________________
પપ૧
પ્રતિમાશતક | શ્લોક : ૪૨-૪૩ સ્વીકાર, ઉભયત્ર=ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપનામાં, તુલ્ય છે, અર્થાત્ ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપતાના કથનનો વિરોધ હોવા છતાં પ્રામાણ્યનો અભ્યપગમ ત્યાં કરો છો, એ રીતે સ્થાનાંગ, સમવાયાંગ આદિ અને મહાનિશીથના કથનનો વિરોધ છે, ત્યાં પણ પ્રામાયનો સ્વીકાર થઈ શકે છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૪રા વિશેષાર્થ :
ધ્યાનશતક ગાથા-૪૮નું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રોમાં કોઈ કોઈ સ્થાનોમાં આપાતથી પરસ્પર વિરોધ દેખાય, પરંતુ તે બે કથનોના ભેદ પાછળ હેતુ શું છે ? ઉદાહરણ શું છે ? એ પ્રાપ્ત થતાં ન હોય અને તેથી તેનો સારી રીતે નિર્ણય કરી ન શકાય એવા સ્થાનોમાં, બુદ્ધિશાળી પુરુષો સર્વજ્ઞોનો મત અવિતથ છે, એ પ્રમાણે ચિંતવન કરે. II૪શા. અવતરણિકા :
महानिशीथ एवान्यथावचनमाशङ्कते - અવતરણિકાર્ય :
મહાનિશીથમાં જ અન્યથાવચનની દ્રવ્યસ્તવના અસ્વીકારરૂપ અવ્યથાવચનની, આશંકા કરે છે -
વિશેષાર્થ :
મહાનિશીથ સૂત્રના કુવલયાચાર્યના પ્રસંગમાં જે દ્રવ્યસ્તવના વિષયમાં ‘ઘરે ... તમઃ' એ રૂપ જે કુવલયાચાર્યનું અન્યથા વચન છે=દ્રવ્યસ્તવના અસ્વીકારનું વચન છે, તે શું દ્રવ્યસ્તવનો નિષેધ નથી કરતું? એ પ્રકારની પૂર્વપક્ષી આશંકા કરે છે – શ્લોક :
भ्रष्टैश्चैत्यकृतेऽथितः कुवलयाचार्यो जिनेन्द्रालये, यद्यप्यस्ति तथाप्यदः सतम इत्युक्त्वा भवं तीर्णवान् । एतत्किं नवनीतसारवचनं नो मानमायुष्मताम्,
यत्कुर्वन्ति महानिशीथबलतो द्रव्यस्तवस्थापनम् ।।४३ ।। શ્લોકાર્ધ :
ભ્રષ્ટો વડે ચૈત્ય માટે અર્થિત એવા કુવલયાચાર્ય “જોકે જિનાલયના વિષયમાં છે, તો પણ આ સપાપ છે', એ પ્રમાણે કહીને ભવને તર્યા, આ નવનીતસાર વચન આયુષ્યમાન એવા