________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
પપ૮ અવતરણિકા :
एवं व्याख्यानेन एवान्यत्रापि सूत्रस्य निःशङ्कितत्वकरणेन प्रव्रज्यासार्थकतोपपत्तिरित्यनुશાતિ -
અવતરણિકાર્ય :
આ રીતે વ્યાખ્યાન વડે જ=પૂર્વમાં કુવલયાચાર્યનું જે જિનમંદિર વિષયક સાવધનું કથન હતું, તેનું સાપેક્ષ રીતે જે વ્યાખ્યાન કર્યું, એ રીતે વ્યાખ્યાન વડે જ, અન્યત્ર પણ સૂત્રનું નિઃશંકિતપણું કરવા દ્વારા પ્રવ્રજયાના સાર્થકપણાની ઉપપત્તિ થાય છે અર્થાત્ પ્રવજયા સાર્થક થાય છે, એવું અનુશાસન ગ્રંથકાર કરે છે - વિશેષાર્થ :
મહાનિશીથના કથનમાં જેમ એક ઠેકાણે દ્રવ્યસ્તવનું વિધાન કર્યું અને અન્ય ઠેકાણે સાવદ્યાચાર્યના કથનમાં તેને સાવદ્ય કહ્યું, તેની સમ્યગુ સમાલોચના કરીને તે કઈ અપેક્ષાએ છે તેનું વ્યાખ્યાન કર્યું, એ રીતે અન્યત્ર પણ સૂત્રમાં આપાતથી પરસ્પર વિરોધ દેખાય તેનું સમાધાન કરીને નિઃશકિતપણું કરવાથી પ્રવજ્યા સાર્થક થાય છે; કેમ કે સૂત્રમાં નિઃશંકિતપણું ન હોય તો ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા રહે નહિ, અને ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા ન હોય તો પ્રવૃત્તિની દઢતા રહે નહિ, અને અદૃઢ પ્રવૃત્તિવાળી પ્રવ્રજ્યા સમ્યગુ ફળ આપે નહિ. તેથી સમ્યગુ ફળના અર્થીએ દઢ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે, અને દઢ પ્રવૃત્તિ કરવા માટે સૂત્રમાં નિઃશંકિતપણું કરવું જોઈએ. તેથી જે રીતે મહાનિશીથના કથનમાં નિઃશંકિતતા કરી છે, તે રીતે વિરોધનો પરિહાર કરીને સર્વત્ર સૂત્રમાં નિઃશંકિતતા કરવી જોઈએ. ક્વચિત્ કોઈ સ્થાનમાં બુદ્ધિની અલ્પતાને કારણે પરસ્પર વિરોધનો પરિવાર ન થાય, તો પણ આ સર્વજ્ઞકથિત સૂત્ર લેશ પણ અન્યથા નથી, તેવી બુદ્ધિને ગીતાર્થો સ્થિર કરે છે, જેથી દઢ પ્રવૃત્તિ દ્વારા પ્રવ્રજ્યાના ફળની પ્રાપ્તિ થાય. એ પ્રકારે શ્લોકમાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત ગાથાની અવતરણિકાના કથન સાથે શ્લોકની સંગતિ આ રીતે છે -
પ્રસ્તુત શ્લોક-૪૫ની અવતરણિકામાં કહ્યું કે, જેમ શ્લોક-૪૪માં વ્યાખ્યાન કર્યું, એ રીતે વ્યાખ્યાન દ્વારા બીજે ઠેકાણે પણ સૂત્રનું નિઃ શકિતપણું કરવાથી પ્રવ્રજ્યાની સાર્થકતાની ઉપપત્તિ છે, અને તેવો ભાવ શ્લોક-૪૫ની ટીકામાં સ્થૂલથી દેખાતો નથી. પરંતુ શ્લોક-૪પના ઉત્તરાર્ધમાં કહ્યું કે, મધ્યસ્થ ગીતાર્થો સ્થાને સ્થાને શાસ્ત્રના પદાર્થોને પરસ્પર અવિરોધી રીતે જોડવા માટે સંમુખ કરાયેલા વિમર્શવાળા સર્વ ગ્રંથને, ધીરે ધીરે શ્રોતાને તેમની પ્રજ્ઞાને અનુસારે યથાર્થ નિર્ણય કરાવીને સ્વસિદ્ધાંતમાં શલ્યરહિત બનાવે છે, તેનાથી જ તેઓની પ્રવજ્યાની સાર્થકતા છે. એ પ્રકારે અવતરણિકાના કથન સાથે શ્લોકના કથનનો સંબંધ છે.