________________
પછ3
પ્રતિમાશતક / બ્લોક : ૪૬ ટીકાર્ય :
દડવા ... મૂતાણમુવ II હવે કોઈક સમયે દુરાચારી, સારા ધર્મથી પરાક્ષુખ થયેલા, સાધુધર્મ અને શ્રાવકધર્મ ઉભયથી ભ્રષ્ટ થયેલા, લિંગમાત્ર હોવાને કારણે નામથી પ્રવ્રજિત એવા તેઓને કાળક્રમથી=કેટલોક કાળ ગયા પછી, પરસ્પર આગમવિચાર થયો, જે આ પ્રમાણે –
શ્રાવકોની ગેરહાજરીમાં સંયતો જ મઠ-દેવકુલને સાચવે છે. એક ખંડ (ભાગ) પડી ગયેલાને સમારાવે છે અને અન્ય પણ યાવત્ કરવા યોગ્ય તેના પ્રત્યે સમારંભ કરતાં યતિને પણ દોષ સંભવ નથી, અને આ પ્રકારનું સંયમ મોક્ષમાં લઈ જનાર કેટલાક કહે છે.
બીજા કહે છે - પ્રાસાદાવર્તાસકમાં પૂજા, સત્કાર, બલિવિધાનાદિમાં તીર્થની ઉન્નતિ જ મોક્ષગમન છે.
આ પ્રમાણે નથી જાણ્યો પરમાર્થ જેમણે, એવા પાપકર્મી તેઓમાં જે જેને ઠીક લાગે તે પ્રમાણેનાં વચન ઉદ્ધત, ઉશ્રુંખલ મુખ વડે પ્રલાપ કરે છે.
ત્યારે વાદસંઘટ્ટ થયો.
અને ત્યાં કોઈ આગમકુશલ નથી કે જે તેઓની મધ્યમાં ત્યાં યુક્તાયુક્તને વિચારે, અને જે પ્રમાણપૂર્વક ઉપદેશ આપે.
તથા એક કહે છે – અમુક ગચ્છમાં અમુક રહેલા છે. તેમને તત્વના નિર્ણય માટે બોલાવીએ) બીજા કહે છે – અમુક છે. તેમને બોલાવીએ) અન્ય કહે છે - અહીં ઘણું કહેવાથી શું ? આપણને સર્વેને અહીં સાવઘાચાર્ય પ્રમાણરૂપ છે. તેઓ વડે કહેવાયું - જો એમ છે (તો) જલદી બોલાવો.
હે ગૌતમ ! તેથી તે સાવઘાચાર્ય તેઓ વડે બોલાવાયા. “દૂર દેશથી અપ્રતિબદ્ધપણાથી વિહાર કરતાં સાત માસ વડે તેઓ આવ્યા, યાવત્ એક આર્યા વડે જોવાયા. આર્યા, કષ્ટપૂર્વક ઉગ્ર તપ અને ચારિત્રથી શોષિત શરીરવાળા, ચામડાં-હાડકાંશેષ શરીરવાળા, તપલક્ષ્મીથી અત્યંત દીપતા તે સાવઘાચાર્યને જોઈને અત્યંત વિસ્મિત અંતઃકરણવાળી વિતર્ક કરવા માટે પ્રવૃત્ત થઈ. ૧૦“અહો શું આ મહાનુભાગ તે અરિહંત છે અથવા શું સાક્ષાત્ મૂતિમાન ધર્મ છે ! વધારે કહેવાથી શું? દેવેન્દ્રના વંદને પણ વંદનીય પાદયુગલવાળા આ છે. એ પ્રમાણે ચિતવીને, ભક્તિભર નિર્ભર પ્રદક્ષિણા કરીને, ઉત્તમાંગ વડે સ્પર્શ કરતી જલદીથી, હે ગૌતમ ! તે સાવઘાચાર્યના ચરણોમાં પડી. તે દુરાચારીઓ વડે પ્રણામ કરાતા તેઓ સાવઘાચાર્ય, જોવાયા.
અન્યદા તે સાવઘાચાર્ય તેઓને ત્યાં, જે પ્રમાણે જગદ્ગર વડે ઉપદિષ્ટ છે. તે પ્રમાણે જ ગુરઉપદેશના અનુસારે આનુપૂવ વડે યથાસ્થિત સૂત્ર અને અર્થને કહે છે. અને તેઓ પણ તે પ્રમાણે શ્રદ્ધા કરે છે.
અન્યદા ત્યાં સુધી કહ્યું, હે ગૌતમ ! જ્યાં સુધી દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનનાં અગિયાર અંગો અને ચૌદ પૂર્વના નવનીત સારભૂત, સકલ પાપનો પરિહાર કરનાર, અષ્ટકર્મને નિર્મર્થન કરનાર મહાનિશીથ શ્રુતસ્કંધનું આ જ ગચ્છમર્યાદા પ્રજ્ઞાપના નામનું પાંચમું અધ્યયન આવ્યું.
અહીં જ હે ગૌતમ ! ત્યાં સુધી કહ્યું, યાવત્ આ અર્થાત્ વક્ષ્યમાણ ગાથા આવી.