________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬.
પ૮૧ (૧૩) મરિય તિર્થીયરથvi”
પૂર્વમાં જ્યારે મહાનિશીથની ગાથા આવી, ત્યારે ગાથાની પ્રરૂપણા કરતાં પહેલાં સાવદ્યાચાર્યને આલોકના અપયશના ભયથી ગાથાને ગોપવવાનો કે અન્યથા કહેવાનો પરિણામ થયો, ત્યારે તેની વિરુદ્ધ ભગવાનના વચનનું સ્મરણ થયું, અને તેથી અનંત સંસારના ભયથી તે ગાથા ગોપવ્યા વગર સમ્યગુ પ્રરૂપણા કરી; અને તેથી જ્યારે તે શ્રોતા દ્વારા તેમને મૂળગુણરહિત સ્થાપન કર્યા, ત્યારે આલોકના અપયશથી ભીરુ અને ખરમત્સરવાળા એવા સાવદ્યાચાર્ય તે ગાથાનો પોતાને બાધ ન આવે તે રીતે અર્થ કરવાનો વિચાર કરે છે, તે વખતે જે તીર્થકરવચનનું સ્મરણ થાય છે, તે બતાવે છે કે હજુ પણ તેઓને માન-કય હોવા છતાં ભગવાનના વચનનો પક્ષપાત જીવે છે, તેથી જ સૂત્રનો વિરુદ્ધ અર્થ કરવા માટે તેઓ તૈયાર થતા નથી, પરંતુ મનમાં જ શું ઉત્તર આપવો તેની મુંઝવણ ઉત્પન્ન થાય છે. તેથી જ પોતાને સાધ્વીજીએ વંદન કર્યું ત્યારે પોતે જે પ્રમાદ કર્યો તેનું સ્મરણ થાય છે, અને પોતાની હિનસત્ત્વતા આદિ દોષોની નિંદા કરે છે, અને વિચાર કરે છે કે, તે વખતના પ્રમાદના કારણે જ હું આપત્તિમાં આવ્યો છું. અહીં આપત્તિનો ઉચિત ઉકેલ શોધવા યત્ન કરતા નથી, તેનું કારણ ત્યાં તેમને માનકષાય નડે છે, આમ છતાં ભગવાનના વચનનો પક્ષપાત પણ હજુ જીવંત છે, તેથી જ ઉત્સુત્ર પણ કહેતા નથી અને તે દુરાચારીઓના વચનથી મત્સરવાળા પણ થાય છે. ફરી તે દુરાચારીઓ તેઓને તે સૂત્રનું સાધ્વીજીના સ્પર્શની વાત સાથે સંગત થાય તેવું સમાધાન કરવા માટે કહે છે, ત્યારે સાવદ્યાચાર્ય વિચારે છે કે, આથી કરીને ભગવાને અયોગ્યને સૂત્રદાનનો નિષેધ કર્યો છે, તે વિચારણા વાસ્તવિક છે. આમ છતાં તે દુરાચારીઓ પ્રથમ જ્યારે વાચના માટે બોલાવે છે, ત્યારે સર્વથા અયોગ્ય ન હતા, આથી જ તેઓને વાચના આપવાનું સાવદ્યાચાર્યે શરૂ કર્યું. તેઓ પણ સાવઘાચાર્યના વચન પ્રમાણે સૂત્રાર્થને અત્યાર સુધી શ્રદ્ધા કરતા હતા, તે તેમની યોગ્યતા હતી, તો પણ જ્યારે આ સૂત્ર સાવદ્યાચાર્યે કહ્યું ત્યારે ફરી તેઓને પૂર્વે થયેલ સાધ્વીજીના સ્પર્શનું સ્મરણ થવાથી વક્ર પ્રકૃતિ જાગૃત થઈ, તેથી જ ઉચિત રીતે વિનયપૂર્વક તેનું સમાધાન કરવાને બદલે સાવઘાચાર્યને મર્યાદા વગર તેના સમાધાન માટેનો આગ્રહ કરે છે, આ જ તેમની અયોગ્યતા છે. આવી અયોગ્યતા જણાયા પછી ભાવિનો વિશેષ લાભ ન દેખાય તો આગળની વાચના આપવાનો નિષેધ પણ સાવઘાચાર્ય કરી શકે. પરંતુ સાવદ્યાચાર્ય આટલો વિચાર કરીને પણ જ્યારે તેઓનો ઉચિત ખુલાસા માટેનો આગ્રહ થાય છે, ત્યારે માનકષાયને વશ થઈને વિપરીત ખુલાસો ન કરત તો આ પ્રસંગમાં માનકષાયને કારણે વચમાં જે નબળા વિચારો આવ્યા, તેનાથી ચારિત્રમાં કાંઈક મલિનતા થાત, પરંતુ અનંતસંસારની વૃદ્ધિ થાત નહિ. ટીકા :
"तो पमायगोयरगयस्स णं मे पावाहमाहमहीणसत्तकाउरिसस्स इहई चेव समुट्ठिया महंती आवई, जेण ण सक्को अहमेत्थ जुत्तिखमं किंचि पडिउत्तरं पयाउं, जे तहा परलोगे य अणंतभवपरंपरं भममाणो घोरदारुणाणंतसो
૧૭ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૩
૨-૧૭