________________
પ૪૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૧-૪૨ તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, સારના ઉપાયપણા વડે કરીને સારપણું ત્યાં ચારિત્રમાં, અવિરુદ્ધ છે. તો તેનો ઉત્તર આપતા ગ્રંથકાર કહે છે કે, પ્રશસ્ત ભાવાર્થાના ઉપાય વડે કરીને દ્રવ્યાચંનું પણ પ્રશસ્તપણું હોવાથી આદરણીયપણાની અક્ષતિ છે. ૪૧ વિશેષાર્થ :
મહાનિશીથસૂત્રના પાઠના આધારે પૂર્વપક્ષી કહે છે કે, પ્રથમ=ભાવપૂજા, જ પ્રશસ્ત છે, તેથી દ્વિતીય=દ્રવ્યપૂજા, અપ્રશસ્ત હોવાથી આદરણીય નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, મહાનિશીથનો પાઠ ભાવસ્તવને પ્રશસ્ત બતાવે છે તેથી દ્રવ્યર્ચા અનાદરણીય સિદ્ધ થતી નથી. અન્યથા ચારિત્રનો સાર નિર્વાણ છે, એ વચનથી નિર્વાણ=મોક્ષ જ, સારભૂત હોવાથી ચારિત્ર પણ અનાદરણીય બની જશે.
અહીં પૂર્વપક્ષી કહે કે, મોક્ષનો ઉપાય ચારિત્ર છે, તેથી સારના ઉપાયભૂત ચારિત્રને પણ સાર કહી શકાય, તો ગ્રંથકાર કહે છે કે, પ્રશસ્ત ભાવાર્થાના ઉપાયભૂત દ્રવ્યર્ચા હોવાથી દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત છે, તેથી દ્રવ્યર્ચા પણ આદરણીય છે. આનાથી એ ફલિત થાય છે કે, પૂર્વપક્ષીને મહાનિશીથના પાઠથી દ્રવ્યર્ચા અપ્રશસ્તરૂપે અભિમત છે, પરંતુ મહાનિશીથના પાઠમાં ભાવાર્ચને પ્રશસ્ત કહી તેનાથી તેના ઉપાયરૂપે દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત છે.
મહાનિશીથની ગાથામાં કહ્યું કે પ્રથમ જ=ભાવાર્યા જ, પ્રશસ્ત છે, તેનાથી એ જણાય છે કે, બીજી=દ્રવ્યર્ચા, પ્રશસ્ત નથી, એ કથન ભાવાર્યા અને દ્રવ્યર્ચાની તુલનાની અપેક્ષાએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યર્ચા અને ભાવાર્યાની તુલના કરીએ તો એ બેમાં ભાવાર્યા જ શ્રેષ્ઠ છે, દ્રવ્યર્ચા નહિ. આમ છતાં ભાવાર્થાના ઉપાયરૂપે દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. II૪ના અવતરણિકા :
महानिशीथेऽस्मदुक्त्याऽप्रामाण्याभ्युपगमं कुमतिनो दूषयन्नाह - અવતરણિકાW :
અમારી ઉક્તિથી અમારા કેટલાક આચાર્યોના કથનથી, મહાનિશીથમાં કુમતિના=લુંપાકતા, અપ્રામાણ્યના અભ્યપગમને સ્વીકારને, દૂષણ કરતાં કહે છે -
શ્લોક :
प्रामाण्यं न महानिशीथसमये प्राचामपीत्यप्रियम्, यत्तुर्याध्ययने न तत्परिमितैः केषाञ्चिदालापकैः । वृद्धास्त्वाहुरिदं न सातिशयमित्याशङ्कनीयं क्वचित्, तत्किं पाप! तवापदः परगिरां प्रामाण्यतो नोदिताः ।।४२ ।।