________________
પ૭૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ યત્ન કરતો હોય, અથવા તો પૂર્વની કરાયેલી પ્રરૂપણાને સુધારવા માટે કોઈ યત્ન ન કરતો હોય, તે જીવને અનંત સંસારની પ્રાપ્તિ થઈ શકે. અને અમૃતિને કારણે સ્કૂલના થયા પછી કદાચ તેવું કોઈ નિમિત્ત ન મળે, તો તે વાત સ્થિર કરવા માટેનો પ્રયત્ન ન પણ હોય, પરંતુ તેની સામગ્રી મળે કે જેથી પોતે ભૂલ કરી છે તેમ સમજાય, તો પણ પોતાની ભૂલને સુધારવાની મનોવૃત્તિ ન હોય, તેવી દૃઢ વિપરીત પ્રકૃતિ હોય તો અનંત સંસાર પણ થઈ શકે. આથી જ અનાભોગથી પણ ઉત્સુત્રપ્રરૂપણા કરનારને ઉત્કટથી અનંત સંસાર થાય તેમ કહેલ છે. અને પ્રમાદને કારણે આશંકા થાય તો પણ, સૂત્રના પદ, અક્ષર આદિનો અપલાપ કરે તો પણ, અનંત સંસાર પ્રાપ્ત થાય, તેનું તાત્પર્ય એ છે કે, પોતે સંયમાદિમાં પ્રમાદ કરતો હોય, અને શાસ્ત્ર આદિના તે વચનોની પ્રરૂપણા કરતી વખતે તેને આશંકા થાય કે, હું આ પ્રસ્તુત શાસ્ત્રવચન યથાર્થ કહેવા જાઉં તો મારો પ્રમાદ પ્રગટ થવાને કારણે હું અપૂજ્ય થઈશ, તેથી સભયપણાને કારણે એ અક્ષર ગોપવે તો અનંત સંસાર થઈ શકે. અને આશંકાદિમાં આદિ પદથી પ્રમાદને કારણે પોતાની આચરણાથી વિરુદ્ધ કહેનારાં સૂત્રોની સમ્યગુ પ્રરૂપણાથી પોતાની માનહાનિનો નિર્ણય ગ્રહણ કરવાનો છે.
આ સૂત્રથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનના શાસ્ત્રના વચનવિરુદ્ધ કોઈ પણ પ્રરૂપણા કરવામાં આવે ત્યારે ભગવાન પ્રત્યેનો અનાદરભાવ વર્તે છે. યદ્યપિ તે વખતે ભગવાનનાં દર્શન કરવાં, ચૈત્યવંદન કરવું કે ભગવાનના ગુણોનું કીર્તન કરવું, તે સર્વ પ્રવૃત્તિરૂપે હોવા છતાં, પોતાના માનકષાયને આધીન થઈને ભગવાનના વચન પ્રત્યેની ઉપેક્ષા જેટલા અંશે તીવ્ર થાય, તેટલા અંશે સંસારની વૃદ્ધિ થાય, અને તે ઉત્કટથી અનંત સંસાર સુધી થઈ શકે છે. અને વળી તે રીતે અવિધિથી સૂત્રાર્થનું વ્યાખ્યાન કરતો હોય કે અયોગ્યને સૂત્રાર્થનું વ્યાખ્યાન કરતો હોય ત્યારે પણ ભગવાનના વચનનો અનાદર જ છે, અને આથી જ અનંત સંસારની પ્રાપ્તિ થઈ શકે છે.
પરંતુ અવિધિના પરિહાર માટે યત્ન કરતો હોય, આમ છતાં સૂત્રના વ્યાખ્યાનકાળમાં અનાભોગ, સહસાત્કારથી કોઈ અવિધિ દોષ થઈ જાય, એટલા માત્રથી અનંત સંસારની વૃદ્ધિ થતી નથી, પરંતુ અવિધિને દૂર કરવા માટે જે નિઃશૂક હોય છે, તેને સંસારની વૃદ્ધિ થાય છે. ટીકા -
____ "ता किं एत्थं जं होही तं भवउ, जहट्ठियं चेव गुरुवएसाणुसारेणं सुत्तत्थं पवक्खामित्ति चिंतिऊणं गो० ! पवक्खाया णिखिलावयवविसुद्धा सा तेण गाहा । एयावसरंमिचोइयो गो० ! सा तेहिं दुरंतपंतलदेखणेहिं जहा-'जइ एवं, ता तुमंपि ताव मूलगुणहीणो, जाव णं संभरसु तं जं तद्दिवसं तीए अज्जाए तुझं वंदणगं दाउकामाए पाए उत्तमंगेणं पुढें । "ताहे इहलोइयायसभीरू खरमच्छरीहुओ, गो० ! सो सावज्जायरियो विचिंतिओ, जहा जं मम सावज्जायरियाभिहाणं कयं इमेहि, तहा तं किंपि संपयं काहिंति, जेणं तु सव्वलोए अपुज्जो भविस्सं । ता किमेत्थं परिहारगं दाहामित्ति चिंतमाणेणं संभरियं तित्थयरवयणं । जहा - 'णं जे केइ आयरिए
૧૪-૧૫ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૦ ૧૬ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૧