________________
પ૮૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ य दुक्खस्स भागी भविस्सामिहं मंदभागो त्ति चिंतयंतो विलक्खिओ सो सावज्जायरिओ गो० ! तेहिं दुरायारपावकम्मदुट्ठसोयारेहिं जहा णं अलियखरमच्छरीभूओ एस । तओ संखुद्धमणं खरमच्छरीभूयं कलिउणं च भणियं तेहिं दुट्ठसोयारेहिं जहा-'जाव णं नो छिन्नमिणमो संसयं, ताव ण उड्ढवक्खाणं अत्थि । ता एत्थ तं परिहारगं वितरिज्जा जं पोढजुत्तिखमं कुग्गहणिम्महणं पच्चलंति । तओ तेण चिंतियं जहा णाहं अदिनेण परिहारगेणं चक्किमो एसिं । ता किमित्थ परिहारगं दाहामि त्ति चिंतयंतो पुणोवि गो० ! भणिओ सो तेहिं दुरायरेहिं जहा-किमळं चिंतासागरे निमज्जिऊण ठिओ ? सिग्घमेव किंचि परिहारगं वयाहिणवरं तं परिहारगं भणिज्जा जं जहुत्तकिरियाए अव्वभिचारी । ताहे सुइरं परितप्पिऊण हियएणं भणियं सावज्जायरिएणं जहा “एएण अत्थेणं जगगुरूहिं वागरियं जं अओग्गस्स सुत्तत्थं न दायव्वं, जओ आमे घडे निहत्तं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं अप्पाहारं विणासेइ' ।।१२८ ।। ટીકાર્ય :
તો પમાય ..... વિMાડુ // તેથી પ્રમાદને વશ થયેલા, પાપી, અધમાધમ, હીન સત્ત્વવાળા, કાયર પુરુષ એવા મને અહીં જ મોટી આપત્તિ આવી, જેથી હું અહીં યુક્તિક્ષમ કોઈ પ્રત્યુત્તર આપવા સમર્થ થઈ શકતો નથી. જે કારણથી તે પ્રમાણે પરલોકમાં અનંત ભવપરંપરામાં ભ્રમણા કરતો મંદભાગ્યવાળો એવો હું ઘોર, દારુણ એવા અનંતીવાર દુ:ખનો ભાગી થઈશ. આ પ્રમાણે વિચાર કરતા તે સાવઘાચાર્ય, હે ગૌતમ ! તે દુરાચારી, પાપકર્મી, દુષ્ટ શ્રોતાઓ વડે જોવાયા, જે પ્રમાણે - આ (સાવવાચાર્ય) અલિક=જૂઠા, ખર=અત્યંત મચ્છરવાળા છે. ત્યાર પછી સંક્ષુબ્ધ મતવાળા, ખમત્સરીભૂત જાણીને તે દુષ્ટ શ્રોતાઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - જ્યાં સુધી આ સંશય છેદો નહિ ત્યાં સુધી આગલ વ્યાખ્યાન નહિ થાય. તેથી અહીં તેનો પરિહાર આપો, જે પ્રૌઢ, યુક્તિસમર્થ અને કુગ્રહને નિર્મથન કરવા સમર્થ હોય.
ત્યાર પછી તેમના વડે વિચારાયું, જે આ પ્રમાણે - આનો ઉત્તર નહિ આપવા વડે હું છૂટી શકીશ નહિ. તેથી અહીં શું ઉત્તર આપું એ પ્રમાણે ચિતવન કરતાં ફરી પણ હે ગૌતમ ! તે દુરાચારી વડે કહેવાયા, જે આ પ્રમાણે
શા માટે ચિતાસાગરમાં ડૂબીને રહેલા છો ? જલદીથી જ કાંઈ પણ ઉત્તર આપો. ફક્ત તે પરિહાર કહો કે, જે યથોક્ત ક્રિયા વડે=પૂર્વમાં જે સાધ્વીજીએ પગમાં સ્પર્શ કરીને જે વંદન કરેલ, એ રૂપ ક્રિયા વડે, અવ્યભિચારી થાય, એ રીતે આ સૂત્રનો અર્થ સમજાવો. ત્યારે લાંબો કાળ હદય વડે સંતાપ પામીને સાવઘાચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે -
“આ પ્રયોજનથી જગદ્ગુરુ વડે કહેવાયું છે; જે કારણથી અયોગ્યને સૂત્રાર્થ ન આપવું. જે કારણથી કાચા ઘડામાં નંખાયેલું જળ જે પ્રમાણે જળનો અને તે ઘટનો વિનાશ કરે છે, તેમ અહીં અયોગ્ય આત્માને સૂત્રાર્થનું દાન સિદ્ધાંતના રહસ્યનો અને તે અયોગ્ય આત્મારૂપ આધારનો વિનાશ કરે છે. ૧૨૮
૧૮ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૩