________________
પપ૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ મમતા, તે મમતાથી મૂઢ છે આત્મા જેઓનો, તેવા લિંગીઓની મઠમિશ્રિત ચેત્યકર્તવ્યતાની ગોચર=વિષયવાળી, તે પ્રતિજ્ઞાને લિંગજીવીઓની ચયનિમણની પ્રતિજ્ઞાને, દૂર ફેંકતા એવા સૂરિ વડે કુવલયાચાર્ય વડે, ઉન્માર્ગસ્થિરતા=અનાયતન પ્રવૃત્તિની દઢતા, નિષેધ કરાઈ; પરંતુ ચૈત્યસ્થિતિ=સમ્યગ્લાવિત ચૈત્યપ્રવૃત્તિની વ્યવસ્થા, નિષેધ કરાઈ નથી. વિશેષાર્થ :
મહાનિશીથસૂત્રમાં કુવલયાચાર્યના પ્રસંગમાં કહેલ વચન દ્વારા કુવલયાચાર્યે લિંગધારીની ઉન્માસ્થિરતાનો નિષેધ કરેલ છે.
તે લિંગીઓ પોતાના શ્રમથી બનાવેલાં ચૈત્યોને વિષે મમતાવાળા છે, અર્થાત્ પોતે યત્ન કરીને ગૃહસ્થો પાસેથી ધનાદિ મેળવીને ચૈત્યોનું નિર્માણ કર્યું છે, તેથી તે ચૈત્યોમાં તેઓ મમતા ધરાવે છે કે અમે આ ચૈત્યોનું નિર્માણ કર્યું છે, માટે ચૈત્યોની મમતાથી તેઓ મૂઢ થયેલા છે=પોતાના સંયમજીવનને ભૂલીને વેશમાત્રમાં રહેવા છતાં સંયમની ઉચિત પ્રવૃત્તિ કરવામાં મૂઢ થયેલા છે, તેવા પ્રકારના લિંગીઓની મઠમિશ્રિત ચૈત્યકર્તવ્યતા વિષયક તે પ્રતિજ્ઞાને લિંગીઓની ચૈત્યનિર્માણની પ્રતિજ્ઞાને, આ સપાય છે એ વચન વડે ગળેથી પકડીને દૂર ફેંકતા એવા કુવલયાચાર્યે ઉન્માર્ગસ્થિરતાનો જ=નહિ સેવવા યોગ્ય પ્રવૃત્તિની દઢતાનો જ, નિષેધ કર્યો છે; પરંતુ સમ્યગુ ભાવિત ચૈત્યપ્રવૃત્તિની વ્યવસ્થાનો નિષેધ કર્યો નથી.
જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોય તે સમ્યગુ કહેવાય, અને શાસ્ત્રોક્ત વિધિથી ભાવિત એવી ચૈત્યપ્રવૃત્તિ જ્યારે ગૃહસ્થો કરતા હોય ત્યારે તેવી પ્રવૃત્તિનો ઉપદેશકો નિષેધ કરતા નથી. યદ્યપિ ક્વચિત્ કોઈ શ્રાવક અલ્પબોધ કે અલ્પસત્ત્વાદિને કારણે વિધિમાં ત્રુટિ રાખતા હોય તો તેને સુવિહિતો એ ત્રુટિના નિવારણ અર્થે ઉપદેશ આપે છે, પરંતુ ગૃહસ્થની ચૈત્યપ્રવૃત્તિનો નિષેધ કરતા નથી. પરંતુ સાધુવેશધારી
જ્યારે મઠમિશ્રિત ચૈત્યનિર્માણની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે અનાયતન પ્રવૃત્તિરૂપ છે, અને તેવી અનાયતન પ્રવૃત્તિનો જ નિષેધ પોતાની શક્તિ હોય તો ઉપદેશક કરે છે. ઉત્થાન :
પૂર્વમાં કુવલયાચાર્યના વચનનું તાત્પર્ય શું છે તે બતાવ્યું, ત્યાં પૂર્વપક્ષી કહે છે કે પૂર્વમાં ગ્રંથકારે કુવલયાચાર્યના વચનનું તાત્પર્ય ખોલ્યું એ જ તાત્પર્ય છે, પરંતુ ચૈત્યપ્રવૃત્તિના નિષેધનું તાત્પર્ય નથી,એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે - ટીકા:
इहार्थे यद्यपीति वाग्भङ्गी-वचनरचना, किमु तव मुखं वक्रं न विधत्ते ? अपि तु विधत्त
ઇવ