________________
૫૩૧
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
કારણ તે દ્રવ્યસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવમાં થતી હિંસા કરતાં કઈક ગુણી અધિક અહિંસાની પ્રાપ્તિ છે. તેથી જ અલ્પ હિંસાની ઉપેક્ષા કરીને અધિક લાભાંશને સામે રાખીને ગૃહસ્થની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે.
ટીકા –
अत्राष्टकम् -
'अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव नु ।
महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः ।।१।।'
अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षणः = अपण्डितः, आह - 'विचक्षण' इति वक्ष्यमाणपर्यालोचनयोपहासवचनम् । अस्य जगद्गुरोः दोष एव अशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेनमहारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेन अग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूहः ।
ટીકાર્ય :
-
‘ત્ર’ આ વિષયમાં રાજ્યાદિદાનદૂષણનિવારણ હરિભદ્ર અષ્ટક આ પ્રમાણે છે
શ્લોકાર્થ ઃ
વિપક્ષળ: ||9|| અન્ય=તત્ત્વમાર્ગમાં અવિચક્ષણ એવો અન્ય, કહે છે મહાઅધિકરણપણું હોવાથી આના=જગદ્ગુરુના, રાજ્યાદિપ્રદાનમાં દોષ જ=અશુભ કર્મ ઉપાર્જન
अन्यस्त्वाह
જ, છે. IIII
ટીકાર્ય :
અહીં શ્લોકમાં ‘વિદ્યક્ષ' શબ્દ છે, ત્યાં સંધિના નિયમ મુજબ ‘જ્ઞ’ નો લોપ થયો છે, તેથી અવિવક્ષઃ શબ્દ છે. તેથી એ અર્થ થાય કે પરિòત્તવ્ય=બોધ કરવા યોગ્ય, તત્ત્વમાર્ગરૂપ વસ્તુમાં અવિચક્ષણ એવો અન્ય કહે છે. અને ‘વિચક્ષણ’ એ પ્રમાણે ગ્રહણ કરીએ, તો જે અર્થ થાય છે તે કહે છે - વિચક્ષણ એ વક્ષ્યમાણ પર્યાલોચન વડે ઉપહાસવચન છે.
વિશેષાર્થ ઃ
કહેવાનો ભાવ એ છે કે શ્લોકમાં પૂર્વપક્ષીનું જે કથન છે, તેનું પર્યાલોચન કરવાથી એ નક્કી થાય છે કે, તેમનું વચન સંગત નથી. આમ છતાં, વિચક્ષણ એવો અન્ય કોઈ કહે છે, એમ જે કહ્યું તે ઉપહાસવચન છે, અર્થાત્ કટાક્ષમાં ‘વિચક્ષણ’ કહેલ છે.
૦ અષ્ટક મૂળ શ્લોક-૧ ના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં બતાવે છે
‘સભ્ય’ આના=જગદ્ગુરુના,