________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પ૭૧ સન્માનિત કરાયા. અને એ પ્રમાણે સુખપૂર્વક બેઠેલા ધર્મકથાદિના વિનોદ વડે કરીને ફરી જવા માટે=વિહાર કરવા માટે પ્રવૃત્ત થયા. ત્યારે તે ગૌતમ ! દુષ્ટ અંતપ્રાંત લક્ષણવાળા, લિંગોપજીવી ભ્રષ્ટ આચારવાળા, ઉન્માર્ગમાં પ્રવર્તક, ' અભિગ્રહિક મિથ્યાદષ્ટિ એવા તેઓ વડે તે મહાનુભાગ કહેવાયા, જે આ પ્રમાણે - હે ભગવંત! જો આપ અહીં એક વર્ષાકાળ ચાતુર્માસ કરો તો આપની આજ્ઞપ્તિથી અર્થાત્ આપના ઉપદેશથી અહીંયાં આટલાં ચૈત્યાલયો નક્કી થાય. (જ્ઞાતિ-જાતિ-આજ્ઞાથી એ પ્રમાણે અર્થ જાણવો.) તેથી અમારા અનુગ્રહ માટે અહીંયાં જ ચાતુર્માસ કરો.
હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ વડે કહેવાયું, જે આ પ્રમાણે - ઉભો ! ભો ! પ્રિયવાદી ! જોકે જિનાલયના વિષયમાં (આ વક્તવ્ય) છે તો પણ આ સાવધ છે, તેથી વચનમાત્રથી પણ હું આ આચરીશ નહિ. અને તે મિથ્યાદૃષ્ટિ લિગી સાધુવેષધારી મળે છે ગૌતમ ! આ પ્રમાણે અર્થાત નવિ નિVII. આ પ્રમાણે પરમતત્ત્વરૂપ યથાસ્થિત, અવિપરીત, નિઃશંક સિદ્ધાંતના સારને કહેતા એવા તે કુવલયપ્રભ વડે તીર્થંકર નામકર્મ ગોત્ર ઉપાર્જન કરાયું, (અ) ભવોદધિ એક ભવ બાકી રહે તેટલો કરાયો. અને ત્યાં જેમનું નામ ન લઈ શકાય તેવો સંઘમેલાપક જોવાયો હતો, અને તે બહુ પાપમતિવાળા સાધુ-સાધ્વીઓ વડે પરસ્પર એકમત કરીને હે ગૌતમ ! તાળી આપીને તે મહાનુભાગ મહાતપસ્વીના તે કુવલયપ્રભ નામને વિપરીત જોડ્યું, અને સાવઘાચાર્ય નામ શબ્દકરણ કર્યું અને તે પ્રસિદ્ધિ પામ્યું. તે અપ્રશસ્ત શબ્દકરણ વડે એ પ્રમાણે અર્થાત્ સાવઘાચાર્ય એ પ્રમાણે બોલાવાતાં પણ તેઓ હે ગૌતમ ! જરા પણ કોપ ન પામ્યા. ૨૮II વિશેષાર્થ :
(૬) “ના મો મો વિયંવ -”
અહીં જ્યારે શિથિલાચારીઓએ સાવદ્યાચાર્યને જિનાલયના ઉપદેશ માટે વિનંતી કરી, ત્યારે સાવદ્યાચાર્યે કહ્યું કે, જોકે જિનાલયના વિષયમાં (આ વક્તવ્યો છે, તો પણ આ સાવદ્ય છે, હું વચનમાત્રથી પણ આ પ્રમાણે આચરીશ નહિ. આ પ્રમાણેના સિદ્ધાંતના સારને અને પરમતત્ત્વને યથાસ્થિત, અવિકૃત અને નિઃશંક કહેતા એવા સાવદ્યાચાર્ય વડે સંસાર પરિમિત કરાયો અને તીર્થકર નામકર્મ બંધાયું. આનું કારણ એ કે પૂર્વમાં જ તેઓ મહાતપસ્વી હતા, ભગવાનના વચન પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાળા હતા અને તેથી જ અત્યંત પ્રતનુ કષાયવાળા હતા, અને તેથી જ ભગવાનના વચનને અનુસારે જ પોતે સંયમમાં ઉદ્યમવાળા હતા. આ સર્વને કારણે તેમનો અંતરંગ કાષાયિક પરિણામ ક્ષીણક્ષીણપ્રાયઃ હતો. અને તેથી જ્યારે શિથિલાચારીઓની વચ્ચે આ પ્રરૂપણા કરવામાં તેમને ઘણું સહન કરવું પડે તેવા વિષમ સંયોગોની સંભાવના હોવા છતાં તેની અસર ન ઝીલી, અને ભગવાનના વચનને જ સમ્યગુ સ્થાપન કરવાનો પરિણામ ત્યારે તેમને ઉલ્લસિત થાય છે, અને તે કષાયની અત્યંત અલ્પતાથી જ સંભવે છે. અને આથી જ પૂર્વમાં કષાયોની જે અલ્પતા હતી, તે પણ સન્માર્ગની સમ્યગૂ પ્રરૂપણાના કાળમાં જે વિશુદ્ધ ઉપયોગ વર્તતો હતો તેનાથી અતિ વિશુદ્ધ બને છે, અને તેથી જ સંસાર પરિમિત બને છે. અને જગતના જીવોને અત્યંત ઉપકારી એવું ભગવાનનું વચન છે એવી બુદ્ધિથી, જગતના જીવોનું કલ્યાણ કરવાનો આશય અતિ પુષ્ટ થાય તે રીતે સન્માર્ગની પ્રરૂપણા કરેલી હોવાથી, તે પ્રશસ્ત અધ્યવસાય તીર્થંકર નામકર્મના બંધનું કારણ બને છે. કેવલ તે અધ્યવસાય તેવો ઉત્કટ ન હતો કે જેથી તીર્થંકર નામકર્મ નિકાચિત થાય, અને આથી જ પાછળથી