________________
પ૭૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૬. वा मयहरए वा गच्छाहिवई सुयहरे भवेज्जा, से णं जं किंचि सव्वत्रूणंतनाणिहिं पावट्ठाणं पडिसेहियं, तं सव्वं सुयाणुसारेणं विनाय सव्वहा सव्वपयारेहिं णं णो समायरेज्जा नो णं समायराविज्जा, समायरंतं वा न समणुज्जाणिज्जा, से कोहेण वा माणेण वा मायाए वा लोभेण वा भएण वा हासेण वा गारवेण वा दप्पेण वा पमाएण वा, असईचुक्कखलिएण वा, दिया वा, राओ वा, एगओ वा, परिसागओ वा, सुत्ते वा, जागरमाणे वा, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, एतेसिमेव पयाणं जे केई विराहगे भवेज्जा से णं भिक्खू भुज्जो २ निंदणिज्जे गरहणिज्जे खिसणिज्जे दुगुंछणिज्जे, सव्वलोगपरिभूए बहुवाहिवेयणापरिगयसरीरे उक्कोसठिईए अणंतसंसारसागरं परिभमेज्जा, तत्थ णं परिभममाणे खणमेक्कंपि न कहिंचि कदाइ निव्वुई संपावेज्जा ।।' ટીકાથ
તા વિ ..... પન્ના | "તેથી અહીં શું ? જે થવાનું હોય તે થાઓ, ગુરઉપદેશના અનુસાર યથાસ્થિત સૂત્રાર્થને કહું. એ પ્રમાણે ચિંતવીને તેમના વડે હે ગૌતમ ! સમગ્ર અવયવથી વિશુદ્ધ તે ગાથા કહેવાઈ.
આ અવસરે હે ગૌતમ ! દુષ્ટ અંત-પ્રાંતલક્ષણવાળા એવા તેઓ વડે તે=સાવઘાચાર્ય કહેવાયા. તે આ પ્રમાણે –
જો આ પ્રમાણે છે, તો તમે પણ મૂલગુણરહિત છો. તમે તે દિવસ સંભારો કે જે દિવસે તે આર્યા વડે તમને વંદન આપવાની ઈચ્છાથી ઉત્તમાંગ વડે પગ સ્પર્શાયા.
અત્યારે આલોકના અપયશથી ભીરુ, ખર અતિ મચ્છરવાળા થયેલા, હે ગૌતમ ! તે સાવવાચાર્ય વિચારવા લાગ્યા, જે આ પ્રમાણે –
જે મારું આમના વડે સાવઘાચાર્ય અભિધાન=નામ, કરાયું તેમ તેવું કાંઈક પણ સંપ્રતિ કરાશે, જેથી વળી સર્વલોકમાં અપૂજ્ય થઈશ. તેથી શું ? અહીં સમાધાન આપું. એ પ્રમાણે ચિતવના કરતા તેઓ વડે તીર્થંકરનું વચન યાદ આવ્યું."
જે આ પ્રમાણે –
“જે કોઈ આચાર્ય, મહત્તર, ગચ્છાધિપતિ, શ્રતધર થાય તેમણે, ક્રોધથી કે માનથી કે માયાથી કે લોભથી કે ભયથી કે હાસ્યથી કે ગારવથી કે દર્પથી કે પ્રમાદથી કે અસ્મૃતિના કારણે ચૂક થવાને કારણે સ્કૂલનાથી, દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં હોય, સૂતેલો કે જાગતો હોય, ત્રિવિધ ત્રિવિધથી મન-વચન-કાયાથી, જે કાંઈ સર્વજ્ઞ, અનંત જ્ઞાનીઓ વડે પાપસ્થાન પ્રતિષધિત હોય, તે સર્વ શ્રુતાનુસાર જાણીને સર્વ પ્રકારે આચરવાં નહિ, આચરાવવાં નહિ અને આચરતાની અનુમોદના ન કરવી. આટલાં જ પદોનો=જે પાપસ્થાન પ્રતિષધિત છે, તે આચરવાં નહિ,. આચરાવવાં નહિ અને આચરતાની અનુમોદના ન કરવી. આટલાં જ પદોનો, જે વિરાધક થાય છે, તે ભિલુ વારંવાર નિંદનીય, ગહણીય, ખીંસનીય, દુગુંછનીય, સર્વ લોકથી પરાભવ પામેલો, બહુ વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિ વડે અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરે છે, ત્યાં પરિભ્રમણ કરતાં એક ક્ષણ પણ ક્યાંય કદાચિત્ પણ શાંતિ પામતો નથી.”