________________
પ૭૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ पयक्खरमत्ताबिंदुमवि एक्कं पउविज्जा, अन्नहा वा पनवेज्जा, संदिद्धं वा सुत्तत्थं वक्खाणेज्जा, अविहीए अजोग्गस्स वा वक्खाणिज्जा से भिक्खू अणंतसंसारी भवेज्जा । ટીકાર્ય :
તો . !..... મવેબ્સા I ત્યાર પછી તે ગૌતમ ! પોતાને વિષે શંકાવાળા જ તે સાવઘાચાર્ય વડે આ પ્રમાણે વિચારાયું - જો અહીં આ યથાસ્થિત જ કહું તો ત્યારે મને વંદન કરતી તે આર્યા વડે ઉત્તમાંગથી જે બે ચરણસ્પર્શ કરાયા, તે સર્વે પણ આ બધા વડે જોવાયું છે. તેથી જેમ મારું સાવઘાચાર્ય નામ કર્યું, તેમ અન્ય પણ કાંઈ અહીં મહોરછાપ (નામ) કરશે, જેથી વળી સર્વલોકમાં અપૂજ્ય થઈશ. તેથી હું અન્યથા સૂત્રાર્થને પ્રરૂપું તો તેથી તો મોટી આશાતના થાય. તો અહીં શું કરવા યોગ્ય છે ? શું આ ગાથા ગોપવું કે અન્યથા પ્રરૂપણા કરું ? અથવા હા ! હા ! ઉભય પ્રકારે પણ આ યુક્ત નથી. આત્મહિતાર્થીને આ અર્થાત્ આ બન્ને પ્રકારનું કથન, અત્યંત ગહિત છે.
જે કારણથી આ સૂત્રનો અભિપ્રાય છે, જે આ પ્રમાણે -
જે ભિક્ષુ, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અસ્મૃતિને કારણે ચૂકી જાય કે અલિત થાય અને પ્રસાદના કારણે હું અપૂજ્ય થઈશ એ પ્રકારની આશંકા આદિ રૂપ સભયપણા વડે કરીને એક પદ, એક અક્ષર, એક માત્રા, એક બિંદુ પણ ગોપવે અથવા અન્યથા પ્રરૂપણા કરે, સૂત્રાર્થને સંદિગ્ધ વ્યાખ્યાન કરે=સામી વ્યક્તિને સંશય થાય તેવું વ્યાખ્યાન કરે, અવિધિથી અથવા અયોગ્યને વ્યાખ્યાન કરે તે ભિક્ષુ અનંત સંસારી થાય. વિશેષાર્થ :
(૧૨) “તો જો. પૂgિ ” - ત્યારપછી સાવઘાચાર્યે તે સૂત્રના વિષયમાં જે વિચાર કર્યો તે સર્વ સ્પષ્ટ છે. ત્યાં વિશેષ એ છે કે, તેમણે જે વિચાર કર્યો કે, જો હું યથાર્થ કહીશ તો જે પ્રમાણે મારું સાવદ્યાચાર્ય નામ પાડ્યું, તે પ્રમાણે બીજું પણ કાંઈક નામ આપશે, જેથી કરીને સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. એ વિચારણાકાળમાં માનકષાયની અસર પાતને અભિમુખ તેમને થઈ છે, તે બતાવે છે. યદ્યપિ સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા નહિ કરવાના આશયવાળા તેઓ છે, તો પણ પોતાનું અન્ય નામ પડવાના ભયથી યથાર્થ પ્રરૂપણા કરતાં સ્કૂલના પામી જાય છે.
અહીં સાવઘાચાર્યના વિશેષણ રૂપે અપૂપિvi =પોતાના વિષે શંકાવાળા, કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, મહાનિશીથની પૂર્વોક્ત ગાથાનું વ્યાખ્યાન કરવાનો જ્યારે પ્રસંગ થયો, ત્યારે તેમને આ ગાથા પોતાને જ લાગુ પડશે અને તેથી આ લોકો મારું બીજું નામ પાડશે, એ પ્રકારની પોતાના વિષયમાં સાવદ્યાચાર્યને શંકા થઈ છે, તે બતાવવા અર્થે “અપ્પસંકિvi” કહેલ છે.
(૧૩) નો સુખપ્પાનો
અસ્મૃતિને કારણે કોઈ જીવ સૂત્રનો એક પદ, અક્ષર, માત્રા, બિંદુ વગેરેને ચૂકી જાય એટલા માત્રથી સંસારની વૃદ્ધિ થતી નથી, પરંતુ અમૃતિને કારણે ચૂક્યા પછી તેને સુધારીને સાચું સ્થાપન કરવા માટે માન-કષાયને કારણે સ્કૂલના પામતો હોય, અને તેથી પૂર્વમાં પ્રરૂપણા કરાયેલાને સ્થિર કરવા માટે