________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯
પરૂપ ટીકાર્ય :
વિપાવપ્રાપ્ત ..... નાતિપ્રસાદ વિપાકપ્રાપ્તમાં પણ અશક્તપણું હોવાથી (સંસારી જીવોની જેમ ભગવાનની રાજ્યપ્રદાનાદિ પ્રવૃત્તિ છે એમ ન કહેવું) કેમ કે અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી બંધ નથી, એથી કરીને
અતિપ્રસંગ નથી. . વિશેષાર્થ –
વિપાકપ્રાપ્તમાં પણ અશક્તપણું હોવાથી, એ કથન પછી, સંસારી જીવોના જેવી ભગવાનની પ્રવૃત્તિ સ્વીકારવાનો અતિપ્રસંગ આવશે, એ પ્રકારનો ભાવ અધ્યાહાર છે એમ ભાસે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, તીર્થંકર નામકર્મનો વિપાક પ્રાપ્ત થવાને કારણે ભગવાન તે કર્મનો પ્રતિકાર કરવા માટે અસમર્થ હોવાથી તે કર્મને પરવશ થઈને રાજ્ય પ્રદાન કે શિલ્પાદિ કળા લોકોને આપે છે, તેમ માનવામાં આવે તો, સંસારી જીવો પણ કર્મને પરવશ થઈને ભોગાદિ ક્રિયાઓ કરે છે, તેની જેમ ભગવાનને પણ કર્મને પરવશ માનવાનો અતિપ્રસંગ આવે. અને તેમ માનવાથી તે કર્મને પરવશ પ્રવૃત્તિથી કર્મબંધ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી કહે છે કે, અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી કર્મબંધ નથી, એથી કરીને અતિપ્રસંગ નથી.
સંસારી જીવોની ભોગાદિની પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ છે, તેથી ત્યાં કર્મબંધ છે. પરંતુ ભગવાને પુત્રોને રાજ્યાદિનું પ્રદાન કર્યું તે પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ નથી, તેથી ત્યાં કર્મબંધ નથી. તેથી સંસારી જીવોના જેવી ભગવાનની પ્રવૃત્તિ માનવાનો અતિપ્રસંગ નથી.
યદ્યપિ ગૃહસ્થાવસ્થામાં ભગવાન અવિરતિના ઉદયવાળા છે અને તીર્થંકરનામકર્મ પણ પ્રદેશોદયરૂપે છે, તો પણ પ્રદેશોદયરૂપ તે તીર્થંકરનામકર્મ ભગવાનને ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી જ તે પ્રવૃત્તિકૃત કર્મબંધ ભગવાનને થતો નથી.
અહીં વિશેષ એ છે કે, જે કર્મ મોહના ઉદ્દભવને કરીને પ્રવૃત્તિ કરાવે, તે કર્મને પરવશ થઈને કરાતી પ્રવૃત્તિમાં કર્મબંધ થાય છે; પરંતુ જેમનો મોહ અત્યંત સ્વવશ છે, તેવા તીર્થકર ભગવંતો મોહનીય કર્મને વશ થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ જગતના હિતને કરનાર એવા તીર્થંકર નામકર્મના વિપાકને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી તે વખતે તેઓને મોહનો સંસ્પર્શ તે પ્રવૃત્તિથી થતો નથી. આથી જ ત્યાં મેં પુત્રાદિને રાજ્ય પ્રદાનાદિ કર્યું, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન તેઓને થતું નથી, પરંતુ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની તેઓની પ્રકૃતિ જ તે પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે પ્રવૃત્તિ સંબંધી કોઈ મોહનો સંશ્લેષ ભગવાનને થતો નથી. આથી જ અવિરતિગુણસ્થાનકમાં વર્તતા હોવાથી અવિરતિકૃત કર્મબંધ ભગવાનને હોવા છતાં રાજ્યપ્રદાનાદિકૃત મોહનો સંશ્લેષ નહિ હોવાથી લેશ પણ કર્મબંધ થતો નથી, કેવળ ઉદયપ્રાપ્ત તે કર્મનું નિર્જરણ થાય છે.