________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
૫૬૩
શાસ્ત્રમાં ખેદ-ઉદ્વેગાદિ દોષોથી મિશ્રિત ક્રિયાનો નિષેધ કરીને તેના પરિહાર માટેના યત્નપૂર્વક આવશ્યક કરવાનું વિધાન કરેલ છે. તેથી કોઈ જીવ ખેદ આદિ દોષોના પરિહાર માટે યત્ન કરતો હોય, આમ છતાં અભ્યાસદશામાં સર્વથા તેનો પરિહાર ન થતો હોય, પરંતુ ક્રમસર દોષ અલ્પ-અલ્પતર થતા હોય તો તેવા આવશ્યકનો નિષેધ કરેલ નથી. પરંતુ પોતાની રુચિ પ્રમાણે અર્થ કરવાની વૃત્તિવાળા આધ્યાત્મિકો તે શાસ્ત્રવચનોને ગ્રહણ કરીને કહે છે કે, ખેદાદિ દોષોથી રહિત આવશ્યકાદિ આ કાળમાં કરવાં શક્ય નથી, તેથી વર્તમાનમાં આવશ્યકાદિ કરવા કરતાં આધ્યાત્મિક પદાર્થોનું ચિંતન કરવું એ જ હિતાવહ છે, એમ કહીને સર્વથા આવશ્યકાદિનો અપલાપ કરે છે.
ટીકા -
:
मध्यस्थास्तु=गीतार्थाः, पदे पदे = स्थाने स्थाने, धृतधियः = सम्मुखीकृतविमर्शाः, सर्वं ग्रन्थं शनैः शनैः मन्दं मन्दं श्रोतृप्रज्ञानुसारेण संबन्ध्य शुद्धाशुद्धयोर्विवेकः - विनिश्चयः ततः, स्वसमयम्स्वसिद्धान्तं, निःशल्यं, शल्यरहितमातन्वते - तात्पर्यविवेचनेन सूत्रं प्रमाणयन्ति न तु शङ्कोद्भावनेन मिथ्यात्वं वर्द्धयन्तीति भावः ।। ४५ ।।
ટીકાર્યઃ
मध्यस्थास्तु ભાવઃ ||૪૯ || વળી મધ્યસ્થો=ગીતાર્થો, સ્થાને સ્થાને શાસ્ત્રના દરેક પદોમાં, ધૃતબુદ્ધિવાળા=સન્મુખીકૃત વિમર્શવાળા=આપાતથી પરસ્પર વિરુદ્ધ જણાતા કથનોના યથાર્થ તાત્પર્યને જોડવામાં સંમુખ કર્યો છે વિમર્શ જેણે એવા, સર્વ ગ્રંથને ધીરે ધીરે શ્રોતાની પ્રજ્ઞાને અનુસારે સંબંધ કરીને શુદ્ધાશુદ્ધનો વિવેક=વિનિશ્ચય, તેનાથી-શુદ્ધાશુદ્ધના વિવેકના નિશ્ચયથી, સ્વસમયને=સ્વસિદ્ધાંતને, નિઃશલ્ય=શલ્યરહિત, વિસ્તારે છે–તાત્પર્યના વિવેચનથી સૂત્રને પ્રમાણિત કરે છે, પરંતુ શંકાના ઉદ્ભાવન વડે મિથ્યાત્વનું વર્ધન કરતા નથી, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય, છે. I૪૫
*****
વિશેષાર્થ :
દુષ્ટ આશયવાળા જીવો શુદ્ધ એવા પણ કથનને લોપે છે, જ્યારે મધ્યસ્થ ગીતાર્થો શાસ્ત્રના દરેક સ્થાનોમાં યથાર્થ નિર્ણય કરવા માટે સંમુખ વિમર્શવાળા થાય છે, અને સંપૂર્ણ ગ્રંથને ધીરે ધીરે શ્રોતાની પ્રજ્ઞાને અનુસારે સંબંધિત કરે છે. એક સાથે આપાતથી વિરોધ બતાવીને શ્રોતાને વ્યામોહ કરતા નથી, પરંતુ જેમ જેમ શ્રોતાની પ્રજ્ઞા ખીલે છે, તેમ તેમ તેમની પ્રજ્ઞાને અનુસારે પરસ્પર વિરોધી કથનોનો સંબંધ જોડે છે. અને આ રીતે શુદ્ધ-અશુદ્ધના વિવેકથી=આવું દ્રવ્યસ્તવ શુદ્ધ છે માટે શાસ્ત્ર સંમત છે, અને આવું દ્રવ્યસ્તવ અશુદ્ધ છે માટે શાસ્ત્ર સંમત નથી, એ પ્રકારના શુદ્ધ-અશુદ્ધના નિશ્ચયથી, તેઓ સ્વસિદ્ધાંતને શલ્યરહિત વિસ્તારે છે, પરંતુ શ્રોતાને આપાતથી દેખાતા વિરોધોનું ઉદ્દ્ભાવન ક૨ીને શાસ્ત્રના વિષયમાં શંકાવાળા કરતા નથી, કે જેથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય. II૪પા