________________
૫૪૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૨ ટીકાર્ય :* તથા વતુર્વાધ્યયને પ્રાન્ત - તે પ્રમાણે ચોથા અધ્યયનના છેડે કહેવાયેલું છે -
સત્ર ... માધ્યાતિમ્, અહીંયાં મહાનિશીથના ચોથા અધ્યયનમાં, ઘણા સૈદ્ધાંતિકો કેટલાક આલાપકોની સમ્યફ શ્રદ્ધા કરતા નથી જ, તેઓ વડે અશ્રદ્ધાન હોવાથી અમને પણ સમ્યફ શ્રદ્ધા નથી, એ પ્રમાણે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. વળી સર્વ જ આ ચોથું અધ્યયન અશ્રદ્ધેય નથી અને મહાનિશીથવા અન્ય અધ્યયનો પણ અશ્રદ્ધેય નથી, પરંતુ આના જ=ચોથા અધ્યયનના જ, કેટલાક પરિમિત આલાપકો પર અશ્રદ્ધાન છે, એ પ્રમાણે તાત્પર્ય છે. જે કારણથી સ્થાનાંગ, સમવાયાંગ, જીવાભિગમ અને પ્રજ્ઞાપનાદિમાં આ પ્રમાણે કાંઈ કહેલું નથી અર્થાત્ મહાનિશીથમાં કહેલું છે એ પ્રમાણે કહેલું નથી, અર્થાત્ મહાનિશીથમાં કહેલું છે તેનાથી અન્ય કહેલું છે. વિશેષાર્થ :
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકો ઘણા સિદ્ધાંતકારો શ્રદ્ધાન કરતા નથી, તેથી અમે પણ શ્રદ્ધાન કરતા નથી; પરંતુ સંપૂર્ણ ચતુર્થ અધ્યયનની શ્રદ્ધા કરતા નથી એવું નથી, પરંતુ ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોની અશ્રદ્ધા કરીએ છીએ. બે-ત્રણ આલાપકોને છોડીને ચતુર્થ અધ્યયનના બીજા આલાપકો અને અન્ય અધ્યયનો મહાનિશીથના પ્રમાણરૂપે જ બધા સિદ્ધાંતકારોને માન્ય છે, અને પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને પણ માન્ય છે.
પરિમિત આલાપકોના અશ્રદ્ધાનનું કારણ બતાવતાં કહે છે
સ્થાનાંગ, સમવાયાંગ, જીવાભિગમ અને પ્રજ્ઞાપનાદિમાં આ પ્રમાણે કાંઈ કહેવાયું નથી અર્થાતુ ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોમાં જે કહેવાયું છે, એ પ્રમાણે કહેવાયું નથી. માટે સ્થાનાંગ-સમવાયાંગ આદિના તે કથન સાથે ચતુર્થ અધ્યયનના તે આલાપકોનો વિરોધ છે, તેથી અમે શ્રદ્ધા કરતા નથી, એમ કહેવાનું તાત્પર્ય
છે.
ઉત્થાન :
સ્થાનાંગ આદિ સાથે વિરોધવાળા મહાનિશીથના અધ્યયનને બતાવવા અર્થે ‘યથા' થી કહે છે – ટીકાર્ય :
યથા ..... મવતિ તિ જેમ પ્રતિસંતાપક સ્થાન છે અને તે ગુફામાં વસનારા મનુષ્યો છે, અને ત્યાં તે સ્થાનમાં, ફરી ફરી પરમધામિકોનો સાતથી આઠ વાર સુધી ઉપપાત થાય છે, અને વજશીલાઘરટ્ટ સંપુટગત ગોલિક એવા=અંડગોલિક એવા, અને તે દારુણો વડે પીડા કરાતા એવા પણ તેઓનો પરમાધાર્મિક જીવોનો, એક વર્ષ સુધી પ્રાણનો વિનાશ થતો નથી.
તિ’ શબ્દ ચતુર્થ અધ્યયનના અશ્રદ્ધેય આલાપકનો સમાપ્તિ અર્થક છે.
૨-૧૫