________________
૫૪૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૨ છે પાપી ! અમારા સંપ્રદાયશુદ્ધોની શ્રેષ્ઠ વાણીનેaઉત્કૃષ્ટ વાણીને, પ્રમાણ સ્વીકારતાં તને શું આપત્તિ નથી આવતી ? અર્થાત્ આવે જ છે; કેમ કે અભ્યપગમ સિદ્ધાંતના સ્વીકારમાં=આપણા આચાર્યો વડે જે અભ્યપગમ છે તે સિદ્ધાંતના સ્વીકામાં, સ્વતંત્રતા=લુંપાકના, સિદ્ધાંતના ભંગનો પ્રસંગ છે; કેમ કે બકરાને કાઢતાં ઊંટ પેસી ગયું, એ ન્યાયની પ્રાપ્તિ છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીએ મહાનિશીથને અપ્રમાણભૂત કહેવા માટે આપણા શ્વેતાંબર સંપ્રદાયનાં કેટલાંક વચનોને સામે રાખીને ઉદ્ભાવન કર્યું. પરંતુ આપણા સંપ્રદાયના કેટલાક આચાર્યોનાં તે મંતવ્યો સંપૂર્ણ મહાનિશીથને અપ્રમાણ માનતાં નથી, પરંતુ મહાનિશીથના બે-ત્રણ આલાપકોને જ પ્રમાણ માનતા નથી. તેથી ગ્રંથકાર કહે છે કે, અમારા સંપ્રદાયશુદ્ધોની વાણીને લુપાક પ્રમાણરૂપે સ્વીકારતો હોય, તો તે બે-ત્રણ આલાપકોને છોડીને મહાનિશીથસૂત્રનું પ્રામાણ્ય તેણે સ્વીકારવું જોઈએ, અને વૃદ્ધોના કથન પ્રમાણે લુપાક સ્વીકારતો હોય તો સંપૂર્ણ મહાનિશીથને પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ. અને આપણા સંપ્રદાય મુજબ મહાનિશીથને અપ્રમાણભૂત સ્વીકારવામાં પૂર્વપક્ષી વડે પોતાને જ આપત્તિ આવી; કેમ કે આપણા સિદ્ધાંત પ્રમાણે મહાનિશીથને અપ્રમાણ કહેવા જતાં બે-ત્રણ આલાપકો છોડીને અન્ય અંશ તેણે પ્રમાણરૂપે માનવો પડે, અને તેમાં દ્રવ્યસ્તવનું વર્ણન છે, તેને પ્રમાણરૂપે માનવાની આપત્તિ પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય. અને તેને જ બતાવતાં કહે છે કે, આપણા આચાર્યો વડે જે અભ્યપગમ=સ્વીકારેલું છે, તે સિદ્ધાંતના સ્વીકારમાં પૂર્વપક્ષીને જે દ્રવ્યસ્તવનો અનભુપગમ છે, તે રૂપ પોતાના સિદ્ધાંતના ભંગનો પ્રસંગ આવશે; અને બકરાને કાઢતાં ઊંટ પેસી ગયું એ ન્યાય પ્રાપ્ત થશે. અર્થાત્ મહાનિશીથસૂત્રને આપણા આચાર્યના સ્વીકારથી અપ્રમાણ કહેવા જતાં શેષ મહાનિશીથસૂત્ર પ્રમાણરૂપે સ્વીકૃત થવાને કારણે દ્રવ્યસ્તવ અકર્તવ્ય છે, એમ સ્થાપન કરવાને બદલે દ્રવ્યસ્તવ કર્તવ્ય છે, એ સ્વીકારવા રૂપ ઊંટના પ્રવેશની પ્રાપ્તિ થઈ. ટીકા :
तथोक्तं चतुर्थाध्ययने प्रान्ते - 'अत्र चतुर्थाध्ययने बहवः सैद्धान्तिकाः केचिदालापकान सम्यक् श्रद्धत्येव तैरश्रद्धानैरस्माकमपि न सम्यक् श्रद्धानं इत्याह हरिभद्रसूरिः, न पुनः सर्वमेवेदं चतुर्थाध्ययनम्, अन्यानि वा अध्ययनानि, अस्यैव कतिपयैः परिमितैरालापकैरश्रद्धानमित्यर्थः यतः स्थानसमवायजीवाभिगमप्रज्ञापनदिषु न किञ्चिदेवमाख्यातम्, यथा प्रतिसन्तापकस्थानमस्ति तद्गुहावासिनश्च मनुजाः तत्र च परमाधार्मिकाणानां पुनः पुनः सप्ताष्टवारान् यावदुपपातः, तेषां च तैर्दारुणैर्वज्रशिलाघरट्टसम्पुटगतगोलिकानां (सम्पुटैगिलितानां) परिपीड्यमानानामपि संवत्सरं यावत् प्राणव्यापत्तिर्न भवति इति । वृद्धवादस्तु पुनर्यथा तावदिदमार्षं सूत्रं (विकृति) विवृत्तिर्न तावदत्र प्रविष्टा, प्रभूताश्चात्र श्रुतस्कन्धेऽर्थाः सुष्ठ्वतिशयेन सातिशयानि गणधरोक्तानि चेह वचनानि तदेवं स्थितेर्न किञ्चिदाशङ्कनीयम् ।।११।। इति'