________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ૧૧ફના IIST - મહાનિશીથ શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની ૧૨૭મી ગાથાનો અન્વય આ પ્રમાણે છે, કારણ પણ ઉત્પન્ન થયે છતે જ્યાં યોગ્ય પણ વ્યક્તિ કોઈ વસ્તુથી અંતરિત એવા સ્ત્રીના કરને સ્વયં સ્પર્શ કરે, તે ગચ્છ મૂલગુણથી મુક્ત જાણવો. ।।૧૨૭।।
૫૭૪
૦ કોઈક વસ્તુથી અંતરિત એવા સ્ત્રીના કરને સ્વયં સ્પર્શ કરે=જેમ કોઈ પુસ્તકાદિ પદાર્થ સ્ત્રી કોઈ સાધુના હાથમાં આપે ત્યારે તે પુસ્તકથી અંતરિત એવા સ્ત્રીના કરનો સ્પર્શ કરે, એમ સમજવું. 3 અહીં ગચ્છથી ગચ્છના નાયક લેવા.
વિશેષાર્થ :
(૭) “અન્નયા તેસિં પૂરાયારાળ... સંખાઓ વરોવ્વર બાળમવિયારો -”
અહી તે લોકોને દૂરાચારી, સદ્ધર્મપરાભુખ આદિ વિશેષણો આપીને પછી કહ્યું કે, કાળક્રમથી તેઓને પરસ્પર આગમનો વિચાર શરૂ થયો. તેનાથી એ ફલિત થાય છે કે, તે મઠાધીશો આચરણાથી દૂરાચારી હતા અને સદ્ધર્મને જાણવા માટે પરામુખ હતા, તો પણ જીવની અંદરમાં જેમ અયોગ્યતા હોય છે, તેમ ક્વચિત્ કોઈક યોગ્યતા પણ હોઈ શકે છે. તેઓને આગમવિચાર પ્રાપ્ત થયો તે અંશ તેઓની કાંઈક યોગ્યતાને બતાવે છે. અને આથી જ જ્યારે તેઓ પરસ્પર નિર્ણય ન કરી શક્યા ત્યારે આગમના જાણકારને બોલાવવા માટે તેઓમાં વિચારણા થવા માંડી, અને તે નિર્ણયાર્થે જ સાવઘાચાર્યને પ્રમાણરૂપે સ્વીકારવા પણ તેઓ જે તૈયાર થયા, તે જ બતાવે છે કે, કાંઈક હિતને અભિમુખ સારો પરિણામ તેઓમાં પ્રગટ થયો. આમ છતાં, ભવિતવ્યતા સારી નહિ હોવાને કારણે સાવઘાચાર્ય પાસે આગમની શ્રદ્ધા કરીને સન્માર્ગ તરફ વળતા એવા તેઓને, મહાનિશીથના વચનને પામીને સાવઘાચાર્યને મૂળગુણરહિત સ્થાપન કરી શકે તેવો પ્રસંગ પ્રાપ્ત થવાથી તેઓ માર્ગ ઉપર વિશેષરૂપે આગળ આવી શક્યા નહિ, અને ફરી તેઓની અયોગ્યતા જ ખીલવા માંડી.
જ
અહીંયાં તેઓને કાળક્રમથી જે આગમ વિચાર થયો છે, તેનો ભાવ એ છે કે કોઈ એક વ્યક્તિ કહે છે કે - શ્રાવકો ન હોય ત્યારે સાધુઓ જિનાલયની સારસંભાળ કરે તે ઉચિત છે, પરંતુ જ્યારે શ્રાવકો કોઈ તે કાર્ય કરતા હોય ત્યારે સાધુઓએ તે ક૨વું જોઈએ નહિ, પરંતુ સંયમનું પાલન જ તેઓએ ક૨વું જોઈએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. આ કોઈ એક વ્યક્તિનું કથન શાસ્ત્રસંમત છે, તો પણ તે વસ્તુ સત્ય છે કેહિ, તે નિર્ણય તેઓ શાસ્ત્રવચનથી કરી શકતા ન હતા. અને આથી જ અન્ય જ્યારે કહે છે કે, જિનમંદિરની પૂજા-સત્કાર આદિથી તીર્થપ્રભાવના થાય છે, અને તેનાથી મોક્ષગમન થાય છે, ત્યારે શાસ્ત્રવચનના બળથી બન્ને કથનોમાંથી કોઈ નિર્ણય તેઓ કરી શક્યા નહિ, અને આથી જ આગમકુશલ પાસેથી તે જાણવા માટેનો વિચાર તેઓને પ્રવર્તો.
(૮) “તો દવારાવિયો...”
અહીં જ્યારે શિથિલાચારીઓને મોક્ષમાં લઈ જનાર કયો ધર્મ છે એ વિષયમાં વિખવાદ થયો ત્યારે