________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬
પ૬૯ સ્ત્રીનો-સાધ્વીજીનો સ્પર્શ સાધુને થાય છે, તેથી એકાંતનો અર્થ એવો ન કરી શકાય કે, અપૂકાયનો સ્પર્શ કે અગ્નિકાયનો સ્પર્શ કે સ્ત્રીનો સ્પર્શ ગમે તે સંયોગમાં સાધુ કરી જ ન શકે. તેથી આ ત્રણેમાં પણ ઉત્સર્ગ અપવાદ છે જ, તો પણ ત્યાં એકાંત કહેવાનું તાત્પર્ય આ ત્રણ અત્યંત પરિહાર્ય છે તે બતાવવા માટે છે; કેમ કે આ ત્રણથી જ ગૃહસ્થ જીવન ચાલે છે અને સાધુએ આ ત્રણનો અત્યંત ત્યાગ કરેલ હોવાથી ગૃહસ્થ કરતાં જુદો પડે છે. અને આથી જ અભયકુમારે જ્યારે કઠિયારા મુનિને ઓળખાવવા માટે આ ત્રણનો જેણે ત્યાગ કર્યો હોય તેને ત્રણ રત્નના ઢગલા આપવાનું જાહેર કર્યું, ત્યારે કોઈ વ્યક્તિ તે ગ્રહણ કરવા માટે તૈયાર થઈ નહિ; કેમ કે ગૃહસ્થ જીવન આ ત્રણથી જ ચાલે છે, અને તેની સાધુને અત્યંત વર્જનીયતા બતાવવામાં જ પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય છે.
(આનું વિશેષ તાત્પર્ય પ્રથમ ઉલ્લાસ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગાથા-૧૩૦ માં જોવું.) ટીકા -
. से भयवं जे णं केइ साहू वा साहूणी वा निग्गंथे, अणगारे, दव्वथयं कुज्जा, से णं किमालवेज्जा ? गो! जे णं केई साहू वा साहूणी वा णिग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजयइ वा, असंजएइ वा, देवभोइए वा, देवच्चगेइ वा, जाव णं उम्मग्गपइट्ठिएइ वा, दुरुज्झियसीलेइ वा, कुसीलेइ वा, सच्छंदयारिएइ वा आलवेज्जा ।। સૂઇ ર૭T. ટીકાર્ય :
તે મથવું ..... માનવેન્ના | હે ભગવંત ! જે કોઈ નિગ્રંથ અણગાર સાધુ કે સાધ્વી દ્રવ્યસ્તવ કરે તેને શું આલાપ કરવો અર્થાત્ કયા શબ્દોથી બોલાવવો ? હે ગૌતમ ! જે કોઈ નિગ્રંથ અણગાર સાધુ કે સાધ્વી દ્રવ્યસ્તવ કરે તેને અયતિ અથવા અસંયત અથવા દેવભોગી અથવા દેવાચક–દેવનો પૂજારી, યાવત્ ઉન્માર્ગની પ્રતિષ્ઠા કરનાર, છોડી દીધું છે શીલ જેણે એવા=શીલરહિત, અથવા કુશીલ અથવા સ્વચ્છંદાચારી કહીને બોલાવવા. રા
ટીકા :
___ एवं गो० ! तेसिं अणायारपवित्ताणं बहुणं आयरियमहत्तराईणं एगे भरगयच्छवी कुवलयपहाभिहाणे णाम अणगारे महातवस्सी अहेसी । तस्स णं महामहंते जीवाइपयत्थे सुतत्तपरित्राणे सुमहंतं च संसारसागरे तासुं तासुं जोणीसुं संसरणभयं, सव्वहा सव्वपयारेहिं णं अच्चंतं आसायणाभीरुअतणं, तक्कालं तारिसेऽवि असमंजसे अणायारे बहुसाहम्मियपवत्तिए तहावि सो तित्थयराणमाणं णाइक्कमेइ ।
ટીકાર્ય :
પર્વ .... ફિવર ! એ પ્રમાણે છે ગૌતમ ! અનાચારમાં પ્રવૃત્ત થયેલા તે ઘણા આચાર્ય મહત્તરોમાં એક મરકત રત્ન સમાન કાંતિવાળા કુવલયપ્રભ નામના અણગાર મહાતપસ્વી હતા. તેમનું જીવાદિ પદાથોંમાં મહામહંત તત્વનું પરિજ્ઞાન હોવાને કારણે સંસારસાગરમાં તે તે યોનિમાં સુમહંત એવો સંસરણનો ભય (અ) સર્વથા, સર્વ