્થાનાંતરમાં એકાંતે એકાંતે એકાંતે, નિશ્ચયથી નિશ્ચયથી નિશ્ચયથી, અત્યંત, અત્યંત, અત્યંત સર્વથા સર્વ પ્રકારે આત્મહિતાર્થીને નિષિદ્ધ છે.
અહીં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં સન્માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ અને તેનાથી આજ્ઞાભંગ અને આજ્ઞાભંગથી અનંત સંસારી થાય છે.
હે ભગવંત! શું તે સાવઘાચાર્યે મૈથુન સેવ્યું હતું કે ન સેવ્યું હતું ? હે ગૌતમ ! પ્રતિસેવિત નથી અને અપ્રતિસેવિત નથી, પરંતુ પ્રતિસેવિત-અપ્રતિસેવિત હતું.
હે ભગવંત ! કયા અર્થથી આ પ્રમાણે કહો છો ? હે ગૌતમ ! જે તે આર્યા વડે તે કાળે ઉત્તમાંગ વડે પાદ સ્પર્શ કરાયા અને સ્પર્શ કરાતા પગો સંકોચાયા નહિ, એ અર્થથી મૈથુન પ્રતિસેવિત- અપ્રતિસેવિત છે, એ પ્રમાણે કહેવાયું છે.
હે ભગવંત ! આટલામાત્રથી પણ=આટલા ઉસૂત્રમાત્રથી પણ. આવા ઘોર દુઃખે કરીને મુક્ત કરી શકાય તેવા બદ્ધ સ્પષ્ટ નિકાચિત કર્મબંધ થયા ? હે ગૌતમ ! એ પ્રમાણે જ આ છે. અન્યથા નથી.
‘ત્તિ' શબ્દ ઉત્તરના કથનની સમાપ્તિઅર્થક છે.
હે ભગવંત ! તે સાવઘાચાર્ય વડે તીર્થંકર નામકર્મગોત્ર એકઠું કરેલું, એક ભવ અવશેષીકૃત=બાકી રહેલ, ભવોદધિ હતો, છતાં કેમ અનંત સંસાર ભ્રમણ કરવું પડ્યું ? હે ગૌતમ ! પોતાના પ્રમાદના દોષથી. તેથી આ