________________
પ૬૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ તેઓએ શિથિલાચારનો સ્વીકાર કર્યો, પરંતુ આગમ અનુવૃત્તિથી સંયમમાં ઉદ્યત રહ્યા નહિ.
(૩) “ચ્છા પરિધ્ધિા નું રૂદનો પરનો વાઉં...”
આલોક અને પરલોકના અપાયનો ત્યાગ કરીને એમ કહ્યું, ત્યાં આલોકનો અપાય આ પ્રમાણે છે -જોકે તે શિથિલાચારીઓ તે વખતે લોકોથી પૂજાતા હતા તો પણ આ લોકમાં સારા સાધુઓ કે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા શ્રાવકો તેઓને અસંયમી તરીકે માને છે, તે શિથિલાચારી માટેનો આલોકનો અપાય છે.
અને પરલોકનો અપાય એ છે કે, પરલોકમાં પોતાને અનુચિત પ્રવૃત્તિઓથી દુર્ગતિની પ્રાપ્તિ થવાની છે, તેની ચિંતા તેઓએ છોડી દઈને સુદીર્ઘ સંસારનો સ્વીકાર કરીને તે પ્રવૃત્તિઓનો સ્વીકાર કરેલ છે, તે પરલોકનો અપાય છે.
(૪) “તેનુ વેવ મઇવે ઉત્તેનું ...”
અહીં વિશેષ એ છે કે, મઠ-દેવકુલોમાં અત્યંત ગ્રંથિવાળા થયેલા, મૂર્છાવાળા થયેલા અને અહંકારમમકારથી અભિભૂત થયેલા સ્વયં જ પુષ્પોની માળાઓ વડે દેવઅર્ચના કરવા અભ્યસ્થિત થયા. આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓ સાધુના વેષમાં શિથિલ થયેલા ભગવાનની અંગરચનાના આશ્રયને લઈને પોતાના ઉપભોગ અર્થે ધનનો સંચય કરે છે તેવો અર્થ પ્રાપ્ત થતી નથી, પરંતુ ધર્મબુદ્ધિથી જ તેઓ જિનમંદિરાદિ નિર્માણ કરતા હતા, પરંતુ તેમાં મૂર્છાદિ કરતા હતા અને સ્વયં જ વિચિત્ર પુષ્પમાળાઓ દ્વારા દેવાર્શન કરીને પોતે ધર્મ કરે છે, એવી મિથ્થાબુદ્ધિને વહન કરે છે, આવો અર્થ આગળના કથનથી સ્પષ્ટ થાય છે; કારણ કે શાસ્ત્રના વિષયમાં તેઓમાં મોક્ષનું કારણ શું ? તેના વિષયમાં જુદા જુદા પાઠોને આશ્રયીને વિખવાદ થાય છે ત્યારે, મધ્યસ્થ તરીકે અને શાસ્ત્રના જાણ તરીકે સાવઘાચાર્યને જ સ્વીકારવા તેઓ તૈયાર થયા. પરંતુ જો તેઓ આલોકના જ સુખ અર્થે ધનસંચયમાં યત્ન કરતા હોત અને તેના ઉપાયરૂપે જ જિનમંદિરોનો ઉપયોગ કરતા હોત, તો શાસ્ત્રને સાંભળવાની જિજ્ઞાસા પણ તેઓને થઈ શકે નહિ. અને આથી જ સાવદ્યાચાર્ય પાસે વાચના ચાલે છે ત્યારે, ભગવાને કહેલા અર્થો ગુરુના ઉપદેશાનુસારે સાવદ્યાચાર્ય તેઓને સમજાવે છે, અને તેઓ પણ તેને તે જ પ્રકારે શ્રદ્ધા કરે છે, એ પ્રમાણે આગળ કહેલ છે. જો તેઓ કેવલ આલોકના જ રસિક હોત તો ભગવાનનાં વચનોની તે પ્રકારે શ્રદ્ધા તેઓને થાત નહિ. તેથી તે શિથિલાચારીઓ ધર્મબુદ્ધિથી જ સાધુએ પૂજા વગેરે કરવી જોઈએ અને આ ચેત્યાલયો સાધુને કર્તવ્ય છે તેમ માને છે, અને તે જ તે મઠવાસીઓનો ભ્રમ છે.
(૫) “મેહૂળ તે તેમાં .” અહીં અમુકાય, તેઉકાય અને મૈથુનના વર્જનનું એકાંતથી નિષેધનું વચન છે. તેનું તાત્પર્ય એ
જોકે સાધુ પણ નદી ઊતરે છે ત્યારે અપુકાયનો સંસર્ગ થાય છે, અને કોઈ સાધ્વી નદીમાં પડી ગઈ હોય તો તેને કાઢવા માટે અન્ય કોઈ વિદ્યમાન ન હોય, અને સાધુ તરીને કાઢવા માટે સમર્થ હોય, ત્યારે