________________
પ૮૩
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ વિશેષાર્થ :
(૧૭) તો માયાવરીયસ .... વિજ્ઞાન મંદ્રમા ત્તિ
આ પ્રમાણે સાવદ્યાચાર્યું જે ચિંતવન કર્યું, તે તેમની સંયમની મલિનતાને દૂર કરવા માટે કાંઈક શુદ્ધિને સન્મુખ પ્રયત્નરૂપ હોવાથી સાવઘાચાર્યની શુદ્ધ પરિણામની ભૂમિકા છે. પરંતુ આ પ્રમાણે ચિંતવનકાળમાં પણ દુરાચારી પાપકર્મી શ્રોતાઓએ ખોટા ખરમત્સરવાળા સાવઘાચાર્યને જોયા, તે સાવદ્યાચાર્યની મલિન પરિણતિ પણ છે, તે આ રીતે –
તે વખતે મઠાધીશોએ સાવઘાચાર્યને જે દુષ્ટ અંતમાંતલક્ષણવાળા કહ્યા કે તમે મૂળગુણરહિત છો, તે શબ્દો પ્રત્યે ખોટા મત્સરવાળા હતા, અને તેથી જ આલોકના અપયશના ભયથી તેઓ વ્યાકુળ હતા, તે તેઓની મલિન ભૂમિકા પણ છે. કેવલ બે પરસ્પર વિરોધી વિચાર એક સાથે સંભવી શકે નહિ, તેથી પોતાના પ્રમાદ આદિનો વિચાર કરે છે તે વખતે કાંઈક શુભ અધ્યવસાય વર્તે છે, અને જ્યારે આલોકના અપયશના ભયમાં ઉપયુક્ત હોય છે ત્યારે મલિન અધ્યવસાયવાળા તેઓ બને છે.
આ રીતે મલિન અને શુભ અધ્યવસાયના વમળમાં તેઓ અત્યારે અટવાયા છે. (૧૮) “TUM સત્યેvi ”
અહીં સાવદ્યાચાર્યે શ્રોતાઓને કહ્યું કે, આ જ પ્રયોજનથી જગનૂરુએ અયોગ્યને સૂત્રાર્થદાનનો નિષેધ કર્યો છે. તેનાથી વિચારતાં પ્રથમ દૃષ્ટિએ એમ લાગે છે, તો પછી સ્વયં સાવઘાચાર્ય જ તેઓને વાચના આપવા માટે કેમ આવ્યા ? અને પૂર્વમાં કહેલ કે, અયોગ્યને વ્યાખ્યાન કરે તો કહેનારને અનંત સંસારની પ્રાપ્તિ થાય, અને આમ છતાં સ્વયં જ્યારે તેઓને વાચના આપવા માટે આવ્યા, ત્યારે અયોગ્યને વાચના આપવાથી અનંત સંસારની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારના વચનનું સ્મરણ પણ કેમ ન કર્યું ? કેમ કે જ્યારે મહાનિશીથની ગાથા કહેવાનો પ્રસંગ આવ્યો, ત્યારે જો તે ગાથા ન કહેવામાં આવે કે અન્યથા કહેવામાં આવે તો અનંત સંસારના કહેનારા ભગવાનના વચનનું સ્મરણ તેમને થયું, તેમ જ્યારે તેમને વાચના અર્થે સંઘે બોલાવ્યા ત્યારે તેઓ જાણતા હતા કે તે મઠાધીશો છે અને શિથિલ આચારવાળા છે, તો તે વખતે અનંત સંસારની પ્રાપ્તિના ભગવાનના વચનનું સ્મરણ થવું જોઈતું હતું. પરંતુ શાસ્ત્રમાં તેવા પ્રકારની કોઈ જ નોંધ લીધી નથી. તેનાથી એ ફલિત થાય છે કે, ત્યારે મઠાધીશો શિથિલાચારી હોવા છતાં તેમને પરસ્પર આગમનો વિચાર થયેલ હોવાને કારણે વાચના માટે તેઓ અયોગ્ય નથી, પરંતુ શાસ્ત્રની વાચનાને ગ્રહણ કરીને જ સાચી પ્રવૃત્તિ તેઓથી થવાની સંભાવના ત્યાં રહે છે. પરંતુ જ્યારે પ્રસ્તુત મહાનિશીથની ગાથાથી સાવઘાચાર્ય મૂળગુણરહિત સિદ્ધ થાય છે, ત્યારે તે શિથિલાચારીઓમાં રહેલી યોગ્યતા અવ્યાપારવાળી થાય છે અને અયોગ્યતા પ્રગટ થાય છે, અને તેથી જ જ્યારે સાવદ્યાચાર્ય તે ગાથાનો અર્થ કરતાં મુંઝાય છે, તે વખતે સાવઘાચાર્ય સન્મુખ અત્યંત દબાણપૂર્વક અર્થ કરવા માટે જે રીતે આગ્રહ કરે છે, તેનાથી જ તેઓ દુષ્ટ શ્રોતા તરીકે સિદ્ધ થાય છે, અને તેથી જ ત્યારે તેઓ વાચના આપવા માટે અયોગ્ય સિદ્ધ થાય છે. અને તેને સામે રાખીને સાવદ્યાચાર્યે તે ગાથાનું પોતાને બાધ ન આવે તે રીતે