________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
પ33
શક્તિ હોતે છતે મહાત્માને ઉપેક્ષા યોગ્ય નથી, તે કારણથી તેમના ઉપકાર માટે=પુત્રોના ઉપકાર માટે, પરાર્થને માટે દીક્ષિત એવા આમનું જગદ્ગુરુનું, તાદાન =રાજ્યનું પ્રદાન, ગુણાવહ છે. -૩-૪
શ્લોક-૨, ૩, ૪ના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે – “વાહો’=અવસર્પિણીકાળના હીન હીનતરાદિ સ્વભાવથી અર્થાત્ અવસર્પિણીકાળમાં દરેક વસ્તુ હીન-હીનતર થતી જાય છે.
નામે સ્વ-પર ધનાદિની વ્યવસ્થાનો લોપ. નાયકની હાજરીમાં પણ કેટલાક લોકો મર્યાદાનો લોપ કરીને વિનાશ પામતા દેખાય છે. આથી કરીને કહે છે –
નાયકના અભાવમાં અધિક વિનાશ પામે તે દેખાડવા શ્લોકમાં ‘વિ' શબ્દ “અતિ' અર્થમાં વપરાયેલછે.
દનો'=પ્રાણાદિનો ક્ષય થવાને કારણે મનુષ્યજન્મમાં અધિક વિનાશને પામશે. ‘રત્ર'=હિંસાદિની અતિશયતાથી પરલોકમાં અધિક વિનાશને પામશે. ‘શો ત્યાં'સ્વકૃતિથી સાધ્યપણાનું જ્ઞાન હોવા છતાં,
પછાર:'=અનર્થથી રક્ષણ, “તત્વવાન =રાજ્યાદિનું દાન, ‘પૂરાઈ=પરોપકાર માટે રીક્ષિત'=કૃતનિશ્ચયવાળા ભગવાનનું,
‘વિશેન'=સામાન્ય રાજ્યદાયકની અપેક્ષાએ વિશેષથી નારો =ભુવનના સ્વામીનું, ટીકાર્ચ -
તથા ઘ ..... સપદસ્તિતમ્ ! અને તે પ્રમાણે=શ્લોક નં. ૨/૩/૪ માં જે ઉત્તર આપ્યો તે પ્રમાણે, શ્લોક-૧ માં પૂર્વપક્ષીએ રાજ્યદાનને જે મહાઅધિકરણરૂપે સ્થાપન કરેલ છે, તે મહાઅધિકરણત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમ કે અધિકરણનું અધ્યવસાયઅપેક્ષપણું છે, એ પ્રમાણે તાત્પર્ય છે. તેથી રાજ્યાદિના દાનમાં દોષ જ છે, એ કથન દૂર થયું. વિશેષાર્થ:
ભગવાને પુત્રોને જે રાજ્ય આપ્યું તેમાં અધિક દોષના નિવારણરૂપ અધ્યવસાય હોવાને કારણે તે અધિકરણરૂપ બનતું નથી, પરંતુ પુત્રાદિના મમત્વને કારણે જો રાજ્ય પ્રદાન કર્યું હોત તો તે અધિકરણરૂપ બનત, એ પ્રકારનો ભાવ છે. તેથી રાજ્યાદિના દાનમાં દોષ છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ જે કહ્યું તે કથન દૂર થયું.
અહીં વિશેષ એ છે કે, પુત્રાદિ રાજ્યને પ્રાપ્ત કરીને સુખનો અનુભવ કરે એ પ્રકારના અધ્યવસાયથી જગદ્ગુરુ પુત્રાદિને રાજ્ય આપે, તો તે અપાયેલું રાજ્ય અધિકરણ રૂપ બને. પરંતુ રાજ્ય આપવા છતાં લોકોમાં જે હિંસાદિ અનુચિત પ્રવૃત્તિઓ પ્રવર્તે છે, તેનાથી અધિક ન પ્રવર્તે એવા આશયથી ભગવાને પુત્રોને રાજ્યાદિનું દાન કરેલ છે, તેથી તે અન્ય જીવોના ઉપકાર અર્થે છે, તેથી અધિકરણરૂપ નથી. આનાથી એ ફલિત થાય છે કે, એક જ ક્રિયા શુભાશુભ અધ્યવસાય અનુસાર અધિકરણરૂપ ન બને અથવા અધિકરણરૂપ પણ બને.
-૧૪