________________
પપ૬
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ કરવામાં અપ્રાકરણિક બને છે; કેમ કે તે વચન જિનાલયને સાવદ્ય સ્થાપવામાં ઉપયોગી બનતું નથી. તેથી ગ્રંથકારે તે અપ્રાકરણિકને સંબોધન કરીને મુખવકીકરણરૂપ કાર્યનું અભિધાન પ્રસ્તુત શ્લોક-૪૩ના ચરમપાદમાં બતાવ્યું છે. તે આ પ્રમાણે – “પ નિપIન’ એ વચન તારા મુખના વકીકરણરૂપ કાર્ય કરે છે, અને તેના દ્વારા પ્રકૃતિનું વક્રોક્તિથી અભિધાન છે અર્થાત્ કુવલયાચાર્યના કથનથી પ્રકૃત એ છે કે ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ કરવો, તે પ્રકૃતિનું વક્રોક્તિ દ્વારા ગ્રંથકારે અભિધાન કરેલ છે. તે આ રીતે –
“ઘ' એ પ્રકારનું વચન તારું મુખ વક્ર કરે છે, એ પ્રકારની વક્રોક્તિથી પ્રકૃતિનું જિનાલયવિષયક વર્તતા ઉન્માર્ગના નિષેધનું અભિધાન ગ્રંથકારે કરેલ છે, તેથી શ્લોકના ચરમપાદનું કથન અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે.
ઉત્થાન :
અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું લક્ષણ બતાવતાં કહે છે – ટીકાર્ચ -
અપ્રસ્તુત ..... નક્ષVI| | અપ્રસ્તુતપ્રશંસા=અપ્રસ્તુત કથન જે છે તે અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે. તે અપ્રસ્તુતપ્રશંસા જ, પ્રસ્તુત આશ્રયવાળી છે. એ પ્રકારનું અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું લક્ષણ છે.
*
વિશેષાર્થ :
અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું યોજન પ્રસ્તુત શ્લોકમાં આ રીતે છે – લંપાકને કુવલયાચાર્યના વચનથી જિનાલયને સાવદ્યરૂપે સ્થાપન કરવું છે. તે સાવદ્યરૂપે સ્થાપન કુંપાકને પ્રસ્તુત છે અને ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ અપ્રસ્તુત છે. અને “યદ્યપિ” એ વચનરચના તારું મુખ વક્ર કરે છે, તેનાથી તે અપ્રસ્તુતનું કથન થાય છે, અને તેથી તે અપ્રસ્તુતકથન એ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે. અને તે અપ્રસ્તુતપ્રશંસા પ્રસ્તુત આશ્રયવાળી છે અર્થાત્ ગ્રંથકારને આ કથન દ્વારા પ્રસ્તુત એ છે કે કુવલયાચાર્યનું વચન ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ કરે છે, પરંતુ ચૈત્યસ્થિતિનો નહિ; અને ગ્રંથકારને આ જે પ્રસ્તુત છે, તેના આશ્રયવાળી આ અપ્રસ્તુતપ્રશંસા છે. ઉત્થાન :
આ રીતે મૂળ શ્લોકમાં કયો અલંકાર છે, તે બતાવ્યું. હવે સાવઘાચાર્યના કથનમાં ‘ન વિ. નિજાતિ' ... એ પ્રકારનું જે વચન છે, તેનું ખરું તાત્પર્ય શું છે, તે બતાવવા અર્થે કહે છે -- ટીકા :
__ "जइ वि जिणालये तह वि सावज्जमिणं" न स्वभावतश्चैत्यस्थितेर्दुष्टत्वमाह, किंतुमठप्रवृत्त्युपाधिनेत्येवं श्रद्धेयम् । न हि 'यद्यपि पायसं तथापि न भक्ष्य मिति वचनं विषमिश्रिताधुपाधिसमावेशं विनोपपद्यते इति भावनीयं सूरिभिः (सुधिभिः) ।।४४।।