________________
પ૮૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ વિશેષાર્થ :
(૧૪) “તા વુિં અત્યં ગં ટોદી તેં મવડ”
જ્યારે ભગવાનનું વચન સ્મરણ થવાને કારણે સાવદ્યાચાર્યે તે ગાથા ગોપવી નહિ, અને અન્યથા પ્રરૂપણા કરી નહિ, ત્યારે તેમનામાં વર્તતો માનકષાય પ્રવૃત્તિ ન કરાવી શક્યો, પરંતુ ભગવાનનું વચન જ તે ગાથાને સમ્યગું પ્રરૂપણા કરવામાં પ્રવર્તાવી શક્યું. તે વખતે માન-કષાય છતાં પણ ભગવાનના વચનનો પક્ષપાત અધિક હોવાથી માર્ગાનુસારી પ્રવૃત્તિ તેઓ કરી શક્યા અને તે વખતે સંયમની પરિણતિ કાંઈક નિર્મળ થાય છે.
- આમ છતાં, જ્યારે તે ગાથાની પ્રરૂપણા કરી અને શિથિલાચારીઓએ તેમને મૂળગુણરહિત સ્થાપન કર્યા ત્યારે ફરી આલોકના અપયશના ભીરુ અને ખમત્સરવાળા તેઓ થયા, ત્યારે ફરી સંયમની મલિનતા થવા માંડી. આમ છતાં, ફરી તીર્થંકરનું વચન સ્મરણ કરીને તેઓ તે ગાથાનો વિપરીત અર્થ કરવા તૈયાર થયા નહિ, ત્યારે કાંઈક સંયમની વિશુદ્ધિ પણ તેમની જળવાય છે. અને આથી જ પોતાના પ્રમાદનું તેમને સ્મરણ થવાથી તે વિચારે છે કે, પ્રમાદને વશ થયેલો હું પાપી, અધમાધમ, હિનસત્ત્વવાળો, કાયર પુરુષ છું, અને અહીં પોતે સાધ્વીજીને વંદન વખતે જે પ્રમાદ કરેલો તે પ્રમાદનું સ્મરણ કરીને પોતે પ્રમાદગોચર છે, તે પ્રકારનો તેમણે વિચાર કરેલો હોવો જોઈએ. અને તેથી એ પ્રાપ્ત થાય કે, તે વખતે તેઓ પ્રમાદગોચર હતા, પાપી હતા, અધમાધમ હતા, હીનસત્ત્વવાળા હતા, કાયર પુરુષ હતા. અને તેથી જ સાધ્વીજીને તે કૃત્યથી નિવારણ કરવા માટે કે પોતાના અંગને સંકોચવા માટે કોઈ પ્રયત્ન કર્યો નહિ, અને તેથી જ આ મોટી આપત્તિ આવીને ઊભી થઈ.
અહીં વિશેષ એ છે કે, સાવદ્યાચાર્યને સાધ્વીજીના સ્પર્શ વખતનો પ્રસાદ યાદ આવવાથી તે પોતાને પાપી, અધમાધમ, હીન, કાયર આદિ શબ્દોથી કહે છે, એનો અર્થ એ નથી કે, ત્યારે તેઓ સર્વથા સંયમરહિત હતા. પરંતુ ત્યારે પોતે સંયમમાં પ્રમાદી થયા, એના સ્મરણથી પોતાના આત્માની નિંદા કરવા અર્થે તે તે શબ્દો દ્વારા પોતાની હીનતાને યાદ કરીને વર્તમાનમાં થયેલી આપત્તિના કારણરૂપ તે પોતાની હિનતા જ છે, તે પ્રમાણે તેઓ વિચારે છે.
(૧૫) “તારે રૂદનોફયાયમી”
ત્યારે આલોકના અપયશભીરુ એવા ખમત્સરવાળા તે સાવઘાચાર્ય થયા, એ કથનથી એપ્રાપ્ત થાય છે કે, યદ્યપિ શુદ્ધ પ્રરૂપણાના પરિણામવાળા હોવા છતાં આલોકના અપયશના ભીરુ થવાથી તેમના વચનમાં અસહિષ્ણુતા આવે છે, જ્યારે પૂર્વમાં ચૈત્યને સાવદ્ય કહ્યું, ત્યારે તે શિથિલાચારીઓએ તેમનું સાવઘાચાર્ય નામ પાડ્યું તો પણ લેશ પણ દ્વેષ થયો નહિ. તેથી તે કાળમાં અત્યંત જિનમતથી ભાવિત માનસ હોવાને કારણે માન કે દ્વેષ-કષાય ઉપશાંત થયેલ, જ્યારે અત્યારે શુદ્ધ પ્રરૂપણાનોં પક્ષપાત હોવા છતાં માનકષાય અને તેઓ પ્રત્યે માત્સર્યભાવ ઉસ્થિત થયો, અને તેથી જ વારંવાર જિનવચનથી અન્યથા કહેવાના વિકલ્પો પણ ઉસ્થિત થવા લાગ્યા.