________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૫૫
તેઓ સાવઘાચાર્યને બોલાવે છે, અને સાવઘાચાર્ય પણ અપ્રતિબદ્ધ વિહાર વડે વિચરતા સાત માસના વિહારથી ત્યાં આવે છે, એ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સાવઘાચાર્ય શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ આવવા તૈયાર થાય છે, અને તે શિથિલાચારીઓ પણ શાસ્ત્ર સાંભળવા માટે યોગ્ય હતા; કેમ કે અયોગ્યને વ્યાખ્યાન આપવામાં અનંત સંસાર થાય છે, તે વાત સાવઘાચાર્યે સ્વયં આગળમાં વિચારેલ છે. તેથી એ ફલિત થાય છે કે, શિથિલાચારીઓ પણ મોક્ષના ઉપાયના વિષયમાં વિચારતા થયા છે તે જ તેમની યોગ્યતા છે, અને સાવઘાચાર્ય પણ યોગ્ય જીવોને ઉપકાર થાય ત્યાં અવશ્ય જવું જ જોઈએ, એ પ્રકારની
ભગવાનની આજ્ઞાથી જ જવા તત્પર થયા છે, પરંતુ માન મેળવવાની આશંસાથી નહિ. અને આ રીતે અપ્રતિબદ્ધ વિહાર કરતાં દૂર દેશથી સાત માસનો વિહાર કરીને આવ્યા, યાવત્ એક આર્યા વડે જોવાયા, અને તે આર્યા, કષ્ટ વડે ઉગ્ર તપ અને ચારિત્રથી શોષિત શ૨ી૨વાળા તે સાવઘાચાર્યને જોઈને, સુવિસ્મિત અંતઃકરણ વડે (તત્ક્ષણ) વિચારણા માટે પ્રવૃત્ત થઈ. શું આ મહાનુભાગ છે ? શું અરિહંત છે ? કે મૂર્તિમંત ધર્મ છે ? ઈત્યાદિ વિચારીને ભક્તિભર નિર્ભર અંતઃકરણવાળી ત્રણ પ્રદક્ષિણા કરીને પોતાના મસ્તક વડે સંઘટ્ટન ક૨તી શીઘ્ર તે સાવઘાચાર્યના ચરણમાં પડી, અને તે દુરાચારવાળા શિથિલો વડે પ્રણામ કરતી જોવાઈ. અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે સાધ્વીજી સાધુને દૂરથી વંદન કરે, પરંતુ આ આર્યા ભક્તિથી તેમનાં ચરણોમાં પડે છે, તેમાં તેની મુગ્ધતા જ કારણ હોઈ શકે; અથવા તો બધા શિથિલાચા૨વાળા સાધુઓ છે, તેથી સાધ્વી સાધુને સ્પર્શ ન કરી શકે, એવા બોધનો અભાવ હોઈ શકે, અને તેથી તેમનો તપ જોઈને અતિશય ભક્તિ થવાથી તેમના ચરણનો સ્પર્શ થાય તે રીતે વંદન કરે છે. તે વખતે સાવઘાચાર્યે તેનો નિષેધ ક૨વો જોઈએ અને અંગનું સંકોચન કરીને દૂર ખસવા યત્ન કરવો જોઈએ, તે ન કર્યું હોવાથી ત્યાં જ તેમની ભૂલ થાય છે. પરંતુ તે પૂર્વમાં તેઓ અત્યંત આરાધક ભાવથી ભગવાનની આજ્ઞા પ્રમાણે જ સંયમ પાળે છે, અને આ ભૂલ તેમના જીવનમાં મૂળગુણના અતિચારરૂપ છે, પરંતુ દીર્ઘ સંસારના અર્જુનરૂપ નથી. અને શિથિલાચા૨ીઓ પણ તેમની પાસે ઉત્સૂત્રભાષણ પૂર્વે શાસ્ત્રો ભણે છે, અને તે સાવઘાચાર્ય પણ જે પ્રમાણે ભગવાને કહેલ છે, તે પ્રમાણે ગુરુ ઉપદેશના અનુસારે ઉત્સૂત્રભાષણનો પ્રસંગ પાછળથી પ્રાપ્ત થયો. તેની પૂર્વે યથાસ્થિત સૂત્રાર્થ કહે છે અને તેઓ પણ તે પ્રમાણે શ્રદ્ધા કરે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓ શિથિલાચારી હોવા છતાં તત્ત્વનો નિર્ણય ક૨વાની મતિવાળા થઈને તેમની પાસે સૂત્રાર્થ ગ્રહણ કરે છે, અને સાવઘાચાર્ય પણ યોગ્યને શ્રુતપ્રદાન કરીને ભગવાનની આજ્ઞાનું જ પાલન કરી રહ્યા છે; પરંતુ જ્યારે મહાનિશીથના સૂત્રના વ્યાખ્યાનનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે પૂર્વે થયેલી ભૂલના નિમિત્તને પામીને ભૂલ થઈ ત્યારે સાધ્વીજીના સ્પર્શના નિમિત્તનેપામીને જે શ૨ી૨ સંકોચનો યત્ન ન કર્યો, તે રૂપ પૂર્વે થયેલી ભૂલના નિમિત્તને પામીને જ્યારે મઠાધીશોએ ત્રણમાં એકાંતને કહેનારા શાસ્ત્રવચનનો ઉચિત ખુલાસો માગ્યો.
(८) “आगओ दूरदेसाओ अप्पडिबद्धताए विहरमाणो”
જ્યારે શિથિલાચા૨ીઓ આગમના નિર્ણય અર્થે સાવઘાચાર્યને બોલાવે છે, ત્યારે સાવઘાચાર્ય અપ્રતિબદ્ધપણાથી વિહરતા સાત માસે આવ્યા, એમ કહ્યું એનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાવઘાચાર્ય કોઈ